Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 8 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ છે. જેમાં આજે સવારે 8 કલાકે પરિણામ જાહેર થશે. gseb.org અને વોટ્સએપ દ્વારા પરિણામ જાણી શકાશે
gujarati top news   આજે 8 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 8 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat :  આજે 8 મે 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ છે. જેમાં આજે સવારે 8 કલાકે પરિણામ જાહેર થશે. gseb.org અને વોટ્સએપ દ્વારા પરિણામ જાણી શકાશે તથા વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન તેમજ ભારતના ઓપરેશન સિંદૂર સામે પાકિસ્તાનની ખોખલી ધમકી સામે આવી છે. તેમજ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની ભારતને ધમકી તથા ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં ખલબલી છે. પાકિસ્તાનના સિયાલકોટમાં સાયરન વગાડી જનતાને સતર્ક કરાઈ તેમજ જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી પાસે આગની ઘટનામાં ત્રણના મોત થયા છે જેવા દિવસભરના તાજા સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો...

Advertisement

આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ

આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ છે. જેમાં આજે સવારે 8 કલાકે પરિણામ જાહેર થશે. gseb.org અને વોટ્સએપ દ્વારા પરિણામ જાણી શકાશે. વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર દ્વારા પરિણામ જાણી શકશે. ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષા GSEB દ્વારા વર્ષ 2025માં ફેબ્રુઆરી-માર્ચમાં લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ આજે જાહેર થશે. સવારે 8.00 કલાકે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ www.gseb.org પર જોઈ શકાશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પરથી પર પરિણામ જાણી શકાશે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ X પર પોસ્ટ કરીને ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના પરિણામ વિશે માહિતી આપી છે.

Advertisement

વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન

વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે. કેરીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. અને કેરી ખરી પડવા અને વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કેરીની સીઝન શરૂ થઈ રહી હતી એ વખતે જ વાવાઝોડા જેવા માહોલને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. આથી વલસાડ જિલ્લાના કેરી પકવતા ખેડૂતો સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે . વલસાડ જિલ્લામાં કેરીના પાકને થયેલા નુકસાનમાં ખેડૂતોની વ્યથા સામે આવી છે.

ભારતના ઓપરેશન સિંદૂર સામે પાકિસ્તાનની ખોખલી ધમકી સામે આવી

ભારતના ઓપરેશન સિંદૂર સામે પાકિસ્તાનની ખોખલી ધમકી સામે આવી છે. તેમજ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની ભારતને ધમકી છે. શહબાઝ શરીફે જણાવ્યું છે કે ભારતે બહુ મોટી ભૂલ કરી દીધી છે. અમે શાંતિ ઈચ્છતા હતા, ભારતે હુમલો કર્યો છે.
ભારત પાસે ખૂનના એક એક ટિંપાનો હિસાબ લઈશુ. પાકિસ્તાનના રક્ષા મંત્રીએ ડર સાથે નિવેદન આપ્યુ છે. રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ભારત સામે કાર્યવાહીનું નિવેદન આપ્યુ છે. ભારત ફરીથી હુમલો કરી શકે છે. ભારતે આપણા પર હુમલો કર્યો, આપણે સૈન્ય ચોકીઓને નિશાન બનાવીશું.

ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં ખલબલી

ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં ખલબલી છે. પાકિસ્તાનના સિયાલકોટમાં સાયરન વગાડી જનતાને સતર્ક કરાઈ છે. પાકિસ્તાન સિયાલકોટ વિસ્તારથી લોકોને દૂર કરી રહ્યુ છે. પાકિસ્તાનના લોકોને સતર્ક રહેવાનો આદેશ અપાયો છે. સિયાલકોટમાં ઈમરજન્સી સાયરન વગાડાયા હતા. પાકિસ્તાની લોકોને સુરક્ષિત સ્થળે ખસવા આદેશ કર્યા છે.

જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી પાસે આગની ઘટનામાં ત્રણના મોત થયા

જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી પાસે આગની ઘટનામાં ત્રણના મોત થયા છે. એક માતા, માસૂમ પુત્રી તથા અન્ય એક વ્યક્તિ આગમાં ભડથું થઈ જતા મોત થયુ છે. પરિવારજનોએ કડક કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. અંતે પોલીસે જેસીબી ડ્રાઈવર સામે ફરિયાદ દાખલ કરી લેતા પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યા છે. જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહીની માંગ સ્વિકારતા પરિવારજનોએ ખૂબ દુઃખ સાથે મૃતદેહ સ્વિકાર્યા છે. પત્ની અને પુત્રી ગુમાવનાર શૈલેષભાઈ સોલંકીની હાલત હજુ ગંભીર છે.

Tags :
Advertisement

.

×