ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarati Top News : આજે 29 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વરસાદી માહોલ શહેરમાં જોવા મળ્યો
07:03 AM May 29, 2025 IST | SANJAY
અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વરસાદી માહોલ શહેરમાં જોવા મળ્યો
Gujarat today, Ahmedabad Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

આજે 29 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વરસાદી માહોલ શહેરમાં જોવા મળ્યો તથા ભાવનગર જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના પતિનું વાહન અકસ્માતમાં મોત તેમજ અમીરગઢ પંથકમાં આખા દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે અચાનક હવામાનમાં પલટો આવ્યો અને ખેડા જિલ્લામાં ભારે પવન બાદ વરસાદ આવ્યો છે. ભારે વરસાદી ઝાપટાથી વિઝીબિલિટી ઘટી તથા શક્તિપીઠ અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ છે તેમજ રાજ્યમાં આજથી નર્સિંગમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થશે જેવા આજના વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત....

અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો

અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વરસાદી માહોલ શહેરમાં જોવા મળ્યો છે. મોડી રાતથી જ ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી કરી હતી. પશ્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. તે સિવાય ૩ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ બન્યો છે.

ભાવનગર જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના પતિનું વાહન અકસ્માતમાં મોત

ભાવનગર જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના પતિનું વાહન અકસ્માતમાં મોત નીપજ્યું છે. ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણીના પતિ મુળજીભાઈ મિયાણીને ગઢુંલા નજીક કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા મોત નીપજ્યુ છે. ભાજપ અગ્રણીઓ સિહોર સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા છે.

અમીરગઢ પંથકમાં કેટલીક જગ્યાએ વીજપોલ ધરાશાયી

અમીરગઢ પંથકમાં આખા દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ભારે ઉકળાટથી સ્થાનિક તેમજ રાહદારીઓ હેરાન થઇ રહ્યાં હતા. પંથકમાં ગાજવીજ પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ઠંડક પ્રસરી છે. ભારે વાવાઝોડાના કારણે વીજ પોલ સહિત વૃક્ષો ધરાશાયી થયાની ઘટના બની છે. અમીરગઢ પંથકમાં કેટલીક જગ્યાએ વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે. છેલ્લા કેટલાય સમયથી ભારે ઉકળાટ બાદ વાદળ છાયા વાતાવરણ વચ્ચે હવામાન બદલાતા ધોધમાર વરસાદ ખાબક્યો છે.

ખેડા જિલ્લામાં ભારે પવન બાદ વરસાદ આવ્યો

ખેડા જિલ્લામાં ભારે પવન બાદ વરસાદ આવ્યો છે. ભારે વરસાદી ઝાપટાથી વિઝીબિલિટી ઘટી છે. સેવાલીયા, બાલાસિનોર, ડાકોર, ઠાસરા, માલવણ, નડીઆદ સહિત ખેડા જિલ્લામાં વરસાદ આવ્યો છે. ઉભા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ છે. 15 દિવસમાં બીજો ભારે વરસાદ થતા ધરતીપુત્રો ચિંતિત થયા છે.

શક્તિપીઠ અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ છે

શક્તિપીઠ અંબાજીમાં ભારે પવન સાથે વરસાદ છે. વહેલી પરોઢે ખાબકેલા ભારે વરસાદથી પાણી ભરાયા છે. અંબાજીના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. શેરીઓમાં નદીની જેમ પાણી વહેતા દેખાયા છે. નીચાણવાળા વિસ્તારમાં મકાનોમાં પાણી ભરાઈ ગયા છે. પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાત્રીના સમયે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ગોધરા સહિત અન્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે. ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી છે.

રાજ્યમાં આજથી નર્સિંગમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થશે

રાજ્યમાં આજથી નર્સિંગમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થશે. B.sc નર્સિંગ, ANM, GNM નર્સિંગમાં માટે રજીસ્ટ્રેશન શરૂ થશે. રાજ્યની 1000થી વધારે નર્સિંગ કોલેજ પ્રવેશ કાર્યવાહી કરાશે. 50 હજાર નર્સિંગની બેઠકો પર વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવશે.

Tags :
ahmedabad gujarat newsGujarat FirstGujarat todayGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article