Gujarati Top News : આજે 22 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 22 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે. જેમાં સવારે 7થી સાંજે 6 વાગ્યા વચ્ચે મતદાન થશે તથા અમદાવાદમાં રથયાત્રાની રજા સામે આક્રોશ છે. રથયાત્રાની રજા રદ કરવા સામે ABVPનો વિરોધ તેમજ જામનગરમાં કારના શો-રૂમની આગ દોઢ કલાકે નિયંત્રિતમાં આવી છે તથા ખેડાના ગળતેશ્વર તાલુકામાં વિરામ બાદ વરસાદનું આગમન જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે
ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે. જેમાં સવારે 7થી સાંજે 6 વાગ્યા વચ્ચે મતદાન થશે. રાજ્યની 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાશે. તથા 353 ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી યોજાશે. રાજ્યભરમાં 3656 સરપંચોની સામાન્ય ચૂંટણી થશે. 16,224 સભ્યોની બેઠક માટે સામાન્ય ચૂંટણી થશે. કુલ 751 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ થઈ છે. તથા 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં 10,479 મતદાન મથકો પર મતદાન થશે. તથા રાજ્યભરમાં 3,939 સંવેદનશીલ મતદાન કેન્દ્રો છે.
36 અતિ સંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે. સંવેદનશીલ મથકો પર વધારાનો પોલીસ બંદોબસ્ત છે.
અમદાવાદમાં રથયાત્રાની રજા સામે આક્રોશ
અમદાવાદમાં રથયાત્રાની રજા સામે આક્રોશ છે. રથયાત્રાની રજા રદ કરવા સામે ABVPનો વિરોધ છે. DEOના નિર્ણય સામે ABVPએ વાંધો ઉઠાવ્યો છે. ABVPએ રજા આપવામાં આવે તેવી માગ કરી છે. રજા ન અપાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
જામનગરમાં કારના શો-રૂમની આગ દોઢ કલાકે નિયંત્રિતમાં આવી
જામનગરમાં કારના શો-રૂમની આગ દોઢ કલાકે નિયંત્રિતમાં આવી છે. જેમાં શો-રૂમના પ્રથમ માળમાં વિકરાળ આગ લાગી છે. સ્પેર પાર્ટ સહિતની ચીજ વસ્તુઓ આગની ઝપેટમાં છે. પ્રથમ માળે રાખવામાં આવેલ તમામ સામગ્રી ખાક થઇ છે. ફાયરની ટીમે પાછળની બારીઓ તોડી ચારેય બાજુથી પાણીનો મારો ચલાવ્યો હતો. પાંચ ફાયર ગાડી દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવાયું છે. ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું છે કે આગનું કારણ હજુ સ્પષ્ટ નહિ, કોઈ જાનહાની કે ઇજા થઇ નથી. આગ લાગતા જ લોકોના ટોળા સ્થળે ઉમટી પડ્યા છે.
ખેડાના ગળતેશ્વર તાલુકામાં વિરામ બાદ વરસાદનું આગમન
ખેડાના ગળતેશ્વર તાલુકામાં વિરામ બાદ વરસાદનું આગમન છે. જેમાં મુખ્ય મથક સેવાલીયામાં ભારે વરસાદી ઝાપટા આવ્યા છે. જેમાં રામપુરા, માલવણ, સોનિપુર કૂણી સહિતના વિસ્તારોમાં વરસાદ છે. વરસાદને પગલે વિઝીબિલિટીમાં ઘટાડો થયો છે. જેમાં વરસાદને પગલે વાહનચાલકોને ભારે મુશ્કેલી છે. તેમજ ગળતેશ્વર તાલુકાના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.