Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 20 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન ફેઝ 2 શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ
gujarati top news   આજે 20 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 20 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન ફેઝ 2 શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે તેમજ રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળશે. કોંગ્રેસ TRP અગ્નિકાંડ મુદે મનપાનો ઘેરાવ કરી વિરોધ કરશે તથા આજે વિશ્વ મધમાખી દિવસ ત્યારે સુરતના કામરેજ તાલુકાના ઉંભેળ ગામે આવેલું મધમાખી ઉછેર કેન્દ્ર બન્યું તેમજ બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રીય ફળ ફણસની ખેતી અંકલેશ્વર સૌ પ્રથમ વખત કરી ખેડૂતો અન્ય ખેડૂત માટે નવી દિશા ચીંધી તથા વડોદરાના ઢોલાર ગામ પાસે બની હિટ એન્ડ રનની ઘટના બની છે અને મંત્રી બચુભાઈ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડ અને ડેપ્યુટી ડીડીઓ સહિત પાંચ લોકોની ધરપકડ સહિત જાણો આજના સમાચાર....

અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન ફેઝ 2 શરૂ કરવામાં આવ્યું

અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન ફેઝ 2 શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. અંદાજિત 10 હજારથી વધુ મકાનો તોડવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરાશે. તેમજ અંદાજિત 2 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે. ડિમોલિશન કાર્યવાહી સમયે 25 SRPની કંપની તૈનાત રહેશે. પહેલા ફેઝમાં દોઢ લાખ સ્ક્વેર મીટર જગ્યા ક્લિયર કરાઈ તથા બીજા ફેઝમાં અઢી લાખ સ્ક્વેર મીટર જગ્યા ક્લીયર કરાશે. થોડા દિવસ પહેલા અંદાજે 5 હજાર મકાનો તોડી પડાયા હતા.

Advertisement

સુરતના કામરેજ તાલુકાના ઉંભેળ ગામે આવેલું મધમાખી ઉછેર કેન્દ્ર બન્યું

આજે વિશ્વ મધમાખી દિવસ ત્યારે સુરતના કામરેજ તાલુકાના ઉંભેળ ગામે આવેલું મધમાખી ઉછેર કેન્દ્ર બન્યું છે. આત્મનિર્ભરતાનું મોડેલ, સુરતના ડભોલી વિસ્તારના વિનોદભાઈ નકુમે હીરાનો વ્યવસાય છોડીને મધમાખી ઉછેરથી નવી ઓળખ મેળવી છે. શ્રી અર્પીત ઓર્ગેનિક કંપની શરૂ કરીને 1100બોક્સ, 35 ટન મધનું ઉત્પાદન અને વાર્ષિક રૂ.૩૦ લાખની આવક સાથે 10 લોકોને રોજગારી વિનોદ ભાઈ નકુમ પૂરી પાડે છે

Advertisement

બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રીય ફળ ફણસની ખેતી

બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રીય ફળ ફણસની ખેતી અંકલેશ્વર સૌ પ્રથમ વખત કરી ખેડૂતો અન્ય ખેડૂત માટે નવી દિશા ચીંધી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પ્રથમ વખત ખેડૂત દ્વારા પરંપરાગત ખેતી સાથે બીજો પાક રૂપે ખેતરના શેઢા પર ખેતી કરી રહ્યા છે. ફણસ ડાયાબિટીસ રોકવામાં અકસીર હોવાનું સાબિત થયું છે. કોરોના વખતે આરોગ્ય જાળવવા ડિમાન્ડમાં વધારો થયો છે. દુનિયા સુપર ફૂડની શોધ કરી રહી છે, અને ફણસમાં (જેકફ્રૂટ ) તેમને સંભવિત સુપર ફુડના ઘણા લક્ષણો દેખાઈ રહ્યાં છે.

વડોદરાના ઢોલાર ગામ પાસે બની હિટ એન્ડ રનની ઘટના બની

વડોદરાના ઢોલાર ગામ પાસે બની હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અજાણ્યા ડમ્પર ચાલકે બાઈક સવાર પરિવારને અડફેટે લીધો છે. જેમાં બાઈક સવાર ઇસમનું ઘટના સ્થળે મોત થયું છે. સમગ્ર ઘટનામાં એક બાળક અને મહિલાને થઈ ગંભીર ઇજાઓ થતા
તમામ જાગ્રસ્તોને વડોદરા રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે. તેમા બાળકીની હાલત નાજુક બતાવવામાં આવી છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને અજાણ્યા વાહને પકડવામાં ચક્રો ગતિમાન કર્યા છે. બેફામ ચાલતા ડમ્પર ચાલકો સામે ડભોઇ પોલીસનું મૌન છે.

10 હજાર આસપાસ આંબાના વૃક્ષોનું નિકંદન કાઢ્યાના ગંભીર આક્ષેપો

પોરબંદર બરડા અભ્યારણ્ય વિસ્તારમા વન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી પેશકદમી હટાવવાની કામગીરી થઇ રહી છે આ કામગીરી લઇને સ્થાનિક રહેવાસીઓ વનવિભાગની કામગીરી સામે આક્રોશ વ્યકત કર્યો છે. પોરબંદર વન વિભાગે 10 હજાર આસપાસ આંબાના વૃક્ષોનું નિકંદન કાઢ્યાના ગંભીર આક્ષેપો થઇ રહ્યાં છે. આ મુદે માલધારી સમાજે પોરબંદરના કલેકટરથી માંડથી સાંસદ તેમજ વનમંત્રી સુધીની લેખિત રજુઆત કરી વનવિભાગના અધિકારીઓ વિરૂધ્ધ પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.

મંત્રી બચુભાઈ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડ અને ડેપ્યુટી ડીડીઓ સહિત પાંચ લોકોની ધરપકડ

દાહોદ મનરેગા કૌભાંડમા અનેક અટકળો અને આક્ષેપો વચ્ચે પોલીસે મંત્રી બચુભાઈ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડ અને ડેપ્યુટી ડીડીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરતા અત્યાર સુધી કુલ 12 લોકોની ધરપકડ થઈ છે. દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ડીઆરડીએ નિયામક દ્વારા દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકા પંચાયતમા મનરેગા યોજના હેઠળ 71 કરોડ થી વધુ રૂપિયાની ગેરરીતિ આચરાઈ હોવાની 35 એજન્સીના નામ સાથે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસ તપાસમાં અગાઉ કર્મચારીઓ તેમજ મંત્રી બચુભાઈ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડ સહિત સાત લોકો ની ધરપકડ કરી હતી.

રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળશે

રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળશે. કોંગ્રેસ TRP અગ્નિકાંડ મુદે મનપાનો ઘેરાવ કરી વિરોધ કરશે. એક વર્ષ બાદ પણ પગલાં ન લેવાતા કોંગ્રેસ આક્રમક થઇ છે. પદાધિકારીઓ સામે કોઈ પગલાં ન લેવાતા કોંગ્રેસમાં રોષ છે. આજે કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં મનપા કચેરીનો ઘેરાવ સહિત 25 મે સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે. જવાબદાર પદાધિકારી સામે પગલાં લેવા કોંગ્રેસે માગ કરી છે.

આ પણ વાંચો: Horoscope 20 May 2025 : આ રાશિ માટે આજે શુભ દિવસ, વાશી યોગથી થશે લાભ

Tags :
Advertisement

.

×