ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarati Top News : આજે 31 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે ચૈત્ર નવરાત્રીનું બીજું નોરતું છે આ વખતે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે છે
06:48 AM Mar 31, 2025 IST | SANJAY
આજે ચૈત્ર નવરાત્રીનું બીજું નોરતું છે આ વખતે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે છે
Gujarat today, Ahmedabad @ Gujarat First

આજે 31 માર્ચ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે 31 માર્ચ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. આજથી 3 એપ્રિલ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. જેમાં 20 કરતાં વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી તથા આજે ચૈત્ર નવરાત્રીનું બીજું નોરતું છે. આ વખતે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે છે. તથા ગોંડલના યુવાન રાજકુમાર જાટના મોતનો જયપુરમાં પડઘો પડ્યો તે સાથે જાણો વિવિધ સમાચાર...

આજથી 3 એપ્રિલ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

આજથી 3 એપ્રિલ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. જેમાં 20 કરતાં વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી છે. તેમાં વરસાદની આગાહીને લઈ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 એપ્રિલથી દક્ષિણ ભારતમાં કેરળથી કર્ણાટક મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની પ્રબળ શક્યતા છે જેની અસર ગુજરાતમાં પણ થઇ શકે છે. જેથી ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, નર્મદા,તાપી, અમરેલી,ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે ચૈત્ર નવરાત્રીનું બીજું નોરતું

આજે ચૈત્ર નવરાત્રીનું બીજું નોરતું છે. આ વખતે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે છે. બીજા નોરતે બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. જેમાં અંબાજી-પાવગઢમાં ભક્તો ઉમટશે. માતાજીનું અનુષ્ઠાન શીધ્ર ફળદાયી નીવડશે. હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ ઋતુ, વસંત ઋતુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે. ચૈત્રિ નવરાત્રિમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. જે ભક્તો મા શક્તિની આરાધના કરતા હોય તેમના માટે નવરાત્રિ પરમ શુભદાયી, ફળદાયી, પવિત્ર અવસર છે.

ગોંડલના યુવાન રાજકુમાર જાટના મોતનો પડઘો જયપુરમાં

ગોંડલના યુવાન રાજકુમાર જાટના મોતનો જયપુરમાં પડઘો પડ્યો છે. જેમાં આજે જયપુરમાં જંગી સભા યોજાશે. જસ્ટીસ રાજકુમાર જાટના સુત્ર નીચે સભા યોજશે. 25 ધારાસભ્યો અને 4 સાંસદોએ CBI તપાસની માગ કરી છે. 27 દિવસ વિત્યા છતા ફરિયાદ ન નોંધાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

દક્ષિણ ગુજરાતની 9 સુગર મિલો શેરડીના ભાવ જાહેર કરશે

દક્ષિણ ગુજરાતની 9 સુગર મિલો શેરડીના ભાવ જાહેર કરશે. સુગર મિલના સંચાલકો શેરડીના પ્રતિ ટન દીઠ ભાવ જાહેર કરશે. ચાલુ વર્ષમાં ખેડૂતોને શેરડીના સારા ભાવ મળે તેવી આશા છે. ખાતર, બિયારણ, મજૂરીના ભાવ આસમાને પહોંચ્યા છે. ખેડૂતોને શેરડીના પોષણક્ષણ ભાવ મળે તો જ પરવડે તેવી સ્થિતિ છે. ગત વર્ષની સરખામણીએ સારો ભાવ મળે તેવી ખેડૂતોને આશા છે.

વાહન વ્યવહાર વિભાગ દ્વારા STના ભાડામાં વધારો

વાહન વ્યવહાર વિભાગ દ્વારા STના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ પણ ભાડા વધારા માટે માગ કરી છે. ટ્રાવેલ્સ સંચાલકોએ રાજ્ય સરકાર સમક્ષ માગ કરી છે. બાપુનગર ટ્રાવેલ્સ યુનિયન દ્વારા તર્ક મૂકવામાં આવ્યા છે કે
ડીઝલ અને ટોલટેક્સના ભાવ પણ વધી રહ્યા છે પરંતુ તેની સામે ભાડામાં વધારો થયો નથી.

આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ યથાવત

આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ યથાવત છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. આરોગ્ય કર્મચારીઓની હડતાળનો સુખદ અંત આવી શકે છે. ગ્રેડ-પે વધારવા માટે આરોગ્ય કર્મચારીઓ માગ કરી રહ્યા છે. તથા માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી છે. તથા 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર આરોગ્ય કર્મચારીઓ છે.

Tags :
ahmedabad gujarat newsGujarat FirstGujarat todayGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article