Gujarati Top News : આજે 25 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 25 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે 'મન કી બાત' કરશે. તેમજ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓ સાથે વાતચીત કરશે. સવારે 11 કલાકે 122મા એપિસોડનું પ્રસારણ કરાશે તથા દેશભરમાં આજે UPSCની પ્રિલીમ પરીક્ષા લેવામાં આવશે. જેમાં લાખો ઉમેદવારો પરીક્ષામાં પોતાનું નસીબ અજમાવશે તેમજ વડાપ્રધાન મોદી 26મીએ કચ્છ જિલ્લાની મુલાકાત લેશે. જેમાં કચ્છના ભુજમાં વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ યોજાશે તથા નર્મદાના દેમોગારા ગામે આદિવાસી સમાજનુ સંમેલન યોજાશે. દેવ મોગરા માતાજીના મંદિર ખાતે આદિવાસી સંમેલનનું આયોજન છે આ સહિતના તાજા સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે સતત...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે 'મન કી બાત' કરશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે 'મન કી બાત' કરશે. તેમજ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓ સાથે વાતચીત કરશે. સવારે 11 કલાકે 122મા એપિસોડનું પ્રસારણ કરાશે. તથા નાગરિકોની સફળતાની કહાનીઓ પર ચર્ચા કરશે.
દેશભરમાં આજે UPSCની પ્રિલીમ પરીક્ષા લેવામાં આવશે
દેશભરમાં આજે UPSCની પ્રિલીમ પરીક્ષા લેવામાં આવશે. જેમાં લાખો ઉમેદવારો પરીક્ષામાં પોતાનું નસીબ અજમાવશે. દિવસ દરમિયાન બે સેશનમાં પરીક્ષા લેવામાં આવશે. પ્રિલીમનું પહેલુ પેપર 9:30 થી 11:30 કલાક સુધી ચાલશે. બપોરે 2:30 થી 4:30 કલાકે બીજુ પેપર લેવામાં આવશે.
વડાપ્રધાન મોદી 26મીએ કચ્છ જિલ્લાની મુલાકાત લેશે
વડાપ્રધાન મોદી 26મીએ કચ્છ જિલ્લાની મુલાકાત લેશે. જેમાં કચ્છના ભુજમાં વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાનના આગમનને લઈ ભુજમાં વિશેષ તૈયારી છે. જ્યુબેલી સર્કલ પર વિશેષ લાઈટ બોર્ડ ગોઠવવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂરના લાઈટ બોર્ડ લગાવવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત PM મોદી ગુજરાત આવી રહ્યા છે. જેમાં PM મોદીના પ્રવાસને લઈ કચ્છની ખમીરવંતી જનતામાં ઉત્સાહ છે.
નર્મદાના દેમોગારા ગામે આદિવાસી સમાજનુ સંમેલન યોજાશે
નર્મદાના દેમોગારા ગામે આદિવાસી સમાજનુ સંમેલન યોજાશે. દેવ મોગરા માતાજીના મંદિર ખાતે આદિવાસી સંમેલનનું આયોજન છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને MP મનસુખ વસાવા હાજર રહેશે. સંમેલનમાં આદિવાસી સમાજમાં ધર્માંતરણને રોકવા પર ભાર અપાશે. તથા સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ દ્વારા સમગ્ર આયોજન કરાયું છે.
અમદાવાદમાં ડ્રાઇવિંગ રોડ પર પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો
અમદાવાદમાં ડ્રાઇવિંગ રોડ પર પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો છે. જેમાં બેકાબૂ કાર પાન પાર્લરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. કારચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી છે. ડ્રાઇવરે અન્ય લોકોને અડફેટમાં લીધા હોવાની પણ ચર્ચા છે. અકસ્માતની જાણ થતા ઘટનાસ્થળે પોલીસ દોડી આવી છે.