Gujarati Top News : આજે 5 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 5 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 5 મે 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે ગુજરાત આવશે. જેમાં કેવડિયા ખાતે જે.પી. નડ્ડાનો એક દિવસનો કાર્યક્રમ તેમજ આજે 10.30 કલાકે ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર થશે. www.gseb.org પર સવારે પરિણામ જાહેર કરવામાં આવશે. જેમાં વોટ્સએપ નં-6357300971 પર સીટ નંબરથી પરિણામ મળશે તથા બોટાદના નાના ભડલા ગામે કલાકારને લાકડી વડે મારવાનો પ્રયાસ થયો છે. જેમાં સંતવાણીમાં લાકડી વડે મારવાનો પ્રયાસ કરતો વીડિયો વાઈરલ થયો તેમજ શ્રી સિદ્ધી ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલનું પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ સન્માન કર્યુ છે આ સહિતના તમામ સમાચાર માટે જોડાયેલા રહે અમારી સાથે...
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે ગુજરાત આવશે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે ગુજરાત આવશે. જેમાં કેવડિયા ખાતે જે.પી. નડ્ડાનો એક દિવસનો કાર્યક્રમ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજસ્થાનના ધારાસભ્યોનો ટ્રેનિંગ કેમ્પ છે. ટ્રેનિંગ કેમ્પમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા હાજરી આપશે. તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. આવતીકાલે સાંજે વડોદરાથી બાય ચોપર કેવડિયા પહોંચશે. કેવડિયા ખાતે રાત્રી રોકાણ કરશે, બીજા દિવસે પરત દિલ્લી જશે.
આજે 10.30 કલાકે ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર થશે
આજે 10.30 કલાકે ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર થશે. www.gseb.org પર સવારે પરિણામ જાહેર કરવામાં આવશે. જેમાં વોટ્સએપ નં-6357300971 પર સીટ નંબરથી પરિણામ મળશે. સામાન્ય પ્રવાહના 4 લાખથી વધુ, સાયન્સમાં 1 લાખથી વધુ વિદ્યાર્થી છે.
ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષા 10 થી 15 દિવસ વહેલી શરૂ થઈ હતી. ધો. 12 સાયન્સ-કોમર્સનું પરિણામ 2024માં 9મેના રોજ આવ્યું હતું.
બોટાદના નાના ભડલા ગામે કલાકારને લાકડી વડે મારવાનો પ્રયાસ થયો
બોટાદના નાના ભડલા ગામે કલાકારને લાકડી વડે મારવાનો પ્રયાસ થયો છે. જેમાં સંતવાણીમાં લાકડી વડે મારવાનો પ્રયાસ કરતો વીડિયો વાઈરલ થયો છે. 30 એપ્રિલે રાત્રીના નાના ભડલા ગામે સંતવાણીનો કાર્યક્રમ હતો સાહિત્યકાર સ્ટેજ પર હતા તે સમયે શખ્સ લાકડી લઈ આવ્યો તથા લાકડીથી મારવાનો પ્રયાસ કરતા અન્ય લોકો શખ્સને લઈ ગયા હતા. સાહિત્યકાર બોટાદના ભાવેશ સોની હોવાનું સામે આવ્યું છે. જેમાં ચાલુ કાર્યક્રમમાં લાકડીથી મારવાના પ્રયાસનો વીડિયો વાઈરલ થઇ રહ્યો છે.
શ્રી સિદ્ધી ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલનું પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ સન્માન કર્યુ
શ્રી સિદ્ધી ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલનું પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ સન્માન કર્યુ છે. જેમાં નેચરોથેરાપી સેન્ટરના ઉદ્ધાટન પ્રસંગે નીતિનભાઈ પટેલે સન્માન કર્યું છે. મોટાબાર કડવા પાટીદાર સમાજના કેમ્પના નામ કરણ પ્રસંગે સ્વાગત કરાયું હતુ. CM ભૂપેન્દ્રભાઈ પટેલની પણ આ કાર્યક્રમમાં ખાસ હાજરી હતી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ ખાસ સન્માન કર્યુ છે. મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલા છત્રાલ ગામે કાર્યક્રમ હતો.


