Gujarati Top News : આજે 18 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 18 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદની પહેલી કેબિનેટ બેઠક મળશે તથા ફરીએક વાર કીર્તિ પટેલ વિવાદમાં આવી છે. સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે તેમજ અમદાવાદ ઔડા વિસ્તારમાં હવે મકાન બાંધવું મોંઘુ પડશે. ઔડા દ્વારા ડેવલોપમેન્ટ ચાર્જમાં 10 ગણો વધારો કરાયો તથા અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 177 લોકોના DNA મેચ થયા છે. હજુ પણ DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં ઇજાગ્રસ્ત વિશ્વાસ કુમારને સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત....
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદની પહેલી કેબિનેટ બેઠક મળશે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભે કેબિનેટ બેઠકમાં સમીક્ષા થશે. રાહત કાર્યની સ્થિતિની કેબિનેટ બેઠકમાં સમીક્ષા થશે. મૃતકોના DNA પરીક્ષણ અંગે પણ કેબિનેટ બેઠકમાં સમીક્ષા થશે. રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરાશે. તથા વરસાદ બાદ જરૂરી રાહત કાર્ય અંગે પણ સમીક્ષા થશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર શોક પ્રસ્તાવ પારિત કરાશે.
ફરીએક વાર કીર્તિ પટેલ વિવાદમાં આવી
ફરીએક વાર કીર્તિ પટેલ વિવાદમાં આવી છે. સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વર્ષ 2024માં કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જાણીતા બિલ્ડર વજુભાઈ કાત્રોડિયા દ્વારા ફરિયાદ અપાઈ હતી. તેમાં જમીન વિવાદને લઈ કીર્તિ પટેલે 2 કરોડની ખંડણી માંગી હતી. તથા ખંડણી નહીં આપે તો હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. વર્ષ 2024થી કીર્તિ પટેલ બે કરોડની ખંડણી કેસમાં ફરાર હતી.
અમદાવાદ ઔડા વિસ્તારમાં હવે મકાન બાંધવું મોંઘુ પડશે
અમદાવાદ ઔડા વિસ્તારમાં હવે મકાન બાંધવું મોંઘુ પડશે. ઔડા દ્વારા ડેવલોપમેન્ટ ચાર્જમાં 10 ગણો વધારો કરાયો છે. પ્રતિ ચોરસ મીટર દસ ગણો વધારો કરવામાં આવ્યો છે. રહેણાંક જમીન માટેના 40 રૂપિયા પ્રતિ ચો.મી. કરાયા છે. રહેણાંક બાંધકામના 12 રૂપિયાના 50 રૂપિયા કરાયા છે. તથા ધંધાકીય જમીન માટેના પાંચ રૂપિયાના 60 રૂપિયા કરાયા છે. ધંધાકીય બાંધકામ માટેના 75 રૂપિયા પ્રતિ ચો.મી. કરાયા છે. તેમજ જાહેર હેતુ માટેના પણ ડેવલોપમેન્ટ ચાર્જમાં વધારો કરાયો છે. ઔડા દ્વારા કરાયેલા વધારાને રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે.
અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 177 લોકોના DNA મેચ થયા છે. હજુ પણ DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં ઇજાગ્રસ્ત વિશ્વાસ કુમારને સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માત્ર વિશ્વાસ કુમારનો જીવ બચ્યો હતો.
સરકારી કર્મચારીઓ સામે પ્રાથમિક તપાસની ગાઈડલાઈન જાહેર કરાઇ
સરકારી કર્મચારીઓ સામે પ્રાથમિક તપાસની ગાઈડલાઈન જાહેર કરાઇ છે. જેમાં ભ્રષ્ટાચાર ગેરરીતિ કે અન્ય નનામી અરજીને દફતરે કરાશે. અરજીમાં તથ્યોને આધારે પ્રાથમિક તપાસના આદેશ અપાશે. તથા ખોટી રીતે બદનામ કરવા અરજી કરનાર સામે કાનૂની પગલા લેવાશે તથા પ્રાથમિક તપાસ ત્રણ માસમાં પૂર્ણ કરવાની રહેશે. મહત્તમ તપાસ છ માસમાં પૂર્ણ કરવાની રહેશે. તપાસ કરવાનો આદેશની સત્તા ખાતાના વડા સચિવ કક્ષાએ રહેશે. અધિકારી સામે ફરિયાદ થાય તે ખાતાના વડાએ તપાસ કરવાની રહેશે. જેમાં તપાસ કરી સ્પષ્ટ અભિપ્રાય આપવાનો રહેશે. નિવૃત્ત કર્મચારી અધિકારીને 6 માસ પહેલા તપાસ સંદર્ભે જાણ કરવી પડશે. 6 માસ પહેલા જાણ ન કરનાર ખાતાના વડાને જવાબદાર ગણાશે. અધિકારી સામે આરોપ હોય અને તથ્ય નીકળે તો ખુલાસો પૂછવો પડશે. ખુલાસા માટે ઓછામાં ઓછા 15 અને વધુમાં વધુ 30 દિવસ અપાશે.
આ પણ વાંચો: Rashifal 18 June 2025: બુધવારે બુધાદિત્ય યોગમાં આ 5 રાશિના લોકોને કરિયરમાં મોટી સફળતા મળશે