Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 2 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : અમદાવાદ બેફામ BRTS બસે યુવકનો ભોગ લીધો છે. જેમાં ખોડિયારનગર BRTS બસ સ્ટેન્ડ પાસે ઘટના બની છે તથા જૂનાગઢ ગીરનારની લીલી પરિક્રમાનું મુહૂર્ત સચવાયું છે. ગીરનારની તળેટીમાં પરિક્રમાનું મુહૂર્ત કરવામાં આવ્યું છે. સંતો-મહંતોની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમાનું મુહૂર્ત થયુ તેમજ અમરેલીના જીરા ગામે સંતોકબા ભવનનું લોકાર્પણ કરાશે. ભાજપ કોંગ્રેસ સહિત ઉદ્યોગપતિઓ એક હરોળમાં રહેશે તથા અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે તુલસી વિવાહ.
gujarati top news   આજે 2 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 2 નવેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : અમદાવાદ બેફામ BRTS બસે યુવકનો ભોગ લીધો છે. જેમાં ખોડિયારનગર BRTS બસ સ્ટેન્ડ પાસે ઘટના બની છે તથા જૂનાગઢ ગીરનારની લીલી પરિક્રમાનું મુહૂર્ત સચવાયું છે. ગીરનારની તળેટીમાં પરિક્રમાનું મુહૂર્ત કરવામાં આવ્યું છે. સંતો-મહંતોની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમાનું મુહૂર્ત થયુ તેમજ અમરેલીના જીરા ગામે સંતોકબા ભવનનું લોકાર્પણ કરાશે. ભાજપ કોંગ્રેસ સહિત ઉદ્યોગપતિઓ એક હરોળમાં રહેશે તથા અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે તુલસી વિવાહ. માતા તુલસીજી સાથે ભગવાનના લગ્નોત્સવ ઉજવાશે તથા પોલીસકર્મીઓના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય છે. પોલીસકર્મીના સંતાનોના અભ્યાસમાં સહાયની રકમમાં વધારો કરાયો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement
Advertisement

અમદાવાદ બેફામ BRTS બસે યુવકનો ભોગ લીધો

અમદાવાદ બેફામ BRTS બસે યુવકનો ભોગ લીધો છે. જેમાં ખોડિયારનગર BRTS બસ સ્ટેન્ડ પાસે ઘટના બની છે. ચંદ્રનગર બ્રિજ નજીક BRTS બસે અકસ્માત સર્જ્યો છે. બેફામ BRTS બસે એક્ટિવાચાલકને ટક્કર મારી હતી. તેમાં ઘટનાસ્થળે જ એક્ટિવાચાલકનું મોત નીપજ્યું છે.

Advertisement

જૂનાગઢ ગીરનારની લીલી પરિક્રમાનું મુહૂર્ત સચવાયું

જૂનાગઢ ગીરનારની લીલી પરિક્રમાનું મુહૂર્ત સચવાયું છે. ગીરનારની તળેટીમાં પરિક્રમાનું મુહૂર્ત કરવામાં આવ્યું છે. સંતો-મહંતોની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમાનું મુહૂર્ત થયુ છે. સાધુ-સંતો, કલેક્ટર, એસપી, મ્યુ. કમિશનર હાજર રહ્યા છે. જેમાં વરસાદમાં જંગલના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. તેમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રતિકાત્મક પરિક્રમા કરશે. માત્ર પાંચ જેટલા સંતો જ ગીરનારની લીલી પરિક્રમા કરશે.

અમરેલીના જીરા ગામે સંતોકબા ભવનનું લોકાર્પણ કરાશે

અમરેલીના જીરા ગામે સંતોકબા ભવનનું લોકાર્પણ કરાશે. ભાજપ કોંગ્રેસ સહિત ઉદ્યોગપતિઓ એક હરોળમાં રહેશે. તમામની હાજરીમાં સર્વે સમાજની વાડીનું લોકાર્પણ કરાશે. તથા ઇફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ પરસોતમભાઈ રૂપાલા હાજર રહેશે. તથા ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા હાજર રહેશે. સાથે જ કોંગી નેતા પ્રતાપભાઈ દુધાત સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.

અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે તુલસી વિવાહ

અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે તુલસી વિવાહ. માતા તુલસીજી સાથે ભગવાનના લગ્નોત્સવ ઉજવાશે. જેમાં વરપક્ષ, કન્યાપક્ષ, મામાપક્ષે મામેરું ભરવામાં આવશે. ત્રણ યજમાન પરિવારો દ્વારા ભગવાનનો લગ્નોત્સવ ઉજવાશે. તેમજ હજારો ભક્તો ઉપસ્થિત રહી લગ્નોત્સવના દર્શન કરશે.

પોલીસકર્મીઓના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય

પોલીસકર્મીઓના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય છે. પોલીસકર્મીના સંતાનોના અભ્યાસમાં સહાયની રકમમાં વધારો કરાયો છે. જેમાં પોલીસકર્મીની દીકરીની ભણતર સહાયમાં 25 ટકાનો વધારો કર્યો છે. પોલીસ વેલ્ફેર ફંડ મોનિટરિંગ કમિટી દ્વારા નિર્ણય કરાયો છે. જેમાં અભ્યાસમાં મેળવેલા ગુણને આધારે આ સહાય ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો: Rashifal 2 November 2025: હંસ રાજ યોગથી આ રાશિના લોકો આજે લાભ મેળવશે

Tags :
Advertisement

.

×