Gujarati Top News : આજે 27 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 27 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત PM Modi ગુજરાત પ્રવાસે છે. જેમાં સવારે 10.15 કલાકે મહાત્મા મંદિર જવા રવાના થશે તથા ગુજરાત, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે તથા વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો તેમજ પોરબંદરનો બહુચર્ચિત હીરલબા જાડેજા સાયબર ફ્રોડ કેસના મામલે વધુ એક આરોપી સચિન કનકરાય મહેતાની ધરપકડ કરાઇ સહિતના તાજા સમાચાર જાણવા અમારી સાથે સતત જોડાયેલા રહો...
ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે
ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે છે. જેમાં વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત PM Modi ગુજરાત પ્રવાસે છે. જેમાં સવારે 10.15 કલાકે મહાત્મા મંદિર જવા રવાના થશે. રાજભવનથી મહાત્મા મંદિર સુધીના રૂટ પર સ્વાગત કરાશે. 11 કલાકે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તથા PM મોદી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. PM મોદી રૂપિયા 5536 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. તથા બપોરે 12.55 કલાકે PM મોદી દિલ્હી પરત જવા રવાના થશે.
દેશના કેટલાક રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી
દેશના કેટલાક રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી છે. જેમાં વાવાઝોડા પછી દિલ્હીનું તાપમાન ઘટ્યું છે. યુપી, મુંબઈ અને તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે.
આગામી કેટલાક દિવસો સુધી પરિસ્થિતિ એવી જ રહી શકે છે.
વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો
વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા છે. વલસાડ શહેરના છીપવાડ અંડર પાસમાં પાણી ભરાયા હતા. વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર, પારડી અને વલસાડમાં મોડી રાતે મેઘાની તોફાની બેટીંગ જોવા મળી છે. જેમાં વાપી અને ઉંમરગામમાં નહિવત વરસાદ આવ્યો છે. વલસાડમાં બે કલાક માં 36 mm વરસાદ પડ્યો જેને લઇ રસ્તાઓ પર પાણી ભરાયા છે. વલસાડ તાલુકામાં મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થતા DGVCL ની ટિમો કામે લાગી છે.
પોરબંદરનો બહુચર્ચિત હીરલબા જાડેજા સાયબર ફ્રોડ કેસના મામલે વધુ એક આરોપીની ધરપકડ
પોરબંદરનો બહુચર્ચિત હીરલબા જાડેજા સાયબર ફ્રોડ કેસના મામલે વધુ એક આરોપી સચિન કનકરાય મહેતાની ધરપકડ કરાઇ છે. હિરલબા જાડેજા સહિતના અનેક લોકો સાયબર ફ્રોડમાં સંકળાયેલા છે. સાયબર પોલીસે મુંબઈથી સચિન મહેતાની ધરપકડ કરી છે. કેસમાં અત્યાર સુધીમાં કુલ 4 શખ્સોની ધરપકડ થઈ છે. જેમાં હજુ અનેક શખ્સોની શોધખોળ પોલીસ કરી રહી છે. જેમાં સમગ્ર કેસમાં પોલીસને આંતરરાષ્ટ્રીય કનેક્શનની આશંકા છે.
આ પણ વાંચો: Rashifal 27 May 2025 : આ રાશિઓ માટે ત્રિગ્રહ યોગ ફાયદાકારક રહેશે, જાણો આજનું તમારું રાશિફળ