Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 3 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

અમદાવાદમાં IPL 2025ની ફાઈનલ મેચ રમાશે. જેમાં નમો સ્ટેડિયમમાં RCB અને પંજાબ વચ્ચે મેચ રમાશે
gujarati top news   આજે 3 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 3 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : અમદાવાદમાં IPL 2025ની ફાઈનલ મેચ રમાશે. જેમાં નમો સ્ટેડિયમમાં RCB અને પંજાબ વચ્ચે મેચ રમાશે. તથા ગાંધીનગરના દહેગામમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. મોડીરાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો અને સુરતના અલથાણમાં જિમ ટ્રેનરે યુવતીનું શારીરિક શોષણ કર્યું છે. જેમાં લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક શોષણ કર્યું તેમજ સ્થગિત થયેલી વિદ્યા સહાયકની ભરતી ફરી શરૂ કરાઇ છે. જેમાં ઉમેદવારો આજથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે જેવા વિવિધ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

અમદાવાદમાં IPL 2025ની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદમાં IPL 2025ની ફાઈનલ મેચ રમાશે. જેમાં નમો સ્ટેડિયમમાં RCB અને પંજાબ વચ્ચે મેચ રમાશે. RCB અને પંજાબ કિંગ્સ વચ્ચે આરપારનો જંગ છે. બંને ટીમે અત્યાર સુધી IPL ખિતાબ જીત્યો નથી. તથા વરસાદ આવે તો પણ મેચ રદ નહીં થાય! BCCIએ મેચ પૂર્ણ કરવા 120 મિનિટનો વધારાનો સમય લીધો છે. તથા ફાઈનલને લઈને BCCIએ 4 જૂનનો રિઝર્વ ડે રાખ્યો છે.

Advertisement

ગાંધીનગરના દહેગામમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો

ગાંધીનગરના દહેગામમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. મોડીરાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. તેમજ વરસાદના કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે. તથા ખેડૂતોને બાજરીના પાકને નુકસાનની ભીતિ સતાવી રહી છે.

સુરતના અલથાણમાં જિમ ટ્રેનરે યુવતીનું શારીરિક શોષણ કર્યું

સુરતના અલથાણમાં જિમ ટ્રેનરે યુવતીનું શારીરિક શોષણ કર્યું છે. જેમાં લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક શોષણ કર્યું હતુ. પહેલા લગ્નનો વાયદો કર્યો ત્યારબાદ તરછોડી મોઢું ફેરવી લીધું હતુ. યુવતીને ફરવા લઈ જવાના બહાને શારીરિક સંબંધો બાંધ્યા હતા. ભોગ બનનાર યુવતીએ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી છે. તથા પોલીસે આરોપી વેંકટેશ હરીશ મહેતાની ધરપકડ કરી છે.

સ્થગિત થયેલી વિદ્યા સહાયકની ભરતી ફરી શરૂ કરાઇ

સ્થગિત થયેલી વિદ્યા સહાયકની ભરતી ફરી શરૂ કરાઇ છે. જેમાં ઉમેદવારો આજથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે. જેમાં ધો. 1થી 5 માટે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવ્યા છે. તેમજ 5 જૂનથી 28 જૂન જિલ્લા પસંદગી માટે બોલાવવાશે.

આ પણ વાંચો: Rashifal 3 June 2025: આ રાશિના જાતકોને આજે અમલા યોગથી થશે લાભ, દિવસ રહેશે શુભ

Tags :
Advertisement

.

×