Gujarati Top News : આજે 16 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 16 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા નીકળશે. અંતિમયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ વાગે પહોંચશે તથા વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર તેજ થયો છે. જેમાં દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલની ભેંસાણ ખાતે સભા યોજાશે તેમજ દાહોદના જેકોટ નજીક ઈન્દોર અમદાવાદ હાઈવે ઉપર ખાનગી બસ પલ્ટી મારી ગઇ છે. ખાનગી બસ પલ્ટી મારતા 13 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા અને 16મી વસ્તી ગણતરી માટે નોટીફિકેશન જાહેર થઈ શકે છે. જેમાં ભારતમાં 16 વર્ષ પછી 2027ની વસ્તી ગણતરી હાથ ધરાશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત....
રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા નીકળશે
રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા નીકળશે. અંતિમયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ વાગે પહોંચશે. અનેક સેલિબ્રિટી આજે અંતિમયાત્રામાં જોડાશે. સંઘના આગેવાનો પણ વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રામાં જોડાશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકીય શોક છે. આજે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. વિમાની દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયુ હતુ.
દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલની ભેંસાણ ખાતે સભા યોજાશે
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર તેજ થયો છે. જેમાં દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલની ભેંસાણ ખાતે સભા યોજાશે. સાંજે 7 કલાકે અરવિંદ કેજરીવાલની સભા યોજાશે. આપ ઉમેદવાર ગોપાલ ઈટાલીયાના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
દાહોદના જેકોટ નજીક ઈન્દોર અમદાવાદ હાઈવે ઉપર ખાનગી બસ પલ્ટી
દાહોદના જેકોટ નજીક ઈન્દોર અમદાવાદ હાઈવે ઉપર ખાનગી બસ પલ્ટી મારી ગઇ છે. ખાનગી બસ પલ્ટી મારતા 13 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જેકોટ નજીક છાયણ ઘાટીમા અકસ્માત સર્જાયો છે. ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે. જેમાં ગોંડલથી મધ્યપ્રદેશ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. પોલીસ અને હાઇવે ઓથોરિટીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. બસમા મોટેભાગે શ્રમિક પરિવારો વતન જતા હતા.
16મી વસ્તી ગણતરી માટે નોટીફિકેશન જાહેર થઈ શકે છે
16મી વસ્તી ગણતરી માટે નોટીફિકેશન જાહેર થઈ શકે છે. જેમાં ભારતમાં 16 વર્ષ પછી 2027ની વસ્તી ગણતરી હાથ ધરાશે. સત્તાવાર ગેઝેટમાં નોટીફિકેશન પ્રકાશિત થઈ શકે છે. પહેલી વાર સંપૂર્ણપણે ડિજિટલ રીતે હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: Rashifal 16 June 2025: આ રાશિના લોકોને શુભ યોગથી ઇચ્છિત લાભ મળશે, આજે ઘણો ફાયદો થશે