Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 25 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

ગુજરાતમાં વિવિધ ઘટનાઓમાં આજે અમદાવાદના વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટનામાં આજે બપોર સુધીમાં તમામ ટ્રેન કાર્યરત થશે. આજે ગુજરાત ટાઇટન્સ-કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો થશે
gujarati top news   આજે 25 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 25 માર્ચ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે 25 માર્ચ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. અમદાવાદના વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટનામાં આજે બપોર સુધીમાં તમામ ટ્રેન કાર્યરત થશે. આજે ગુજરાત ટાઇટન્સ-કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો તથા બપોરે પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની થશે શરૂઆત તેમજ વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ કર્મચારીઓની બદલીનો દોર શરૂ થયો છે.

Advertisement

અમદાવાદના વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના

અમદાવાદના વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઇ છે. જેમાં બુલેટ ટ્રેનની કામગીરીમાં ક્રેન તૂટતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. રેલવેના જનરલ મેનેજર એ.કે મિશ્રા ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. દુર્ઘટનાના કારણે 25થી વધુ ટ્રેન રદ કરતા લોકોને હાલાકી પડી રહી છે. જેમાં 15 ટ્રેન આંશિક રદ, 5 ટ્રેન રિશિડ્યુલ, 6 ટ્રેન ડાયવર્ટ કરાઈ હતી. જેમાં 20 કલાક મહેનત બાદ ક્રેન રેલવે ટ્રેકથી હટાવાઇ છે. ટ્રેન હટાવવા માટે 750 ટનની બે ક્રેન, 500 ટનની બે અને 130 ટન 1 ક્રેનની મદદ લેવામાં આવી છે. તથા રેલવે વિભાગ દ્વારા પાટાની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં આજે બપોર સુધીમાં તમામ ટ્રેન કાર્યરત થશે.

Advertisement

આજે ગુજરાત ટાઇટન્સ-કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો

આજે ગુજરાત ટાઇટન્સ-કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો. અમદાવાદના નમો સ્ટેડિયમમાં IPL 2025ની પાંચમી મેચ રમાશે. IPL મેચ પહેલા ટીમના ખેલાડીઓએ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી છે. કિંગ્સ ઇલેવન પંજાબના આસિસ્ટન્ટ કોચે ટીમને સંતુલિત ગણાવી છે.
ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે સાંજે 7:30 કલાકે મેચ રમાશે.

બપોરે પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની થશે શરૂઆત

બપોરે પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની શરૂઆત થશે. જેમાં નાણાં, ઉર્જા, જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગના પ્રશ્નો પર ચર્ચા સાથે અન્ન અને નાગરિક પુરવઠા, સહકાર, પ્રોટોકોલ વિભાગના પ્રશ્નો પર ચર્ચામ થશે. તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કાયદા વિભાગની માંગણીઓ પર ચર્ચા અને પ્રશ્નોત્તરી કાળ બાદ માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે.

વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ કર્મચારીઓની બદલીનો દોર

અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ કર્મચારીઓની બદલીનો દોર શરૂ થયો છે. જેમાં અમદાવાદ શહેરમાં 400થી વધારે કોન્સ્ટેબલ, ASIની બદલી કરવામાં આવી છે. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIની ટ્રાફિક પોલીસમાં બદલી કરાઇ છે. અમદાવાદ CPએ 440 પોલીસકર્મીઓની બદલીના આદેશ કર્યા છે.

આજે સવારથી નડિયાદથી મહુધા રોડ કરાશે બંધ

આજે સવારથી નડિયાદથી મહુધા રોડ બંધ કરાશે. શેઢી નદી ઉપરના બ્રિજના સમારકામને લઈ રસ્તો બંધ થશે. આવતીકાલથી આગામી 24 એપ્રિલ સુધી રસ્તો બંધ રહેશે. ડાયવર્ઝન રૂટ પરથી ભારે-હલકા વાહનો જઈ શકશે. નડિયાદ-મોડાસા રોડના ભારે ટ્રાફિકને મોટી અસર થશે. જેમાં ખેડા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ છે.

આ પણ વાંચો: Rashifal 25 march 2025 : આજે વસુમતી યોગથી આ રાશિઓને મળી રહ્યો છે લાભ

Tags :
Advertisement

.

×