Gujarati Top News : આજે 5 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 5 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગાંધીનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે તથા અમદાવાદના દિલ્હી દરવાજા પાસે જૂનો દરવાજો ધરાશાયી થયો છે. જેમાં રાત્રે અચાનક જ દરવાજો ધરાશાયી થતા ભયનો માહોલ સર્જાયો તેમજ સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતર મુદ્દે સેનેટરી ઈન્સ્પેક્ટર ઝડપાયો છે. નગરપાલિકામાં ફરજ બજાવતા બે કોન્ટ્રાક્ટરના મોત થયા હતા તેમજ સુરેન્દ્રનગરના લીંબડીમાં જર્જરીત મકાનની છત ધરાશાયી થઇ તથા ભેળસેળીયા વેપારી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ત્રાટક્યું જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત....
ગાંધીનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે
ગાંધીનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. મહાત્મા મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે જેમાં 'એક પેડ મા કે નામ' કાર્યક્રમ યોજાશે. વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે નવા સચિવાલય-ગાંધીનગર ખાતે “માતૃવન – વન કવચ” મિયાવાકી જંગલનું ભૂમિપૂજન થશે. તદુપરાંત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીના હસ્તે પ્લાસ્ટિકના વિકલ્પો અને રિસાયક્લિંગ સોલ્યુશન્સના પ્રદર્શનનું લોકાર્પણ થશે. ઉજવણી સમારોહ દરમિયાન મુખ્યમંત્રી વિવિધ પર્યાવરણીય તેમજ વન વિભાગના નવીન પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ભૂમીપૂજન કરશે.
અમદાવાદના દિલ્હી દરવાજા પાસે જૂનો દરવાજો ધરાશાયી
અમદાવાદના દિલ્હી દરવાજા પાસે જૂનો દરવાજો ધરાશાયી થયો છે. જેમાં રાત્રે અચાનક જ દરવાજો ધરાશાયી થતા ભયનો માહોલ સર્જાયો હતો. શહેરની ઓળખ સમા સૌથી જૂનો દરવાજો હતો. તેમજ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર અત્યાર સુધી સામે આવ્યા નથી.
સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતર મુદ્દે સેનેટરી ઈન્સ્પેક્ટર ઝડપાયો
સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતર મુદ્દે સેનેટરી ઈન્સ્પેક્ટર ઝડપાયો છે. નગરપાલિકામાં ફરજ બજાવતા બે કોન્ટ્રાક્ટરના મોત થયા હતા. સેનેટરી ઈન્સ્પેક્ટર હર્ષદ કટારિયાને ઝડપી પાડ્યો છે. જે છેલ્લા 4 માસથી આરોપી નાસતો ફરતો હતો. કોન્ટ્રાક્ટરને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો. તથા પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર પોલીસ પકડથી બહાર છે.
સુરેન્દ્રનગરના લીંબડીમાં જર્જરીત મકાનની છત ધરાશાયી થઇ
સુરેન્દ્રનગરના લીંબડીમાં જર્જરીત મકાનની છત ધરાશાયી થઇ છે. જર્જરીત મકાનની છત પડતાં બે મહિલાઓને ઈજાઓ પહોંચી છે. બન્ને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બન્ને મહિલાઓને માથા તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચી છે.
ભેળસેળીયા વેપારી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ત્રાટક્યું
ભેળસેળીયા વેપારી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ત્રાટક્યું છે. જેમાં થાનગઢ ચોટીલા રોડ પરથી 13.16 લાખનું નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં શિવ ઈન્ડસ્ટ્રીઝમાંથી જથ્થો મળ્યો છે. ઘીના નમૂના લીધા બાદ 2700 કિલોથી વધુનો જથ્થો જપ્ત કરાયો છે. 520 કિલો લુઝ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં ભેળસેળ અને ડુપ્લીકેટ ઘીની આશંકાએ દરોડા પડ્યા છે. તથા ફૂડ વિભાગ દ્વારા 13 લાખથી વધુનો ઘીનો જથ્થો જપ્ત કરાયો છે.
આ પણ વાંચો: Rashifal 5 June 2025: આ રાશિના લોકોને આજે વસુમાન યોગથી મળશે ઇચ્છિત લાભ, કારકિર્દીમાં થશે પ્રગતિ