Gujarati Top News : આજે 22 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 22 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. ગુજરાતના માથે કમોસમી વરસાદ અને વાવાઝોડાની ઘાત! જેમાં અરબી સમુદ્રમાં બનેલું દબાણ ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે તથા ગુજરાત ફર્સ્ટની ડિજિટલ ક્ષેત્રે ઐતિહાસિક ઉડાન! ઈન્સ્ટાગ્રામ પર ગુજરાત ફર્સ્ટના 10 લાખ ફૉલોઅર્સ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજસ્થાનના પ્રવાસે છે. જેમાં બિકાનેરમાં સવારે 11 વાગે કરણી માતાના મંદિરે જશે તથા પુનર્વિકસીત લીંબડી રેલવે સ્ટેશનનું આજે સવારે અમૃત સ્ટેશન યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવશે તથા નર્મદાના કેવડિયા ખાતે મોટું જન આંદોલન થશે આ સાથે જ દિવસભરના તાજા સમાચાર જાણવા માટે અમારી સાથે સતત જોડાયેલા રહો....
ગુજરાતના માથે કમોસમી વરસાદ અને વાવાઝોડાની ઘાત!
ગુજરાતના માથે કમોસમી વરસાદ અને વાવાઝોડાની ઘાત! જેમાં ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો છે. અરબી સમુદ્રમાં બનેલું દબાણ ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે. અરબી સમુદ્રમાં ચક્રવાતનું દબાણ તેજ બન્યુ છે. વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધશે. તથા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે. ગુજરાતમાં બે-ચાર દિવસથી વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે, રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોરદાર ઝાપટા પડ્યા છે. ખાસ વાત છે કે, હજુ સુધી ઉનાળાની સિઝને વિદાય લીધી નથી છતાં વરસાદ આખા ગુજરાતને ઘમરોળી રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ છે હંમેશા તમારી સાથે, તમારી માટે
ગુજરાત ફર્સ્ટની ડિજિટલ ક્ષેત્રે ઐતિહાસિક ઉડાન! ઈન્સ્ટાગ્રામ પર ગુજરાત ફર્સ્ટના 10 લાખ ફૉલોઅર્સ છે. જેમાં ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનનો પરિવાર, દિલથી આભાર. ડિજિટલ પ્લેટફૉર્મ પર દર્શકોની પહેલી પસંદ ગુજરાત ફર્સ્ટ છે. ગુજરાત ફર્સ્ટ પર દર્શકોનો ભરોસો હવે નવા આયામ પર! ચૂંટણી હોય કે વરસાદ, યુદ્ધ હોય કે રાજનીતિ તમામ કન્ટેન્ટ સાથે ગુજરાત ફર્સ્ટને દર્શકોએ ભરી ભરીને આપ્યો પ્રેમ. અમારા દર્શક પરિવારને અમે આપીએ છીએ ભરોસો. ગુજરાત ફર્સ્ટ છે હંમેશા તમારી સાથે, તમારી માટે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજસ્થાનના પ્રવાસે છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજસ્થાનના પ્રવાસે છે. જેમાં બિકાનેરમાં સવારે 11 વાગે કરણી માતાના મંદિરે જશે. તેમજ પુનઃવિકસિત દેશનોક રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે. તથા રૂ. 26,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. PM મોદી દેશનોકમાં એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.
પુનર્વિકસીત લીંબડી રેલવે સ્ટેશનનું આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ
પુનર્વિકસીત લીંબડી રેલવે સ્ટેશનનું આજે સવારે અમૃત સ્ટેશન યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત જિલ્લાના ધારાસભ્યો સહિતનાઓ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેશે. જેમાં અંદાજે રૂપિયા ૧૦.૫૫ કરોડના ખર્ચે પુનર્વિકાસ લીંબડી રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરાશે. દિવ્યાંગ મુસાફરો સુવિધા, પ્લેટફોર્મની ઊંચાઈ અને વિકાસ, લાઈટિંગ, પાર્કિંગ સહિતની સુવિધાઓ સાથે લીંબડી રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ આવ્યો છે.
સાબરકાંઠાના પ્રાંતિજમાં અકસ્માતમાં બેના મોત થયા
સાબરકાંઠાના પ્રાંતિજમાં અકસ્માતમાં બેના મોત થયા છે. જેમાં હજીરપુરા પાસે ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લીધા છે. તેમજ અકસ્માતને લઇ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. અંધારામાં ભાગવા જતા ડમ્પર ચાલક કુવામાં પડ્યો હતો. ડમ્પર ચાલકને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ છે.
નર્મદાના કેવડિયા ખાતે મોટું જન આંદોલન થશે
નર્મદાના કેવડિયા ખાતે મોટું જન આંદોલન થશે. જેમાં આદિવાસીઓના મકાનો તોડ્યા બાદ આક્રોશ રેલી યોજવામાં આવી રહી છે. તથા મોટી સંખ્યામાં આદિવાસી સંગઠનો રેલીમાં જોડાશે. રેલી યોજી ડિમોલિશનના વિરોધમાં આવેદનપત્ર આપશે. રાજ્યભરમાંથી આદિવાસી સંગઠનો કેવડિયા ખાતે આવશે. તેમજ સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત કડક કરી દેવાયો છે.
આ પણ વાંચો: Rashifal 22 May 2025 : આ રાશિઓ માટે ત્રિગ્રહ યોગ ત્રણ ગણો ફાયદાકારક રહેશે, જાણો તમારું રાશિફળ