Gujarati Top News : આજે 12 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 12 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 12 મે 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. ગાંધીનગર ખાતે બેઠકોનો દૌર શરૂ થશે. જેમાં સરહદી ક્ષેત્ર પર વર્તમાન સ્થિતિને લઈ બેઠકો યોજાઇ શકે છે તથા અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી અને ભુજ તાલુકાના કુરન વિસ્તારમાં ડ્રોન દેખાયાની ચર્ચા છે. જેમાં જખૌ વિસ્તારમાં ડ્રોન દેખાયાની વાત વહેતી થઇ તથા આપાતકાલીન પરિસ્થિતિમાં લોકોએ સ્વબચાવ માટે નાગરિક સંરક્ષણ મોકડ્રિલ યોજાઈ
સહિતના દિવસભર તાજા સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગાંધીનગર ખાતે બેઠકોનો દૌર શરૂ થશે
ગાંધીનગર ખાતે બેઠકોનો દૌર શરૂ થશે. જેમાં સરહદી ક્ષેત્ર પર વર્તમાન સ્થિતિને લઈ બેઠકો યોજાઇ શકે છે. તેમજ કચ્છમાં ડ્રોન હુમલા અને સર્વેલન્સને નિષ્ફળ બનાવાયા છે તથા સરહદી ક્ષેત્રની સ્થિતિ પર નજર રહેશે ત્યારે CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી રિવ્યૂ બેઠક કરી શકે છે. જેમાં રાજ્યની સરહદી બોર્ડરોની સ્થિતિ અંગે માહિતી મેળવશે.
અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી
અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. જ્યારે GST નું અમલી કરણ 2017 માં થયુ હતુ ત્યારે સરકારનું વચન હતુ કે one nation one tax ખાલી GST લાગુ થસે બાકી બધા ટેક્સ નીકળી જશે એ નિકળી પણ ગયા પણ પ્રોફેશનલ ટેક્સ બાકી રહી ગયો છે. તેથી વેપારીઓને પ્રોફેશનલ ટેક્સમાં મુક્તિ આપો તેવી રજૂઆત કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે એક તરફ ઓનલાઇન વેપારને કારણે વેપાર ઘણો બધો ઘટી ગયો છે. બીજી તરફ મોટી મોટી રિટેલ ચેઇનને કારણે નાના અને મધ્યમ વેપારીઓને વેપારનું મરણ થઈ ગયુ છે. ઘણા બધા નાના અને મધ્યમ વેપારીઓ તો જીવન સારી રીતે જીવી શકતા નથી. તેથી અમદાવાદ વેપારી મહા સંગઠન તરફથી પ્રોફેશનલ ટેક્સમાં મુક્તિ માટે રજૂઆત કરવામાં આવી છે.
ભુજ તાલુકાના કુરન વિસ્તારમાં ડ્રોન દેખાયાની ચર્ચા
ભુજ તાલુકાના કુરન વિસ્તારમાં ડ્રોન દેખાયાની ચર્ચા છે. જેમાં જખૌ વિસ્તારમાં ડ્રોન દેખાયાની વાત વહેતી થઇ છે જો કે પોલીસ આ અંગે કોઈ પુષ્ટિ કરતી નથી. સંવેદનશીલ વિસ્તારોમાં સેના તૈનાત છે. તથા ખાવડા વિસ્તારમાં પણ ડ્રોન દેખાયાની વાત સામે આવતા જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. કચ્છના નલિયા સહિતના વિસ્તારમાં ડ્રોન દેખાયાની અફવા સામે આવી છે. રાત્રે 10 કલાકે ડ્રોન દેખાયો હોવાની વાત સામે આવી હતી. જો કે પોલીસે ડ્રોન દેખાયાની વાતનું ખંડન કર્યું છે. તથા લાઈટો પવન ચક્કી અને સેટેલાઇટની હોવાનું બહાર આવ્યું છે.
આપાતકાલીન પરિસ્થિતિમાં લોકોએ સ્વબચાવ માટે નાગરિક સંરક્ષણ મોકડ્રિલ યોજાઈ
વેરાવળ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપાતકાલીન પરિસ્થિતિમાં લોકોએ સ્વબચાવ માટે નાગરિક સંરક્ષણ મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં તંત્ર દ્વારા તમામ વિભાગોને સાથે રાખી મોકડ્રિલ યોજી છે. ફાયર, આરોગ્ય સહિતના વિભાગોનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળી સ્વબચાવની પદ્ધતિઓ વિશે લોકોને માહિતગાર કરાયા છે. તથા સમગ્ર દેશમાં પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષી વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ખાતે (કે.સી.સી ગ્રાઉન્ડ) ઉપર એન.સી.સી. કેડેટ્સ દ્વારા નાગરિકો માટે આપાતકાલીન પરિસ્થિતિમાં કઈ રીતે વિપરીત પરિસ્થિતિનો સામનો કરી શકાય તે માટેની સિવિક ડિફેન્સની સમજ આપતી નાગરિક સંરક્ષણ મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. આ મોકડ્રિલથી લોકોએ વિકટ પરિસ્થિતિમાં કઈ રીતે તેનો સ્વબચાવ કરવો તેના વિશે માહિતી આપી હતી.
આ પણ વાંચો : Rashifal 12 May 2025 : આજે ધન યોગને કારણે આ રાશિના લોકો ઘણું કમાશે, ભાગ્ય તેમનો સાથ આપશે