Gujarat News : આજે 26 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 26 નવેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : કોમનવેલ્થની યજમાની અંગે આજે નિર્ણય આવશે. જેમાં DyCM હર્ષભાઈ સંઘવી ડેલિગેશન સાથે પહોંચ્યા તથા ગાંધીનગરમાં બંધારણ દિવસની ઉજવણી થશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે તેમજ મોરબીમાં વાંકાનેરના 13 વર્ષીય રાજ્ય કક્ષાના ફુટબોલ ખેલાડીનુ હ્રદયરોગના હુમલામાં મોત થયુ તેમજ અરવલ્લીમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા યોજાશે. જેમાં કોંગ્રેસની યાત્રા યાત્રાધામ શામળાજી પહોંચશે તથા અનાજ વિતરણને લઈ રાજ્ય સરકાર મહત્વના ફેરફાર કરશે. તથા સસ્તા અનાજની દુકાન પર અપાતી તુવર દાળ પેકિંગમાં આપવા વિચારણા જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
કોમનવેલ્થની યજમાની અંગે આજે નિર્ણય આવશે
કોમનવેલ્થની યજમાની અંગે આજે નિર્ણય આવશે. જેમાં DyCM હર્ષભાઈ સંઘવી ડેલિગેશન સાથે પહોંચ્યા છે. ભારતનું ડેલિગેશન સ્કોટલેન્ડના ગ્લાસગો પહોંચ્યું છે. સાંજે 6.30 વાગ્યે યજમાની અંગે સત્તાવાર જાહેરાત થશે. કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ હશે. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.
ગાંધીનગરમાં બંધારણ દિવસની ઉજવણી થશે
ગાંધીનગરમાં બંધારણ દિવસની ઉજવણી થશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે. ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગર શહેર સંગઠન હાજર રહેશે.
13 વર્ષીય રાજ્ય કક્ષાના ફુટબોલ ખેલાડીનુ હ્રદયરોગના હુમલામાં મોત
મોરબીમાં વાંકાનેરના 13 વર્ષીય રાજ્ય કક્ષાના ફુટબોલ ખેલાડીનુ હ્રદયરોગના હુમલામાં મોત થયુ છે. જૈમિલ ગૌતમ કણસાગરાનું હ્રદય રોગનાં હુમલામાં મોત થયુ છે. મહેસાણા ખાનગી શાળામાં ફુટબોલ રમતી વખતે હુમલો આવ્યો હતો. મહેસાણા તપોવન ઈન્ટરનેશનલ ઈંગ્લીશ સ્કૂલમાં ધો 8 ભણતા ભણતા જૈમિલનુ મોત થયુ છે. ગતકાલે સાંજે વિદ્યાર્થીઓ સાથે ફુટબોલ રમતી વખતે ઘટના બની હતી.
અરવલ્લીમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા યોજાશે
અરવલ્લીમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા યોજાશે. જેમાં કોંગ્રેસની યાત્રા યાત્રાધામ શામળાજી પહોંચશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, તુષાર ચૌધરી હાજર રહેશે. તથા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહેશે.
અનાજ વિતરણને લઈ રાજ્ય સરકાર મહત્વના ફેરફાર કરશે
અનાજ વિતરણને લઈ રાજ્ય સરકાર મહત્વના ફેરફાર કરશે. તથા સસ્તા અનાજની દુકાન પર અપાતી તુવર દાળ પેકિંગમાં આપવા વિચારણા છે. તુવર દાળની ગુણવત્તા જાળવવા પેકિંગમાં આપવા વિચારણા કરાઇ છે. રાજ્ય સરકાર પેકિંગના ખર્ચ અંગે ચર્ચા બાદ આખરી નિર્ણય કરશે. અનાજ વિતરણ અંગે અન્ય જિલ્લાઓમાં ATM મુકાશે. તથા અન્ય અનાજના વિતરણમાં પેકિંગ સહિતની બાબતો પર ચર્ચા બાદ નિર્ણય લેશે.
આ પણ વાંચો: Horoscope 26 November 2025: આજે શુક્રાદિત્ય યોગ બનતા આ રાશિના જાતકોને થશે મોટો લાભ