Gujarati Top News : આજે 8 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 8 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ રહેશે તથા સુરતમાં મેડિકલ એડમિશન સેમિનાર યોજવામાં આવ્યો છે. જેમાં ટીમ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા સેમિનારનું આયોજન કરાયુ તેમજ રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી મોટો ઉછાળો આવ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં નવા 183 કેસ નોંધાયા છે તથા ગિફ્ટ સિટીમાં ઈન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ થયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી
ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ રહેશે. તેમજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા તથા તાપી, ડાંગ, સુરત, નવસારીમાં વરસાદની આગાહી સાથે રાજકોટ, અમરેલી, ભાવનગર તથા બોટાદ, જૂનાગઢ, પોરબંદરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થાય તેમજ અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે.
સુરતમાં મેડિકલ એડમિશન સેમિનાર યોજવામાં આવ્યો
સુરતમાં મેડિકલ એડમિશન સેમિનાર યોજવામાં આવ્યો છે. જેમાં ટીમ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા સેમિનારનું આયોજન કરાયુ છે. સેમિનારમાં નિષ્ણાત તબીબો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું તથા એડમિશન કોર્સ સહિત ઉજ્જવળ ભવિષ્યના પ્રશ્નો અંગે સંવાદ થયો છે. તબીબો દ્વારા યોગ્ય માર્ગદર્શન અને સલાહ સૂચન અપાયા છે. તથા ભવિષ્યમાં મેડિકલક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા સેમિનાર યોજાયો છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી મોટો ઉછાળો આવ્યો
રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી મોટો ઉછાળો આવ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં નવા 183 કેસ નોંધાયા છે. તથા રાજ્યમાં હાલ કોરાનાના 822 એક્ટિવ કેસ છે. તેમજ 822 પૈકી 793 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું હતું કે, જો હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણોમાં જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ખાંસી/છીંક દરમિયાન નાકનું મોં ઢાંકવું. જાહેર સ્થળોએ થૂંકવું નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઈઝ૨નો ઉપયોગ કરાવવો વગેરે કોવિડ એપ્રોપ્રીયેટ બિહેવિયરનું પાલન કરવું. કો-મોર્બીડ કંડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો.
ગિફ્ટ સિટીમાં ઈન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ થયો
ગિફ્ટ સિટીમાં ઈન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ થયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 32 કરોડના ખર્ચે સેન્ટરમાં અત્યાધુનિક સુવિધા વિકસાવાશે. AI અને ડેટા એનાલિટીક્સ-બ્લોકચેન અને ક્લાઉડ આધારિત સુવિધા મળશે. અંદાજે 1,000થી વધુ પ્રોફેશનલ્સને રોજગારીના અવસર પણ પૂરા પાડશે. AI ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે સેન્ટરનો પ્રારંભ કરાયો તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે.
આ પણ વાંચો: Rashifal 8 June 2025: ઉભયચારી યોગ બનતા આ રાશિના લોકોને થશે મોટો લાભ