Gujarati Top News : આજે 11 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 11 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 11 મે 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. જામનગરમાં સમગ્ર રાત દરમિયાન બ્લેકઆઉટ રહ્યું છે. જેમાં સાયરન વગાડી બ્લેક આઉટ હટાવવા જાણ કરાઈ છે તથા ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની જાહેરાત બાદ નાપાક હુમલો થયો છે. પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત સામે આવી તેમજ દ્વારકા જિલ્લામાં બ્લેક આઉટ કરાવવા પોલીસનું પેટ્રોલિંગ છે. જેમાં રાત્રીના સમયે પેટ્રોલ પંપ સહિત શહેરના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ શરૂ કરાયુ તથા પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘન વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. જેમાં જામનગર જિલ્લામાં બ્લેક આઉટ કરવામાં આવ્યું આ ઉપરાંત આજે દિવસભરના તાજા સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો સતત...
જામનગરમાં સમગ્ર રાત દરમિયાન બ્લેકઆઉટ રહ્યું છે
જામનગરમાં સમગ્ર રાત દરમિયાન બ્લેકઆઉટ રહ્યું છે. જેમાં સાયરન વગાડી બ્લેક આઉટ હટાવવા જાણ કરાઈ છે. તથા લોકોએ તંત્રના આદેશને વધાવી લઈ સહકાર આપ્યો છે. આખી રાત કંટ્રોલ રૂમના ફોન વાગતા રહ્યાં છે. જેમાં બે જગ્યાએ ડ્રોન જેવું દેખાતા ફોન કોલ્સ વાગતા રહ્યાં છે. પોલીસે તાબડતોબ જે તે સ્થળે પહોંચી ચેકીંગ કર્યું છે. જો કે તપાસમાં કશું પણ શંકાસ્પદ ન જણાયું હતુ.
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની જાહેરાત બાદ નાપાક હુમલો થયો
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની જાહેરાત બાદ નાપાક હુમલો થયો છે. પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત સામે આવી છે. જેમાં પાકિસ્તાને સિઝફાયરનું ઘોર ઉલ્લંઘન કર્યું છે. શ્રીનગર, જમ્મુ, જેસલમેર, ભુજમાં ડ્રોન એટેક કર્યા છે. ભારતીય સેનાએ તમામ ડ્રોન એટેક નિષ્ફળ કર્યા છે તથા સરહદી વિસ્તારના અનેક સ્થળે ડ્રોન હુમલા કર્યા છે. ભારતે પાકિસ્તાનના તમામ ડ્રોન તોડી પાડ્યા છે. પાકિસ્તાન સરકારના કહેવામાં પાક સેના નથી.
દ્વારકા જિલ્લામાં બ્લેક આઉટ કરાવવા પોલીસનું પેટ્રોલિંગ
દ્વારકા જિલ્લામાં બ્લેક આઉટ કરાવવા પોલીસનું પેટ્રોલિંગ છે. જેમાં રાત્રીના સમયે પેટ્રોલ પંપ સહિત શહેરના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ શરૂ કરાયુ હતુ. પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરના ઉલ્લંઘન બાદ જિલ્લામાં બ્લેકઆઉટ કરાયુ હતુ. કલેક્ટરના આદેશ બાદ પોલીસ વિભાગ પણ હરકત આવ્યું છે. રાત્રીના સમયે લાઈટો બંધ કરાવવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયુ હતુ. ખંભાળિયા શહેરમાં પોલીસ દ્વારા બ્લેકઆઉટ માટે પેટ્રોલિંગ તથા સલાયા, ખંભાળિયા સહિતની જગ્યાએ લાઈટો બંધ કરાવવા કામગીરી કરી છે. ત્યારે આજે સવારે પણ કાર્યવાહી શરૂ છે.
પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘન વચ્ચે મોટા સમાચાર આવ્યા
પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘન વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. જેમાં જામનગર જિલ્લામાં બ્લેક આઉટ કરવામાં આવ્યું છે. સિક્કા પોર્ટ અને રિલાયન્સના બોર્ડર વિસ્તારમાં સ્વૈચ્છિક બ્લેક આઉટ છે. તેમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બ્લેક આઉટ જાહેર છે. તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કનટ્રોલ રૂમની સમગ્ર સ્થતિ પર બારીકાઇથી નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Horoscope 11 May 2025: રવિવારે રવિ યોગમાં આ 5 રાશિઓ પ્રગતિ કરશે, વ્યવસાયમાં મોટી સફળતા મળશે