Gujarati Top News : આજે 24 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 24 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ભગવાન જગન્નાથની 148 રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસ રુટનું ફાઇનલ રિહર્સલ કરશે તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિની સમિક્ષા કરશે તેમજ વણાંકબોરી પાવર પ્લાન્ટ નજીક કેનાલમાં યુવકો ડૂબવાનો મામલો સામે આવ્યો તથા અમદાવાદ AIMIMના કાઉન્સિલર ઝુબેર ખાને રાજીનામું આપ્યું જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ભગવાન જગન્નાથની 148 રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસ રુટનું ફાઇનલ રિહર્સલ કરશે
ભગવાન જગન્નાથની 148 રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસ રુટનું ફાઇનલ રિહર્સલ કરશે. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતાતા રૂટ રિહર્સલ યોજાશે. તેમાં SOG, ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની ટીમ રિહર્સલમાં જોડાશે. જગન્નાથ મંદિરથી લઈ સરસપુર સુધી સમગ્ર રૂટનું રિહર્સલ કરવામાં આવશે. જેમાં અધિકારીઓને સોંપવામાં આવેલ પોઇન્ટ પર નિરીક્ષણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિની સમિક્ષા કરશે. તથા સુરત સહિતના વિસ્તારોમાં પડેલા વરસાદ બાબતે સમિક્ષા થશે. રથયાત્રાની તૈયારીઓને લઈ તથા આગામી 26 જૂનથી યોજાનાર શાળા પ્રવેશોત્સવ સંદર્ભે સમિક્ષા થશે. તેમજ રાજ્યમાં આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો પર તથા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં DNA પરીક્ષણની કામગીરીની પણ સમિક્ષા કરાશે.
વણાંકબોરી પાવર પ્લાન્ટ નજીક કેનાલમાં યુવકો ડૂબવાનો મામલો સામે આવ્યો
વણાંકબોરી પાવર પ્લાન્ટ નજીક કેનાલમાં યુવકો ડૂબવાનો મામલો સામે આવ્યો છે. જેમાં અમિતકુમાર પરમારનો મૃતદેહ બીજા દિવસે મળી આવ્યો છે. ત્રીજો યુવક ડૂબ્યો હોવાની વાત પાયા વિહોણી નીકળી છે. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ શોધખોળ કરી રહ્યા છે. નડીયાદ ફાયર બ્રિગેડ સાથે સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યો છે. જેમાં બન્ને મૃતકો ટીમ્બાના મુવાડા ગામના રહેવાસી છે.
અમદાવાદ AIMIMના કાઉન્સિલર ઝુબેર ખાને રાજીનામું આપ્યું
અમદાવાદ AIMIMના કાઉન્સિલર ઝુબેર ખાને રાજીનામું આપ્યું છે. જેમાં મકતમપુરા વોર્ડમાં કાઉન્સિલર પદેથી રાજીનામું આપ્યું છે. રાજીનામાનો પત્ર કમિશનરને મોકલવામાં આવ્યો છે. તેમાં ત્રીજા સંતાનનો જન્મ થતા કાર્યવાહી થાય તે પહેલા રાજીનામું આપ્યું છે.