Gujarati Top News : આજે 28 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 28 માર્ચ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 28 માર્ચ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગરમીથી થોડી રાહત મળશે તથા વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ તેમજ આજે નર્મદામાં UCCની બેઠક યોજાશે.
આગામી 24 કલાકમાં ગરમીથી મળશે થોડી રાહત
ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગરમીથી થોડી રાહત મળશે. જેમાં હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીની આગાહી સામે આવી છે. તેમજ આંધી વંટોળ સાથે અનેક વિસ્તારમાં પવનની ગતિ તેજ રહેશે. ઉત્તર ભારતના વિસ્તારોમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના ઠંડા પવનનો ગુજરાત તરફ આવતાં ગરમીમાં થોડી રાહત મળી છે. આગામી 24 કલાકમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બીજી બાજુ ધોમધખતા તડકા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 10 એપ્રિલ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ
વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. જેમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે. તથા ઉદ્યોગ, કુટીર, ઉડ્ડયન વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતાના પ્રશ્નો પર ચર્ચા થશે. માહિતી અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નો પર ચર્ચા તથા પૂર્વ ધારાસભ્ય બિપિનચંદ્ર ભટ્ટના અવસાન પર શોકદર્શક ઉલ્લેખ રજૂ થશે. પ્રભારી મંત્રી તરીકે ઋષિકેશ પટેલ કેગનો અહેવાલ રજૂ કરશે.
અમદાવાદની વાડજ પોલીસની ઉતકૃષ્ટ કામગીરી
અમદાવાદની વાડજ પોલીસની ઉતકૃષ્ટ કામગીરી સામે આવી છે. જેમાં 13 વર્ષીય તરુણ કહ્યા વગર સ્કૂલેથી નીકળી ગયો હતો. તેમાં માત્ર 3 કલાકમાં વાડજ પોલીસે તરુણને શોધી પરિવારને સોંપ્યો છે. જેમાં પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીને લઈ પરિવારે સન્માન પણ કર્યું છે.
આજે નર્મદામાં UCCની બેઠક યોજાશે
આજે નર્મદામાં UCCની બેઠક યોજાશે. જેમાં ગુજરાત UCC કમિટીના સભ્યો ઉપસ્થિત રહેશે. બેઠકમાં નર્મદા જિલ્લાના નેતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ આપ ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર રહેશે.
પાટણ નગરપાલિકામાં જન્મના દાખલા કઢાવવા લોકોની ભીડ
પાટણ નગરપાલિકામાં જન્મના દાખલા કઢાવવા લોકોની ભીડ જામી છે. જન્મ મરણ ખાતાની કચેરીમાં છેલ્લા ત્રણ દિવસથી સર્વ ડાઉન છે. રોજના 200થી 300 લોકો જન્મનો દાખલો કઢાવવા આવે છે. તેમાં 50થી 100 દાખલા જ નીકળતા લોકોને ધક્કા ખાવાનો વારો આવે છે. સર્વર ડાઉન હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.