Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat News : આજે 21 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે 21 નવેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે છે. મોરબીમાં અમિતભાઈ શાહ કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે તથા ગોંડલમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપીઓના જામીન રદ કરવા અરજી થઇ...
gujarat news   આજે 21 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 21 નવેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે છે. મોરબીમાં અમિતભાઈ શાહ કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે તથા ગોંડલમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપીઓના જામીન રદ કરવા અરજી થઇ છે. જેમાં સંજય પંડિત અને દિનેશ પાતરના જામીન રદ કરવા હાઈકોર્ટમાં અરજી થઇ તેમજ રાજકોટમાં વધુ એક હત્યાની ઘટનાથી હાહાકાર મચ્યો છે. પારિવારિક ઝઘડામાં પુરુષની હત્યા થઈ તથા પાલડી વિસ્તારમાં ફરી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે છે. મોરબીમાં અમિતભાઈ શાહ કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે. મોરબી બાદ ભુજ અને ભાવનગરની પણ મુલાકાતે અમિતભાઈ જશે.
કચ્છના ભુજમાં ઑપરેશન સિંદુરની ઝાંખી સાથે ભવ્ય પરેડ યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને DyCM ભુજ આવશે. તથા વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાશે. ભુજમાં દેશભરમાંથી BSF અધિકારીઓ અને જવાનો પહોંચ્યા છે.

Advertisement

ગોંડલમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપીઓના જામીન રદ કરવા અરજી

ગોંડલમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપીઓના જામીન રદ કરવા અરજી થઇ છે. જેમાં સંજય પંડિત અને દિનેશ પાતરના જામીન રદ કરવા હાઈકોર્ટમાં અરજી થઇ છે. તથા મૃતક અમિત ખૂંટના ભાઈ મનીષ દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં અરજદારે કહ્યું છે કે ધરપકડના માત્ર 7 દિવસ બાદ જ બંને આરોપીઓને જામીન મળી ગયા છે. અગાઉ ગંભીર ગુન્હા નોંધાયેલા હોવા છતાં પણ જામીન મળ્યા છે. આરોપી વકીલ સંજય પંડિત સામે ગંભીર ગુન્હા નોંધાયેલા છે. દિનેશ પાતર સામે પણ અગાઉ 4 ગુન્હા નોંધાયેલા છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.

રાજકોટમાં વધુ એક હત્યાની ઘટનાથી હાહાકાર મચ્યો

રાજકોટમાં વધુ એક હત્યાની ઘટનાથી હાહાકાર મચ્યો છે. પારિવારિક ઝઘડામાં પુરુષની હત્યા થઈ છે. પત્ની અને પુત્રોના હાથે પતિની હત્યાની ઘટના સામે આવી છે. નરેશ વ્યાસ નામના 42 વર્ષીય પતિની હત્યા કરવામાં આવી છે. ભક્તિનગર પોલીસે ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી છે. તથા પોલીસે પત્ની અને બે સંતાનોની અટકાયત કરી છે.

પાલડી વિસ્તારમાં ફરી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી

અમદાવાદના પાલડી વિસ્તારમાં ફરી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક કાર ચાલકે એક કપલને અડફેટે લેતા મહિલા ઈજાગ્રસ્ત થઇ છે. જેમાં એક્ટિવા પર સવાર મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી. તેમાં પાલડીના વિશ્વકુંજ ચાર રસ્તા પાસે ઘટના બની છે. ઘટનાને પગલે ધારાસભ્ય અમિતભાઈ શાહ દોડી આવ્યા હતા. જેમાં ધારાસભ્યે જણાવ્યું છે કે કાર ચાલકને પકડવા જતાં 50 જેટલા લોકોનું ટોળું ઉમટી પડ્યું હતુ. બંને જૂથ વચ્ચે તકરાર થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં DCP પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×