Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 26 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

રાજ્યભરમાં 1 જૂલાઈ સુધી વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
gujarati top news   આજે 26 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 26 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : રાજ્યભરમાં 1 જૂલાઈ સુધી વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તથા અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પાણી ભરાયા તથા શહેરના દક્ષિણી કુબેરનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. તેમજ મીઠાખળી અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો અને અમરેલીના સાવરકુંડલામાંથી નરભક્ષી સિંહ પકડાયો છે. જેમાં થોરડી ગામે 6 વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો હતો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી જોડાયેલા રહો સતત...

Advertisement

રાજ્યભરમાં 1 જૂલાઈ સુધી વરસાદની આગાહી

રાજ્યભરમાં 1 જૂલાઈ સુધી વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. નર્મદા અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે.

Advertisement

અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા

અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. તથા અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે સ્વામિનારાયણ કોલેજ ચાર રસ્તા આસપાસ પાણી ફરી વળ્યા છે. ચારેય તરફ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો માટે પસાર થવું મુશ્કેલ બન્યું છે. અનેક ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પાણીમાં બંધ થયા છે.

અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના દક્ષિણી કુબેરનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. તેમજ મીઠાખળી અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે. મણીનગરમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના ચકોડીયા માધ્યમમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ આવ્યો છે. તથા ઓઢવમાં સાડા 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તથા વિરાટનગરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ મેમકોમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

અમરેલીના સાવરકુંડલામાંથી નરભક્ષી સિંહ પકડાયો

અમરેલીના સાવરકુંડલામાંથી નરભક્ષી સિંહ પકડાયો છે. જેમાં થોરડી ગામે 6 વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો હતો. વન વિભાગની ટીમે નરભક્ષી સિંહને ટ્રાન્ક્યુલાઈઝ કર્યો છે. તથા વન વિભાગની ટીમે નરભક્ષી સિંહને પાંજરે પુર્યો છે. જેમાં નરભક્ષી સિંહ પકડાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Tags :
Advertisement

.

×