Gujarati Top News : આજે 6 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. જેમાં કરોડોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે તથા વિદ્યાના ધામ આણંદમાં નશાનો કારોબાર ઝડપાયો છે જેમાં વિદ્યાનગર પોલીસે 63 લાખથી વધુનું MD અને ISD ડ્રગ્સ ઝડપ્યું અને જામનગરના લાલપુર તાલુકાના મેઘપર ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. પરપ્રાંતીય બોગસ ડોક્ટર પર SOG પોલીસની કાર્યવાહી થઇ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટની મુલાકાતે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. જેમાં કરોડોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ રાજકોટ મનપાના અલગ અલગ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેશે. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાશે. તથા મુખ્યમંત્રી મનપાના નગરસેવકો સાથે બેઠક કરે તેવી શક્યતાઓ છે.
વિદ્યાના ધામ આણંદમાં નશાનો કારોબાર ઝડપાયો
વિદ્યાના ધામ આણંદમાં નશાનો કારોબાર ઝડપાયો છે. વિદ્યાનગર પોલીસે 63 લાખથી વધુનું MD અને ISD ડ્રગ્સ ઝડપ્યું છે. જેમાં 5.36 ગ્રામ MD ડ્રગ્સ અને 250 મિલિગ્રામ ISD ડ્રગ્સ મળ્યું છે. તથા પોલીસે કુલ 62.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને બંને પેડલરોની અટકાયત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ડ્રગ્સ ક્યાંથી અને કોને આપવાના હતા તે અંગે તપાસ હાથ ધરી છે.
જામનગરના લાલપુર તાલુકાના મેઘપર ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો
જામનગરના લાલપુર તાલુકાના મેઘપર ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. પરપ્રાંતીય બોગસ ડોક્ટર પર SOG પોલીસની કાર્યવાહી થઇ છે. જેમાં કોઈ પણ મેડિકલ ડીગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો હતો. સુકુમાર મનોહર હલદાર નામનો બોગસ ડોકટર પોલીસ પાંજરે પુરાયો છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઝડપાયેલ બોગસ ડોકટર પાસેથી મુદ્દામાલ જપ્ત કરાયો છે. દવાઓ, સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રિલાયન્સ કંપનીની મજુર વસાહતનો લાભ લેવા બોગસ ડોક્ટર આવ્યો હતો.
સાબરકાંઠાના હિંમતનગરની આંગડીયા પેઢીમાં પોલીસ તપાસ શરૂ
સાબરકાંઠાના હિંમતનગરની આંગડીયા પેઢીમાં પોલીસ તપાસ શરૂ થઇ છે. આરકે આંગડીયા પેઢીનાં વ્યવહારોને લઈ જૂનાગઢ પોલીસે રેડ કરી છે. જૂનાગઢના બુટલેગરના પુત્રના 92.10 લાખના વ્યવહારો સામે આવ્યા છે. આંગડીયા પેઢીના સંચાલક ગૌતમ અને પંકજને જૂનાગઢ હાજર રહેવા નોટિસ આપવામાં આવી છે. 50 લાખ રૂપિયાની રકમ જૂનાગઢ પોલીસે કબ્જે લીધી છે. તથા ધીરેન કારીયા રાજસ્થાન, પંજાબ અને હરિયાણાથી દારુનો જથ્થો હેરફેર કરતો હતો. દારુના હેરફેરને લઈ રકમના વ્યવહારો હોવાની આશંકાએ તપાસ થશે. તથા આરકે આંગડીયા પેઢી બીઝેડ કૌભાંડ વખતે ચર્ચામાં આવી હતી.