Gujarati Top News : આજે 10 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat : આજે 10 મે 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. ગુજરાતના બે જિલ્લામાં ગતરાત્રે પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. જેમાં પાક ડ્રોને બનાસકાંઠા અને કચ્છમાં રેકી કરી તથા કચ્છના કુરન નજીક ડ્રોન દેખાયો હોવાનું સામે આવ્યું છે. કુરન ગામના લોકોએ વીડિયો શેર કર્યો છે. જેમાં ડ્રોન ખુબ જ ઉચાઈએ હોવાનું લોકોએ જણાવ્યું છે તેમજ માઉન્ટ આબુમાં હાઈ એલર્ટને લઈને બજારો બંધ છે. તથા માઉન્ટ આબુમાં સંપૂર્ણપણે બ્લેક આઉટ છે. માઉન્ટમાં આબુમાં મોબાઈલ નેટવર્ક બંધ કરી દેવાયું તથા બનાસકાંઠાના થરાદના 24 ગામમાં બ્લેક આઉટ છે. તથા નાગરિકોને અફવાથી દૂર રહેવા તંત્રની અપીલ સાથે જ ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે દાદા સરકારની હાઈલેવલ બેઠક છે. તેમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા ઉપરાંત દિવસભરના તાજા સમાચાર જાણવા જોડાયેલા રહો સતત...
ગુજરાતના બે જિલ્લામાં ગતરાત્રે પાકિસ્તાની ડ્રોન દેખાયા
ગુજરાતના બે જિલ્લામાં ગતરાત્રે પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. જેમાં પાક ડ્રોને બનાસકાંઠા અને કચ્છમાં રેકી કરી હતી. બનાસકાંઠામાં 15 પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. ભુજ, કુંવરબેટ અને લક્કીનાળામાં ડ્રોન દેખાયા હતા. તથા કચ્છમાં એક ડ્રોનને આકાશમાં જ તોડી પડાયું છે. બનાસકાંઠાના 24 સરહદી ગામો રોજ પાળે બ્લેકઆઉટ છે. કચ્છ જિલ્લામાં પણ બ્લેકઆઉટથી અંધારપટ છવાયો હતો.
કચ્છના કુરન નજીક ડ્રોન દેખાયો હોવાનું સામે આવ્યું
કચ્છના કુરન નજીક ડ્રોન દેખાયો હોવાનું સામે આવ્યું છે. કુરન ગામના લોકોએ વીડિયો શેર કર્યો છે. જેમાં ડ્રોન ખુબ જ ઉચાઈએ હોવાનું લોકોએ જણાવ્યું છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. તેમાં એક દિવસ પૂર્વે કુરન નજીક ડ્રોન તોડી પડાયું હતુ. ભારત-પાક. તણાવને લઈ કચ્છના ભુજમાં બ્લેકઆઉટ છે. કચ્છ જિલ્લામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કરાયું છે. ભુજમાં બ્લેકઆઉટનું સ્વેચ્છાએ પાલન કરવા આદેશ છે. તમામ દુકાનોને બંધ કરવા આદેશ અપાયો છે. લોકો સ્વેછાએ બંધ નહીં કરે તો 7 દિવસ લાઈટ બંધ રહેશે. ભુજમાં ક્યાંક લાઈટ ચાલુ તો ક્યાક બંધ છે. તથા પોલીસ-RSS દ્વારા વાહનોની લાઈટ બંધ રાખવા સૂચના છે.
માઉન્ટ આબુમાં હાઈ એલર્ટને લઈને બજારો બંધ
માઉન્ટ આબુમાં હાઈ એલર્ટને લઈને બજારો બંધ છે. તથા માઉન્ટ આબુમાં સંપૂર્ણપણે બ્લેક આઉટ છે. માઉન્ટમાં આબુમાં મોબાઈલ નેટવર્ક બંધ કરી દેવાયું છે. બ્લેકઆઉટ દરમિયાન સ્થાનિકોને લાઈટ ન કરવા સૂચના અપાઈ છે. તથા 8 વાગ્યા પછી કોઈ પણ પ્રવાસીને રૂમની બહાર ન નીકળા અપીલ છે. માઉન્ટ આબુમાં આવેલા પ્રવાસીઓને સ્થાનિક તંત્રની અપીલ છે. પોલીસ, પાલિકા કર્મી, નાગરિક સંરક્ષણ ટીમ અને સ્વયમ સેવકો એક્શન મોડમાં છે. વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે જરૂરી વ્યવસ્થા કરાઈ છે. માઉન્ટ આબુના કેટલાક વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવાઈ છે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તંત્રને જાણ કરવા અપીલ છે.
બનાસકાંઠાના થરાદના 24 ગામમાં બ્લેક આઉટ
બનાસકાંઠાના થરાદના 24 ગામમાં બ્લેક આઉટ છે. તથા નાગરિકોને અફવાથી દૂર રહેવા તંત્રની અપીલ છે. તેમજ 24 ગામોમાં તકેદારીના ભાગરૂપે બ્લેકઆઉટ છે. તંત્ર દ્વારા અપાતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ છે. તથા રાજ્યની 542 એમ્બ્યુલન્સનું સંચાલન 108ને સોંપવામાં આવ્યું છે. તેમજ સરકારીકર્મીઓ માટે સો. મીડિયા અંગેની ગાઇડલાઇન જાહેર કરી છે. તથા 154 મેડિકલ ઓફિસરોને સરહદી જિલ્લામાં નિયુક્તિ કરાઈ છે.
ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે દાદા સરકારની હાઈલેવલ બેઠક
ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે દાદા સરકારની હાઈલેવલ બેઠક છે. તેમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. ગાંધીનગર સ્ટેટ ડિઝાસ્ટર ઈમરજન્સી સેન્ટર ખાતે બેઠક મળી હતી. રાજ્યના સરહદ વિસ્તારની સુરક્ષા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. તથા પાકિસ્તાન સામેના યુદ્ધમાં ગુજરાત સરકાર દરેક પડકાર માટે તૈયાર છે. વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રીએ ટેલિફોનિક વાતચીત કરી છે. ગુજરાતની સરહદી પરિસ્થિતિ સંદર્ભે વડાપ્રધાને માહિતી મેળવી છે. CMની અધ્યક્ષતામાં સવારે હાઈલેવલ બેઠકો યોજાઈ છે. ગુજરાત ફ્રન્ટીયરના ત્રણેય સેનાના અને BSFના અધિકારી હાજર રહ્યા છે. ગુજરાત સરકારના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરાઈ છે. પરવાનગી વિના હેડક્વાર્ટર ન છોડવા માટે નિર્દેશ અપાયા છે.