Gujarati Top News : આજે 13 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 13 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 13 મે 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. ડીસા તાલુકાના પાલડી ગામની ઘટના સામે આવી છે. જેમાં આઝાદીના આટલા વર્ષ બાદ પણ દલિત સમાજના લોકોની પાલડી ગામમાં બહિષ્કાર કરતી ઘટના સામે આવી તથા 10 વર્ષ જેવો સમય વીતવા છતાં ગંગાજળિયા તળાવ લોકો માટે બિનઉપયોગી તેમજ જામનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉનાળુ ઉભા પાકને નુકસાની તથા વકફ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી SCએ મુલતવી રાખી સહિતના દિવસભરના તાજા સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
આઝાદીના આટલા વર્ષ બાદ પણ દલિત સમાજના લોકોનો બહિષ્કાર
ડીસા તાલુકાના પાલડી ગામની ઘટના સામે આવી છે. જેમાં આઝાદીના આટલા વર્ષ બાદ પણ દલિત સમાજના લોકોની પાલડી ગામમાં બહિષ્કાર કરતી ઘટના સામે આવી છે. પાલડી ગામમાં શંકર ભગવાનના મંદિરે પ્રતિષ્ઠા સમય દલિત સમાજનો બહિષ્કાર કરાયો છે.
પાલડી ગામના લોકોએ દલિત સમાજના લોકોને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ અને ફાળો ન લેતા વિવાદ સર્જાયો છે. દલિત સમાજના લોકોએ પાલડી સરપંચને રજૂઆત કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. દલિત સમાજના લોકોએ પાલડી ગામના 20 લોકો વિરુદ્ધ ભીલડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છ. જો પાલડી ગામના દલિત સમાજની માંગ નહીં પૂરી થાય તો લિત સમાજના લોકો ધર્મ પરિવર્તન કરશે.
ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવને કરોડોનો ખર્ચ કરી બ્યુટીફીકેશન કરાયું
ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવને કરોડોનો ખર્ચ કરી બ્યુટીફીકેશન કરાયું અને શહેરના લોકો માટે હરવા ફરવા માટે વિકાસ કરાયો છે. જે સમયે કરોડોનો ખર્ચ કરી બ્યુટીફીકેશન કરાયું ત્યારે લોકો માટે બોટિંગ સહીતની સુવિધા ઉભી કરવા માટેનું આયોજન કરાયું હતું. અને હાલ સફાઈનો પણ અભાવ જોવા મળ્યો છે સાથે તળાવમાં ગંદગીનું ઘર જોવા મલી રહ્યું છે અને વનસ્પતિનું ઘર બની ગયું છે. ત્યાંથી પસાર થતા લોકો પણ અતિ દુર્ગધથી પરેશાન થયા છે પરંતુ ખર્ચો કરાયાને આશરે 10 વર્ષ જેવો સમય વીતવા છતાં ગંગાજળિયા તળાવ લોકો માટે બિનઉપયોગી જેવું બનીને પડ્યું છે.
જામનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉનાળુ ઉભા પાકને નુકસાની
જામનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉનાળુ ઉભા પાકને નુકસાની થઇ છે. જેમાં બાજરી, તલના પાકમાં વ્યાપક નુકશાન થયુ છે. જામનગર જિલ્લામાં ઉનાળુ બાજરી, તલ, અળદ, મગ સહિત 14 હજાર હેક્ટરમાં વાવેતર કર્યું હતુ. જિલ્લાના પાંચ પૈકી જામજોધપુર તાલુકામાં વ્યાપક નુકસાની થઇ છે. જેમાં સરકાર સર્વે કરી સહાય આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે.
વકફ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી SCએ મુલતવી રાખી
વકફ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી SCએ મુલતવી રાખી છે. આ કેસની સુનાવણી નવા CJI બી.આર. ગવઈની અધ્યક્ષતામાં થશે. સુપ્રીમ કોર્ટના હાલના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના આજે નિવૃત્ત થશે. આવતીકાલે બી.આર. ગવઈ નવા મુખ્ય ન્યાયાધીશના પદ પર શપથ લેશે.
આ પણ વાંચો: Rashifal 13 May 2025 : આજે આદિત્ય યોગમાં, આ 5 રાશિઓ પર બજરંગબલીનો આશીર્વાદ રહેશે, વ્યવસાયમાં મોટી સફળતા મળશે