Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 15 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજથી સાબરમતી નદીને સ્વચ્છ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્ય અને મેયરની ઉપસ્થિતિમાં અભિયાન શરૂ થશે
gujarati top news   આજે 15 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 15 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. છોટાઉદેપુરના ચિસાડિયામાં ગેરકાયદે રેતી ખનન પર દરોડા પડ્યા છે. જેમાં સોકતા કોતરામાં ગેરકાયદે થતા રેતી ખનન લોકોએ અટકાવી તથા આજથી સાબરમતી નદીને સ્વચ્છ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્ય અને મેયરની ઉપસ્થિતિમાં અભિયાન શરૂ થશે તેમજ ગીર અભ્યારણમાં સિંહોની વસ્તી ગણતરી હાથ ધરાઈ છે. રાજ્યના 11 જિલ્લામાં વસ્તી ગણતરી કરવામાં આવી તથા પોકસો કેસમાં બોટાદ સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. જેમાં કોર્ટે પોક્સોનો આરોપીને 20 વર્ષની કડક સજા ફટકારી તેમજ કચ્છ જિલ્લાના ટૂર ઓપરેટરોએ મોટો નિર્ણય લીધો છે. જેમાં અઝરબૈજાન અને તુર્કીના પ્રવાસ બુકિંગ પર પ્રતિબંધ મુક્યો સહિતના દિવસભર તાજા સમાચાર જાણવા જોડાયેલા રહો અમારી સાથે સતત...

Advertisement

છોટાઉદેપુરના ચિસાડિયામાં ગેરકાયદે રેતી ખનન પર દરોડા પડ્યા

છોટાઉદેપુરના ચિસાડિયામાં ગેરકાયદે રેતી ખનન પર દરોડા પડ્યા છે. જેમાં સોકતા કોતરામાં ગેરકાયદે થતા રેતી ખનન લોકોએ અટકાવી છે. તેમાં 25થી વધુ રેતીના ડમ્પર ગ્રામજનોએ દરોડા પાડી ઝડપી લીધા છે. ગ્રામજનોએ ખાણ-ખનીજના અધિકારી, પોલીસને બોલાવી હતી. તથા ખાણ-ખનીજ વિભાગ અને પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement

આજથી સાબરમતી નદીને સ્વચ્છ કરવાનું અભિયાન શરૂ

આજથી સાબરમતી નદીને સ્વચ્છ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્ય અને મેયરની ઉપસ્થિતિમાં અભિયાન શરૂ થશે. તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વિવિધ કમિટીના ચેરમેન હાજર રહેશે. તેમાં સવારે ગાંધીઆશ્રમથી સ્વચ્છતા અભિયાનની શરુઆત થશે.

ગીર અભ્યારણમાં સિંહોની વસ્તી ગણતરી હાથ ધરાઈ

ગીર અભ્યારણમાં સિંહોની વસ્તી ગણતરી હાથ ધરાઈ છે. રાજ્યના 11 જિલ્લામાં વસ્તી ગણતરી કરવામાં આવી છે. 10 થી 13 મે દરમિયાન બે તબક્કામાં ગણતરી કરાઈ છે. એશિયાટિક સિંહોની એક માત્ર વસ્તી ગીર અભ્યારણમાં છે. સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાના 58 તાલુકામા વસવાટ કરતા એશિયાટિક સિંહોની વસ્તી ગણતરી ચાલી રહી છે. અંતિમ તબક્કાની વસતી ગણતરી છે. છેલ્લા 2020માં કરાયેલી ગણતરીમાં ગુજરાતમાં 674 જેટલી સિંહોની વસ્તી હતી તેમા વધારો થવાની શક્યાતા જોવાઈ રહી છે. તો વનવિભાગના અધિકારી સાથે સાવજપ્રેમી સાંસદ પરિમલ નથવાણી પણ આ ગણતરીમાં જોડાયા છે.

પોકસો કેસમાં બોટાદ સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો

પોકસો કેસમાં બોટાદ સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. જેમાં કોર્ટે પોક્સોનો આરોપીને 20 વર્ષની કડક સજા ફટકારી છે. સગીરાને લલચાવી ભગાડી જઈને દુષ્કર્મ આચર્યું હતું. તેથી સગીરાના પિતાએ બોટાદ પોલીસમાં નોંધાવી હતી.બોટાદ સેશન્સ કોર્ટ (Botad Sessions Court) દ્વારા મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. પોક્સો હેઠળના આરોપીને કોર્ટે તમામ પુરાવાર અને દલીલોનાં આધારે દોષી ઠેરવીને 20 વર્ષની આકરી કેદની સજા ફટકારી છે. આરોપીએ સગીરાને લલચાવી ભગાડી જઈને દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિત સગીરાનાં પિતાએ બોટાદ પોલીસમાં (Botad Police) ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી.

પાક.ને ટેકો આપતા દેશોના પ્રવાસ બુકિંગ પર પ્રતિબંધનો નિર્ણય

કચ્છ જિલ્લાના ટૂર ઓપરેટરોએ મોટો નિર્ણય લીધો છે. જેમાં અઝરબૈજાન અને તુર્કીના પ્રવાસ બુકિંગ પર પ્રતિબંધ મુક્યો છે. ટૂર ઓપરેટરોએ કહ્યું, 'દેશથી ઉપર વ્યવસાય નથી' ટૂર ઓપરેટરોનો બંને દેશના બુકિંગ ન લેવાનો નિર્ણય છે. બંને દેશોએ યુદ્ધ સમયે પાકિસ્તાનને ટેકો જાહેર કર્યો હતો. આર્થિક નુકસાન છતાં, દેશભક્તિની ભાવના દર્શાવી છે. તેમજ પાક.ને ટેકો આપતા દેશોના પ્રવાસ બુકિંગ પર પ્રતિબંધનો નિર્ણય છે.

આ પણ વાંચો: Rashifal 15 May 2025: ગજકેસરી યોગથી આ રાશિના લોકોને ફાયદો થશે, આજે જાણો તમારું રાશિફળ

Tags :
Advertisement

.

×