Gujarati Top News : આજે 9 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 9 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : મોદી સરકાર 3.0નું સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયુ છે. જેમાં ત્રીજી ટર્મનું એક વર્ષ પૂર્ણ થતાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું તથા વેકેશન બાદ આજથી શાળાઓ ફરી ધમધમી થઇ છે. આજે શૈક્ષણિક સત્ર 2025-26નો પ્રથમ દિવસ છે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે છે. જેમાં સ્વામિનારાયણ ગુરુકુળના નવીન બિલ્ડીંગનું લોકાર્પણ કરશે તથા બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસકર્મીના આપઘાતનો મામલે લેવાયો નિર્ણય લેવાયો છે તેમજ અમરેલી શહેરમાં કોરોનાની એન્ટ્રી થઇ સહિતના સમાચાર જાણવા જોડાયેલા રહો સતત...
મોદી સરકાર 3.0નું સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયુ
મોદી સરકાર 3.0નું સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયુ છે. જેમાં ત્રીજી ટર્મનું એક વર્ષ પૂર્ણ થતાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પદયાત્રા દ્વારા વિવિધ સિદ્ધિઓ જનતા સમક્ષ મુકશે. તથા ઓપરેશન સિંદૂર સહિતની અનેક સિદ્ધિઓ જણાવશે. સરકાર અને સંગઠન દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મોદી સરકારના 11 વર્ષની ઉજવણી પણ કરાશે.
વેકેશન બાદ આજથી શાળાઓ ફરી ધમધમી થઇ
વેકેશન બાદ આજથી શાળાઓ ફરી ધમધમી થઇ છે. આજે શૈક્ષણિક સત્ર 2025-26નો પ્રથમ દિવસ છે. શાળાઓ આજે વિદ્યાર્થીઓના કલરવથી ગૂંજી ઉઠી છે. સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકોનું વિતરણ થશે. સતત 35 દિવસ સુધી ચાલેલાં ઉનાળું વેકેશન દરમિયાન વિદ્યાર્થી-વાલીઓએ સ્થાનિકથી લઈ વિવિધ ફરવાલાયક સ્થળોની મુલાકાત લઈ વેકેશનની મોજ માણી હતી. તો, આ સમય દરમિયાન શહેર અને જિલ્લામાં વિવિધ શૈક્ષણિક-સામાજિક-સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા અનેકવિધ નવા વિચારો સાથેના સમર કેમ્પ સહિત વિદ્યાર્થીઓમાં રહેલી કલાને મંચ પુરૂં પાડતાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે છે. જેમાં સ્વામિનારાયણ ગુરુકુળના નવીન બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. તથા નવતમ સ્વામી અને કે.પી સ્વામી તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહેશે. તથા જિલ્લાના તમામ ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખ પણ હાજર રહેશે.
બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસકર્મીના આપઘાતનો મામલો
બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસકર્મીના આપઘાતનો મામલે લેવાયો નિર્ણય લેવાયો છે. જેમાં મૃતકના પરિવારોને પોલીસે સમજાવતા સમાધાન થયું છે. મૃતકના મૃતદેહને પરિવારજનો આજે ઘરે લઈ જશે. પોલીસકર્મીના આપઘાતની તપાસ દિયોદર ASP ને સોંપાઈ છે. મૃતકના પરિવારને સરકારી લાભો મળશે તેવી બાંહેધરી અપાઈ છે. તથા ઉપરી અધિકારીઓના દબાણથી આપઘાતનો પરિવારનો આક્ષેપ છે.
અમરેલી શહેરમાં કોરોનાની એન્ટ્રી થઇ
અમરેલી શહેરમાં કોરોનાની એન્ટ્રી થઇ છે. જેમાં અમરેલીના લીલીયા રોડ પર વધુ એક કેસ નોંધાયો છે. અમરેલીનો 37 વર્ષીય યુવાન કોરોના પોઝિટિવ થતા તંત્ર સાવધ થયુ છે. રાજુલા, સાવરકુંડલા બાદ હવે કોરોનાની અમરેલી શહેરમાં એન્ટ્રી થઇ છે. કોરોનાના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. વધતા જતાં કેસો સામે તંત્ર દ્વારા સાવચેત રહેવા અપીલ કરાઇ છે.
આ પણ વાંચો: Rashifal 9 June 2025: આ રાશિના લોકોને નીચંભાગ રાજયોગથી રાજસી સુખ અને લાભ મળશે