Gujarati Top News : આજે 30 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 30 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : અમદાવાદના દિલ્હી દરવાજા પાસે મોડી રાત્રે બબાલ થઇ છે. જેમાં પશુઓ લઇ જતું વાહન પકડાતા બબાલ થઇ તેમજ ભરૂચના નિકોરા ગામનો યુવક યુવતીને ભગાવી લગ્ન કરતા બબાલ થઇ તથા જેતપુરમાં ચાલુ બાઇક પર સ્ટંટ કરતા યુવકો સામે આવ્યા છે. જેમાં રોડ પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો અને દાંતીવાડામાં જળ સંચય જન ભાગીદારી હેઠળ કાર્યક્રમ યોજાયો છે. જેમાં હવે ચોડુંગરી ખાતે રિચાર્જ કુવા નિર્માણ કાર્યક્રમ યોજાશે તથા સુરતના માંગરોળમાં આદિવાસી સમાજની બેઠક મળશે. નાની નરોલી ખાતે આદિવાસી સમાજના આગેવાનોની બેઠક યોજાવા જઇ રહી છે તેમજ કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થગિત કરાઇ છે જેવા વિવિધ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો સતત...
અમદાવાદના દિલ્હી દરવાજા પાસે મોડી રાત્રે બબાલ થઇ
અમદાવાદના દિલ્હી દરવાજા પાસે મોડી રાત્રે બબાલ થઇ છે. જેમાં પશુઓ લઇ જતું વાહન પકડાતા બબાલ થઇ છે. જીવદયા પ્રેમીઓએ વાહન રોકીને તપાસ કરી હતી. વાહનમાંથી જીવતા પશુઓ મળી આવ્યા છે. વાહન રોકવા બે જૂથ સામસામે આવી ગયા હતા.
મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તથા DCP, ACP સહિતના ઉચ્ચ અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા. જેમાં હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે.
ભરૂચના નિકોરા ગામનો યુવક યુવતીને ભગાવી લગ્ન કરતા બબાલ થઇ
ભરૂચના નિકોરા ગામનો યુવક યુવતીને ભગાવી લગ્ન કરતા બબાલ થઇ છે. યુવક ગામની યુવતીને લગ્ન કરી લાવતા યુવકને માર મારવામાં આવ્યો છે. બંને પક્ષ એકબીજાને લાકડી-હથિયારોથી માર મારતા વીડિયો વાયરલ થયો છે. મારામારીની ઘટનાના વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તથા ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. લગ્ન કર્યા બાદ અંકલેશ્વરમાં રાખતા પોલીસની સમજાવટ થઈ હતી. યુવકને નિકોરા ગામ ન જવાનું કહેવા છતાં યુવતીને લઈ જતા ધીંગાણું થયુ છે.
જેતપુરમાં ચાલુ બાઇક પર સ્ટંટ કરતા યુવકો સામે આવ્યા
જેતપુરમાં ચાલુ બાઇક પર સ્ટંટ કરતા યુવકો સામે આવ્યા છે. જેમાં રોડ પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. તેમાં બાઈકની ટાંકી પર યુવકને બેસાડી સ્ટંટ કર્યો છે. મામલતદાર કચેરી સામેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સ્ટંટ કરતા યુવકોને પોલીસનો નથી ડર તથા અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ? જેમાં જેતપુર પોલીસે કાર્યવાહી કરવી જરૂરી છે.
દાંતીવાડામાં જળ સંચય જન ભાગીદારી હેઠળ કાર્યક્રમ
દાંતીવાડામાં જળ સંચય જન ભાગીદારી હેઠળ કાર્યક્રમ યોજાયો છે. જેમાં હવે ચોડુંગરી ખાતે રિચાર્જ કુવા નિર્માણ કાર્યક્રમ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે. વિધાનસભા અધ્યક્ષ તથા મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે.
સુરતના માંગરોળમાં આદિવાસી સમાજની બેઠક મળશે
સુરતના માંગરોળમાં આદિવાસી સમાજની બેઠક મળશે. નાની નરોલી ખાતે આદિવાસી સમાજના આગેવાનોની બેઠક યોજાવા જઇ રહી છે. બેઠકમાં અલગ ભીલ પ્રદેશની માંગને લઈ રણનીતિ ઘડાશે.
શૈક્ષણિક સંગઠનોએ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી
શૈક્ષણિક સંગઠનોએ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે. જેમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષકોની ભરતીને લઈ રજૂઆત કરવામાં આવી છે. વિધાનસભાની પેટાચૂંટણીને લઈ આચારસહિંતા લાગુ કરાશે. ભરતીમાં આચારસહિંતા લાગુ ન પડે તેવી રજૂઆત કરી છે.
શિક્ષણ વિભાગે ભરતી એક વર્ષ પહેલા પ્રાથમિક-માધ્યમિક શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી.
કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થગિત કરાઇ
કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થગિત કરાઇ છે. જેમાં કડી અને જોટાણા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણી સ્થગિત તથા વિસાવદર, ભેસાણ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થગિત અને જૂનાગઢ ગ્રામ્ય, અમરેલીના બગસરા તાલુકાની ચૂંટણીઓ સ્થગિત છે. વિધાનસભા પેટાચૂંટણીમા સ્ટાફ રોકાયો હોવાથી નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: Rashifal 30 May 2025 : લક્ષ્મી યોગનું શુભ સંયોજન થતા આ રાશિઓના લોકોને થશે લાભ