Gujarati Top News : આજે 17 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 17 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં મોડીસાંજે પડેલા વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા તથા વિસાવદરની પેટાચૂંટણીમાં પ્રચારનો અંતિમ દિવસ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સંમેલન કરશે તેમજ પૂર્વ CM વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલિન થયા તથા દેશભરમાં ચોમાસું દસ્તક દેવા તૈયાર છે. જેમાં દેશવાસીઓને ગરમીથી રાહત મળી શકે છે તેમજ બોટાદમાં ભારે વરસાદથી અનેક રોડ બંધ થયા તથા અમદાવાદમાં આજે ફરી સાયરન વાગશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં મોડીસાંજે પડેલા વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. તથા પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા થઇ હતી. અનેક વિસ્તારોમાં વાહનચાલકો અટવાયા હતા. કોમર્સ 6 રસ્તા, વિજય ચાર રસ્તા પાસે પાણી ભરાયા છે. તથા નિકોલ, નોબલનગર, માધુપુરામાં વરસાદી પાણી ભરાયા છે.
વિસાવદરની પેટાચૂંટણીમાં પ્રચારનો અંતિમ દિવસ
વિસાવદરની પેટાચૂંટણીમાં પ્રચારનો અંતિમ દિવસ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સંમેલન કરશે. જૂનાગઢ નજીક અમૃત ઈન્સ્ટિટ્યૂટ ખાતે સંમેલન છે. કિરીટ પટેલના સમર્થનમાં પેજ સમિતિ સંમેલનનું આયોજન થશે.
પૂર્વ CM વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલિન થયા
પૂર્વ CM વિજય રૂપાણી પંચમહાભૂતમાં વિલિન થયા છે. રાજકોટમાં સ્વ. વિજય રૂપાણીની અંતિમક્રિયા થઇ છે. દીકરા ઋષભે વિજયભાઈને અગ્નિદાહ આપ્યો છે. રાજકોટવાસીઓએ રડતા રડતા વિદાય આપી છે. જેમાં અંતિમયાત્રામાં સમગ્ર રાજકોટ હિબકે ચડ્યું હતુ. અંતિમ વિદાય વખતે લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તથા મંત્રીઓ, પક્ષના સંગઠન અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે.
દેશભરમાં ચોમાસું દસ્તક દેવા તૈયાર
દેશભરમાં ચોમાસું દસ્તક દેવા તૈયાર છે. જેમાં દેશવાસીઓને ગરમીથી રાહત મળી શકે છે. સાઉથ-વેસ્ટ મોન્સૂન આગળ વધી રહ્યું છે. 48 કલાક વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશા પહોંચશે. પ. બંગાળ, ઝારખંડ, બિહાર, ગુજરાતમાં એન્ટ્રી કરશે. મધ્ય, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં ગરમીથી રાહત મળશે.
બોટાદમાં ભારે વરસાદથી અનેક રોડ બંધ થયા
બોટાદમાં ભારે વરસાદથી અનેક રોડ બંધ થયા છે. ગઢડા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો છે. ગઢડા - જસદણ રોડ બંધ થયો છે. જેમાં ગઢડાના કેરાળા ગામે કોઝવે પર પાણી ફરી વળ્યા છે. જસદણ જવા માટે વાહન વ્યવહાર બંધ કરાયો છે.
અમદાવાદમાં આજે ફરી સાયરન વાગશે
અમદાવાદમાં આજે ફરી સાયરન વાગશે. જેમાં નાગરિક સંરક્ષણ તંત્ર નવી સાયરનોની ખરીદી કરશે. સાયરનોનું ટેસ્ટિંગ કરવાનું હોવાથી સાયરન વાગશે. સવારે 8થી 10 વાગ્યા દરમિયાન સાયરન વાગશે.