Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 26 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે છે. જેમાં વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે
gujarati top news   આજે 26 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 26 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે છે. જેમાં વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે તથા દહેગામમાં વીજળી ગુલ થતા લોકોનું ટોળું એકઠું થયું છે. જેમાં GEB કચેરીએ અધિકારી ન હોવાના કારણે ભારે રોષ ફેલાયો અને અમરેલીના નેતા ભરત કાનાબારનું પોસ્કોના કાયદા અંગે ટ્વીટ સામે આવ્યું તથા અમદાવાદ, ગાંધીનગર તથા વડોદરામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યા જેવા વિવિધ સમાચારો સાથે આજના તાજા સમાચાર સતત જાણવા અમારી સાથે જોડાયેલા રહો....

Advertisement

ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે

ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે છે. જેમાં વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. સવારે 10 કલાકે તેઓ વડોદરા એરપોર્ટ પહોંચશે. વડોદરાથી PM હેલિકોપ્ટર મારફતે દાહોદ પહોંચશે તથા બપોરે 12 કલાકે જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ 20 હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. દાહોદના કાર્યક્રમ બાદ વડોદરા એરપોર્ટ પરત ફરશે. જેમાં વડોદરા એરપોર્ટથી ભુજ જવા માટે રવાના થશે. PM મોદી બપોરે 3.30 કલાકે ભુજ એરપોર્ટ પહોંચશે. જેમાં સાંજે 4 કલાકે ભુજ ખાતે જંગી સભાને સંબોધિત કરશે. ભુજમાં વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. તથા ભુજથી સાંજે 5.30 કલાકે અમદાવાદ જવા રવાના થશે. સાંજે 6.30 કલાકે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાશે જેમાં અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી રોડ શો યોજાશે. PM મોદી સાંજે 7.30 કલાકે ગાંધીનગર રાજભવન પહોંચશે. વડાપ્રધાન મોદી રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે.

Advertisement

દહેગામમાં વીજળી ગુલ થતા લોકોનું ટોળું એકઠું થયું

દહેગામમાં વીજળી ગુલ થતા લોકોનું ટોળું એકઠું થયું છે. જેમાં GEB કચેરીએ અધિકારી ન હોવાના કારણે ભારે રોષ ફેલાયો છે. તેમાં તાત્કાલિક વીજળી ચાલુ કરવા લોકોની માગ છે. લોકોએ હોબાળો કરતા પોલીસ GEB કચેરીએ પહોંચી છે. તથા લોકોના ટોળાને શાંત રાખવાનો પ્રયાસ કરી રહી છે.

અમરેલીના નેતા ભરત કાનાબારનું પોસ્કોના કાયદા અંગે ટ્વીટ સામે આવ્યું

અમરેલીના નેતા ભરત કાનાબારનું પોસ્કોના કાયદા અંગે ટ્વીટ સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે કિશોર અવસ્થામાં પ્રેમ સંબંધોમાં પોસ્કોના (POCSO) કડક કાયદાનો અમલ અતાર્કિક અને અન્યાયી છે. ઘણા બધા કુમળી વયના તરુણો આ કાયદાના અવિચારી અને બુદ્ધિહીન અમલને કારણે વર્ષોથી જેલમાં સબડી રહ્યા છે. દેશની સુપ્રીમ કોર્ટને મોડે મોડે આ વિસંગતાનું ભાન થયું છે. તરુણ વચ્ચેના સંબંધોને ગેરકાયદેસર ગણવાનું બંધ કરવા માટે પોસ્કોના કાયદામાં જરૂરી સુધારા કરવાની વિચારણા કરવા કેન્દ્રને આદેશ આપ્યા છે. ઉંમરને કારણે હોર્મોન્સની અસર નીચે કિશોર અવસ્થામાં વિજાતીય આકર્ષણ સ્વભાવિક અને કુદરતી ઘટના છે.

અમદાવાદ, ગાંધીનગર તથા વડોદરામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો

અમદાવાદ, ગાંધીનગર તથા વડોદરામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદે ભારે બેટિંગ કરી છે. તેમાં કમોસમી વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં કમોસમી વરસાદે પાલિકાની પ્રિમોન્સુમ કામગીરીની પોલ ખોલી છે.

ધરોઈ એડવેન્ચર ફેસ્ટના ટેન્ટ વાવાઝોડામાં ઉડ્યા

ધરોઈ એડવેન્ચર ફેસ્ટના ટેન્ટ વાવાઝોડામાં ઉડ્યા છે. ભારે પવન ફૂંકાતા ડેકોરેશન અને ટેન્ટ તહસનહસ થયુ છે. એડવેન્ચર ફેસ્ટનો વાવાઝોડા સમયનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. શુક્રવારે મુખ્યમંત્રીએ એડવેન્ચર ફેસ્ટ ખુલ્લો મુક્યો હતો તેમાં ભારે પવન ફૂંકાતા એડવેન્ચર ફેસ્ટમાં મોટું નુક્સાન થયું છે.

અમરેલીના દલિત યુવક નિલેશ રાઠોડની હત્યાનો મામલો ગરમાયો

અમરેલીના દલિત યુવક નિલેશ રાઠોડની હત્યાનો મામલો ગરમાયો છે. જેમાં મૃતદેહ સ્વીકારી પરિજનો ભાવનગરથી જરખીયા ગામ પહોંચ્યા છે. મૃતક નિલેશ રાઠોડની આજે અંતિમક્રિયા કરવામાં આવી છે. મૃતક નિલેશ રાઠોડનો આજે 20મો જન્મદિવસ પણ છે. લાઠીના જરખીયા ખાતે અંતિમક્રિયામાં આખું ગામ જોડાયું છે. સાંસદ ભરત સુતરિયાએ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી છે. ભરત સુતરિયા સહિત દલિત સમાજના અગ્રણીઓ જોડાયા છે. તથા હત્યારાને કડક સજા થાય તેવા પ્રયત્ન રહેશે તેમ ભરત સુતરિયાએ જણાવ્યું છે.

આ પણ વાંચો: Rashifal 26 May 2025 : આજે ત્રિગ્રહ યોગનો લાભ આ રાશિઓને થશે જેથી નાણાકીય બાબતોમાં સફળતા મળશે

Tags :
Advertisement

.

×