Gujarati Top News : આજે 21 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 21 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. આજે સિંહોની નવી ગણતરી પર સત્તાવાર જાહેરાત થશે. જેમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ સિંહોની નવી ગણતરીના આંકડા જાહેર કરશે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. જેમાં બેઠકમાં ગુજરાત પર વાવાઝોડાના ખતરા બાબતે સમીક્ષા થશે તથા આજે ભારતીય નેવીમાં એક પ્રાચીન જહાજનો સમાવેશ થશે. કારવાર સ્થિત નેવલ બેઝ ખાતે એક સમારોહમાં જાહેરાત થશે તેમજ પાકિસ્તાનને વિશ્વ સામે ઉઘાડું પાડવાની ભારતની તૈયારી છે. આજથી ભારતીય સાંસદોના વિદેશ પ્રવાસ શરૂ થશે તેમજ પાકિસ્તાનને વિશ્વ સામે ઉઘાડું પાડવાની ભારતની તૈયારી છે. આજથી ભારતીય સાંસદોના વિદેશ પ્રવાસ શરૂ થશે આ ઉપરાંત દિવસભરના તાજા સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
આજે સિંહોની નવી ગણતરી પર સત્તાવાર જાહેરાત થશે
આજે સિંહોની નવી ગણતરી પર સત્તાવાર જાહેરાત થશે. જેમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ સિંહોની નવી ગણતરીના આંકડા જાહેર કરશે. કેબિનેટ બેઠક પહેલા CM સિંહોના નવા આંકડાની જાહેરાત કરશે. મુખ્ય વન વિસ્તારની સાથે રેવન્યુ વિસ્તારમાં રહેતા સિંહોનો સમાવેશ કરાશે. મંત્રી મુળુભાઈ બેરા તથા મંત્રી મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. જેમાં બેઠકમાં ગુજરાત પર વાવાઝોડાના ખતરા બાબતે સમીક્ષા થશે. હવામાન વિભાગની આગાહીને પગલે તૈયારી બાબતે ચર્ચા થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસને લઈ સમીક્ષા થશે. સિંહોની ગણતરીના આંકડા રજૂ થવા બાબતે વિગતો મુકાશે. તેમજ રાજ્યમાં પીવાના પાણી તથા સિંચાઈના પાણીની સ્થિતિ પર પણ સમીક્ષા કરવામાં આવશે.
આજે ભારતીય નેવીમાં એક પ્રાચીન જહાજનો સમાવેશ
આજે ભારતીય નેવીમાં એક પ્રાચીન જહાજનો સમાવેશ થશે. કારવાર સ્થિત નેવલ બેઝ ખાતે એક સમારોહમાં જાહેરાત થશે. સમારોહમાં પ્રાચીન દરિયાઈ જહાજના નામની જાહેરાત કરાશે. સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. મંત્રી ગજેન્દ્રસિંહ ભારતીય નૌકાદળમાં જહાજના સમાવેશને ચિહ્નિત કરશે.
પાકિસ્તાનને વિશ્વ સામે ઉઘાડું પાડવાની ભારતની તૈયારી
પાકિસ્તાનને વિશ્વ સામે ઉઘાડું પાડવાની ભારતની તૈયારી છે. આજથી ભારતીય સાંસદોના વિદેશ પ્રવાસ શરૂ થશે. જેમાં 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિવિધ દેશની રાજધાનીમાં જશે. 21 મેના રોજ યુએઈ, 22 મેના રોજ રશિયા-જાપાન, 24 મે કોરિયા, 25 મેના રોજ ફ્રાન્સ, 27 મે સાઉદી, 28 મેના રોજ ઇન્ડોનેશિયામાં તથા 29 મેના રોજ ડેનમાર્ક, 31મેના રોજ મલેશિયા, 1 જૂનના રોજ બ્રિટનમા તથા પ્રતિનિધિમંડળ 3 જૂનના રોજ યુએસએ, 5 જૂનના રોજ જર્મનીમાં જશે.
ભારત-પાકિસ્તાન સરહદ પર ધ્વજ ઉતારવાનો સમારોહ શરૂ થશે
ભારત-પાકિસ્તાન સરહદ પર ધ્વજ ઉતારવાનો સમારોહ શરૂ થશે. ભારત-પાક. વચ્ચે તણાવની સ્થિતિને લીધે રોક લગાવાઈ હતી. ઓપરેશન સિંદૂર બાદ બે અઠવાડિયા માટે રોક લગાવાઈ હતી. સરહદ પર પંજાબમાં ત્રણ સ્થળોએ ધ્વજ ઉતારવાનો કાર્યક્રમ થશે. સમગ્ર મામલે BSFએ જાણકારી આપી છે. જેમાં આજથી ફરી ધ્વજ ઉતારવાનો સંમારંભ શરૂ થશે.
સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો
સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં બારડોલી પંથકમાં વહેલી સવારે વરસાદ પડ્યો છે. તેમાં અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ભરઉનાળે વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. દમણના વાતાવરણમાં પલટો આવ્યો છે. દમણમાં મોડીરાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. કેરી અને લીલા શાકભાજીની ખેતીને નુકસાનની ભીતિ છે.
આ પણ વાંચો: Rashifal 21 May 2025 : વસુમતી યોગથી આ રાશિઓને થશે મોટો ફાયદો, તો જાણો તમારું રાશિફળ