Gujarati Top News : આજે 19 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 19 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગુજરાત રાજ્યમાં 2 કલાકમાં 51 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં મોડી રાત્રે 2 થી 4 કલાક સુધીમાં વરસાદ વરસ્યો તેમજ અમદાવાદ શહેરમાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો છે. રાત્રે અમદાવાદ શહેરમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ સાથે વહેલી સવારે શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ તથા રાજ્યસભાની આઠ બેઠકો માટે આજે ચૂંટણી યોજાશે. જેમાં તમિલનાડુની છ અને આસામની બે બેઠકોનો સમાવેશ થયા તથા વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાશે. જેમાં 2.61 લાખ મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગુજરાત રાજ્યમાં 2 કલાકમાં 51 તાલુકામાં વરસાદ પડ્યો
ગુજરાત રાજ્યમાં 2 કલાકમાં 51 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં મોડી રાત્રે 2 થી 4 કલાક સુધીમાં વરસાદ વરસ્યો છે. તેમજ ખેડાના કઠલાલમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં વલસાડના કપરાડામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ આણંદના તારાપુરમાં દોઢ ઇંચ વરસાદ સાથે વાંસદા, વસો, કપડવંજમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ અન્ય તાલુકામાં અડધાથી 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદ શહેરમાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ શહેરમાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો છે. રાત્રે અમદાવાદ શહેરમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ સાથે વહેલી સવારે શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ છે. રાત્રે પડેલા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમદાવાદ શહેરમાં વરસાદની તોફાની બેટિંગ છે.
મોડી રાત્રે અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. તેમાં ઇસનપુર, વટવા, ઘોડાસરમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
દહેગામ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો
દહેગામ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે.
રાજ્યસભાની આઠ બેઠકો માટે આજે ચૂંટણી યોજાશે
રાજ્યસભાની આઠ બેઠકો માટે આજે ચૂંટણી યોજાશે. જેમાં તમિલનાડુની છ અને આસામની બે બેઠકોનો સમાવેશ થયા છે. ચૂંટણી પંચે 2 જૂને આ માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાશે
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાશે. જેમાં 2.61 લાખ મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે. તેમાં 297 મતદાન મથકો પર મતદાન યોજાશે. મતદાન પ્રક્રિયા માટે 1884 કર્મચારીઓ તૈનાત રહેશે. મતદાન મથકો પર સુવિધાઓ સહિત સલામતીની ખાસ વ્યવસ્થા છે. જેમાં આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. તેમાં સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક ખુબ જ ચર્ચામાં છે.