Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 2 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

રાજ્યમાં રેશનિંગ દુકાન સંચાલકો દ્વારા હડતાળ કરાઇ છે. E KYCની માંગણીને લઈ સંચાલકો હડતાળ પર
gujarati top news   આજે 2  જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 2 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : રાજ્યમાં રેશનિંગ દુકાન સંચાલકો દ્વારા હડતાળ કરાઇ છે. E KYCની માંગણીને લઈ સંચાલકો હડતાળ પર તથા આરોગ્ય કર્મચારીઓની હડતાળ બાદ બેઠકોનો દોર શરૂ થયો છે. જેમાં આરોગ્ય કર્મચારીઓની પડતર માંગણીઓને લઈ બેઠક મળશે અને લાઠીના દલિત યુવક નિલેશ રાઠોડની હત્યાને મામલે કોગ્રેસ પ્રદેશ પ્રમુખે નિલેશના પરિવારજનોની મુલાકાત લીધી તથા અમરેલીના ધારી ગીર પૂર્વમાં 5 સિંહોની પજવણી કરવામાં આવી સહિતના વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

રાજ્યમાં રેશનિંગ દુકાન સંચાલકો દ્વારા હડતાળ કરાઇ

રાજ્યમાં રેશનિંગ દુકાન સંચાલકો દ્વારા હડતાળ કરાઇ છે. E KYCની માંગણીને લઈ સંચાલકો હડતાળ પર છે. અગાઉ રેશનકાર્ડ દુકાનદારોની બેઠક મળી હતી. બેઠકમાં દુકાનદારો દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો હતો. તેમજ બેઠકમાં વિવિધ મુદાઓને લઈને ચર્ચા થઈ હતી. ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં સરકાર સામે વિવિધ પ્રશ્નો અને માંગણીઓને મુદ્દે 1 જુનથી રાશન દુકાનોમાં અનાજ વિતરણ ન કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ રેશનિંગની દુકાનો બંધ ન રહે તેના માટે રાજ્યના અન્ન- નાગરીક પુરવઠા વિભાગે અત્યાર સુધીમાં 85 ટકાથી વધારે NFSA રેશનકાર્ડ ધારકોએ e-KYC પૂર્ણ કર્યું હોવાના દાવા સાથે બાકી રહેલા રેશનકાર્ડ હોલ્ડરોને ઘરે બેઠા આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવા અપીલ કરી છે.

Advertisement

આરોગ્ય કર્મચારીઓની હડતાળ બાદ બેઠકોનો દોર શરૂ થયો

આરોગ્ય કર્મચારીઓની હડતાળ બાદ બેઠકોનો દોર શરૂ થયો છે. જેમાં આરોગ્ય કર્મચારીઓની પડતર માંગણીઓને લઈ બેઠક મળશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળશે. તેમજ ટેક્નિકલ ગ્રેડ પે, બઢતી, પરીક્ષા સહિતના મુદ્દા હાલ પડતર છે.

લાઠીના દલિત યુવક નિલેશ રાઠોડની હત્યાને મામલે કોગ્રેસ પ્રદેશ પ્રમુખે નિલેશના પરિવારજનોની મુલાકાત લીધી

લાઠીના દલિત યુવક નિલેશ રાઠોડની હત્યાને મામલે કોગ્રેસ પ્રદેશ પ્રમુખે નિલેશના પરિવારજનોની મુલાકાત લીધી છે. જેમાં શક્તિસિંહ ગોહિલે મૃતકના પરિવારને સાંત્વના પાઠવી છે. તથા શક્તિસિંહ ગોહિલે દલિત યુવકની હત્યાની ઘટનાને વખોડી છે. યુવાન ગુમાવ્યો, પરિવારના દુઃખમાં સહભાગી થવા આવ્યો છુ તેમ જણાવ્યું હતુ. તેમજ કોંગ્રેસથી નારાજ MLA જીગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે શક્તિસિંહે જણાવ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય છે અમારી ટીમનો એક પાર્ટ છે. સુરેન્દ્રનગરની ઘટનામાં પણ અમે ન્યાયના પક્ષમાં ઊભા રહ્યા"
અન્યાય થાય ત્યારે રાજકીય પક્ષોની સૌની જવાબદારી થાય છે.

અમરેલીના ધારી ગીર પૂર્વમાં 5 સિંહોની પજવણી કરવામાં આવી

અમરેલીના ધારી ગીર પૂર્વમાં 5 સિંહોની પજવણી કરવામાં આવી છે. જેમાં ધારીના છતડિયા જંગલ વિસ્તાર નજીક 5 સિંહોની પજવણી કરાઇ છે. શિકારની મિજબાની માણી રહેલા સિંહો પર પ્રકાશ ફેંકીને સિંહોની પજવણી કરાઈ છે. સિંહ દર્શનાર્થીઓ ટોળામાં સિંહ દર્શન કરતા હોવાના વીડિયોમાં અવાજો સંભળાઈ છે. સિંહોના શિકારની કુદરતી પ્રવૃતિઓમાં ખલેલ પહોંચાડતા પજવણી ખોરો બેફામ બન્યા છે. સિંહ પજવણીખોરો સામે કડક પગલા ભરવાની સિંહ પ્રેમીઓની માંગ છે.

બનાસકાંઠાની પેડાગડા ગ્રામ પંચાયત સૌપ્રથમ સમરસ થઈ

બનાસકાંઠાની પેડાગડા ગ્રામ પંચાયત સૌપ્રથમ સમરસ થઈ છે. પેડાગડા ગ્રામજનોએ સરપંચ ઉપસરપંચને બિનહરીફ કર્યા છે. સરપંચ તરીકે સુરેશ ગઢવી, ડેપ્યુટી સરપંચ તરીકે કેતન જોશી છે. સમરસ ગ્રામ પંચાયતમાં તમામ જ્ઞાતિના એક એક સભ્ય લેવાશે.
આજે ચૂંટણીનું જાહેરનામું પડશે ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ કરાશે.

આ પણ વાંચો: Rashifal 2 June 2025: હર્ષણ યોગમાં કર્ક અને કન્યા રાશિ સહિત 5 રાશિઓનું ભાગ્ય શિવની કૃપાથી ચમકશે, ધનમાં મોટો લાભ થશે

Tags :
Advertisement

.

×