Gujarat News : આજે 20 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
- આજે 20 નવેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં ભાવનગરમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે તેમજ મહેસાણામાં ધો.6ના વિધાર્થીએ બીજા માળેથી છલાંગ લગાવી છે. કડીની હોલી ફેમિલી સ્કૂલમાં ઘટના બની હતી તથા ભાવનગરના સુભાષનગર ચોકમાં અસામાજિક તત્વોનો આતંક છે. જેમાં અજાણ્યા શખ્સોએ યુવક પર હુમલો કર્યા બાદ તોડફોડ કરી તેમજ મહેસાણામાં ધો.6ના વિધાર્થીએ બીજા માળેથી છલાંગ લગાવી છે. કડીની હોલી ફેમિલી સ્કૂલમાં ઘટના બની હતી તેમજ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. જેમાં 12 નવેમ્બરે લેવાયેલી BCA સેમેસ્ટર 5નું પેપર રદ થયુ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં ભાવનગરમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. તથા ભાવનગરની નારી ચોકડી ખાતે અમિતભાઈની સભા છે. તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ પણ હાજર રહેશે. તથા 25 હજારથી વધુ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહેશે.
ભાવનગરના સુભાષનગર ચોકમાં અસામાજિક તત્વોનો આતંક
ભાવનગરના સુભાષનગર ચોકમાં અસામાજિક તત્વોનો આતંક છે. જેમાં અજાણ્યા શખ્સોએ યુવક પર હુમલો કર્યા બાદ તોડફોડ કરી છે. તેમાં યુવકને માથાના ભાગે ઈજા પહોંચતાં સિવિલમાં ખસેડાયો છે. અસામાજિક તત્વોએ 2થી 3 ગાડીઓના કાચ તોડ્યા છે. તેમજ ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં ડિજિટલ અરેસ્ટની વધુ એક ઘટના સામે આવી
રાજ્યમાં ડિજિટલ અરેસ્ટની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રાજકોટના નિવૃત શિક્ષક અને તેમની પત્ની ડિજિટલ એરેસ્ટ થયા છે. સાયબર ગુનેગારોએ ડિજિટલ એરેસ્ટ કરી 1.14 કરોડ પડાવ્યા છે. તેમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ નામે ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. તથા આતંકવાદી પ્રવૃતિ અને ચાઇલ્ડ પોનોગ્રાફી મામલે ડિજિટલ એરેસ્ટ કરાય હતા. તેમાં સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોધાઇ છે.
મહેસાણામાં ધો.6ના વિધાર્થીએ બીજા માળેથી છલાંગ લગાવી
મહેસાણામાં ધો.6ના વિધાર્થીએ બીજા માળેથી છલાંગ લગાવી છે. કડીની હોલી ફેમિલી સ્કૂલમાં ઘટના બની હતી. ઘટનાના 3 દિવસ બાદ પણ કોઈ પોલીસ તપાસ નહીં. અગમ્ય કારણોસર વિધાર્થીએ કૂદકો માર્યો હતો. તેમાં કડીની ખાનગી હોસ્પિટલમાં વિધાર્થીને સારવાર અપાઈ છે. તથા શાળા સંચાલકનું સમગ્ર મામલે નિવેદન છે કે વિદ્યાર્થી કયા કારણોસર કૂદ્યો ખબર નથી. આચાર્યએ સમયસર વિદ્યાર્થીને હોસ્પિટલ પહોંચાડી સારવાર અપાવી છે.
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. જેમાં 12 નવેમ્બરે લેવાયેલી BCA સેમેસ્ટર 5નું પેપર રદ થયુ છે. જામનગર એચ.જે. દોશી કોલેજમાં પરીક્ષા લેવાઈ હતી. ઇન્ટર્નલ પરીક્ષા પેપર યુનિવર્સિટી પરીક્ષામાં આપવામાં આવ્યું છે. સમગ્ર હકીકત સામે આવતા પેપર રદ કર્યું છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2200 વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે.
આ પણ વાંચો: Rashifal 20 November 2025: વૃશ્ચિક રાશિમાં ચતુર્ગ્રહી યોગ રચાયો છે જે આ રાશિઓને અપાવશે સર્વાંગી લાભ


