Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 4 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી તથા વિસાવદરની પેટાચૂંટણીને લઈ ભાજપનો પ્રચાર શરૂ થયો
gujarati top news   આજે 4 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 4 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી તથા વિસાવદરની પેટાચૂંટણીને લઈ ભાજપનો પ્રચાર શરૂ થયો છે. જેમાં કિરીટ પટેલ આજે ભેસાણ તાલુકામાં પ્રચાર કરશે અને IPL 2025ના મહામુકાબલામાં RCBની મહાજીત થઇ છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજાઈ હતી તથા નડીયાદ પશ્ચિમ પોલીસે મોંઘીદાટ કાર જપ્ત કરી છે. RTO જેવી જ નકલી નંબર પ્લેટ બનાવતા કાર્યવાહી સહિતના તાજા સમાચાર જાણવા અમારી સાથે સતત જોડાયેલા રહો....

Advertisement

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ પવનની દિશા દક્ષિણ પશ્ચિમ રહેતા વરસાદની શક્યતા છે. 9 જૂનથી વરસાદનું જોર ઘટી શકે છે. તેમજ અમદાવાદમાં 39 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે.

Advertisement

વિસાવદરની પેટાચૂંટણીને લઈ ભાજપનો પ્રચાર શરૂ થયો

વિસાવદરની પેટાચૂંટણીને લઈ ભાજપનો પ્રચાર શરૂ થયો છે. જેમાં કિરીટ પટેલ આજે ભેસાણ તાલુકામાં પ્રચાર કરશે. ભેસાણ તાલુકાના ગ્રામ્ય પંથકમાં પ્રચાર પ્રસાર કરશે. ભાજપે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને એક વખત વિસાવદર વિધાનસભા ચૂંટણી લડેલા પરંતુ તેમાં કોંગ્રેસના હર્ષદ રીબડીયા સામે હારનો સામનો કરી ચૂકેલા કિરીટ પટેલને બીજી વખત મેદાને ઉતાર્યા છે.

IPL 2025ના મહામુકાબલામાં RCBની મહાજીત થઇ

IPL 2025ના મહામુકાબલામાં RCBની મહાજીત થઇ છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજાઈ હતી. 18 વર્ષ બાદ વિરાટ કોહલીનું સપનું પૂરૂ થયું છે. સમગ્ર સીઝનમાં વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. ફાઈનલ જીત્યા બાદ વિરાટ કોહલી ભાવુક થયો હતો. પંજાબ કિંગ્સ સામે 6 રનથી શાનદાર જીત મેળવી છે. પંજાબ કિંગ્સને હરાવી RCBએ IPL 2025નો ખિતાબ જીત્યો છે. વિરાટ કોહલીએ આ મેચમાં 43 રન ફટકાર્યા હતા.

નડીયાદ પશ્ચિમ પોલીસે મોંઘીદાટ કાર જપ્ત કરી

નડીયાદ પશ્ચિમ પોલીસે મોંઘીદાટ કાર જપ્ત કરી છે. RTO જેવી જ નકલી નંબર પ્લેટ બનાવતા કાર્યવાહી થઇ છે. કારનો નંબર મેળવ્યા પહેલા જ નકલી નંબર પ્લેટ બનાવી છે. કારમાલિક અને નંબર પ્લેટ બનાવનાર સામે ફરિયાદ કરવમાં આવી છે. ફરિયાદ આધારે 14 લાખની કાર જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Rashifal 4 June 2025: અધિ યોગનું શુભ સંયોજન, આ રાશિના લોકોને વધુ લાભ મળશે

Tags :
Advertisement

.

×