Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 20 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો જેમાં ચંડીસર GIDCમાં ઘી બનાવતી પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા
gujarati top news   આજે 20 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 20 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. જેમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં હાજર રહેશે તથા પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ સભા યોજાશે. જેમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન તેમજ બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો જેમાં ચંડીસર GIDCમાં ઘી બનાવતી પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા તથા દ્વારકાપીઠના જગતગુરૂ શંકરાચાર્યની અધ્યક્ષતામાં ધર્મસભા યોજાઇ તેમજ ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ છે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. જેમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં હાજર રહેશે. તથા પ્રહલાદનગર ગાર્ડન ખાતે અમિતભાઈ યોગ કરશે. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત કાર્યક્રમ છે. વિશ્વભરમાં 21 જૂન 2025એ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સ્વાસ્થ્ય અને નિરોગી જીવન માટે યોગ ખૂબ જરૂરી છે. યોગનો ઈતિહાસ અને તેની ઉત્પતિ હજારો વર્ષ જુની છે. અમદાવાદમાં યોગ દિવસના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. ઈન્ટરનેશનલ યોગ દિવસની રાજ્ય ભરમાં ઉજવણી કરવામાં આવશે.

Advertisement

પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ સભા યોજાશે

પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ સભા યોજાશે. જેમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન છે. તેમાં ભાજપના નેતાઓ સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપશે. તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા હાજરી આપશે. કેન્દ્રીય ભાજપના દિગ્ગજ નેતાઓ પણ શ્રદ્ધાંજલિ આપશે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજરી આપશે.

બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો

બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો જેમાં ચંડીસર GIDCમાં ઘી બનાવતી પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં શ્રી સેલ્સ નામની ઘીની પેઢીમાં મોટાપાયે તપાસ થઇ છે. તેમજ ઘીના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. 674 કિલો ઘીનો જથ્થો જપ્ત, 3.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તથા ઘુમ્મર બ્રાન્ડ નામથી ગાય, ભેંસનું ઘી બનાવતા હતા. તથા ગુજરાત સહિત અલગ રાજ્યમાં ઘીનું વેચાણ કરતા હતા.

દ્વારકાપીઠના જગતગુરૂ શંકરાચાર્યની અધ્યક્ષતામાં ધર્મસભા યોજાઇ

દ્વારકાપીઠના જગતગુરૂ શંકરાચાર્યની અધ્યક્ષતામાં ધર્મસભા યોજાઇ છે. જેમાં સુરેન્દ્રનગરમાં બ્રહ્મ સમાજ દ્વારા ધર્મસભાનું આયોજન કરાયું છે. તેમાં જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ હાજર રહ્યા છે. સનાતન ધર્મની રક્ષા માટે હિન્દુઓને સંગઠિત થવા હાકલ કરી છે. જેમાં હિન્દુ ધર્મનું વર્ચસ્વ ટકાવી રાખવા દરેક હિન્દુને આહ્વાન કર્યું છે. જેમાં રાજનીતિના લીધે હિન્દુત્વ પર ખતરો હોવાની પણ ટકોર કરી છે. તેમાં મોટી સંખ્યામાં સનાતનીઓ, ધર્મપ્રેમી, આગેવાનો હાજર રહ્યાં છે.

ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ

ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ છે. જેમાં આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં ભારે વરસાદ છે. તથા ભારે વરસાદને લઈ ગીરમાળ ધોધ સક્રિય થયો છે. શિંગાણા ગામ નજીક પૂર્ણા નદી પર આવેલો આ ધોધ સક્રિય થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગીરાધોધ બાદ ડાંગ જિલ્લામાં ગીરમાળ ધોધ વધુ પ્રચલિત છે.

Tags :
Advertisement

.

×