Gujarat News : આજે 27 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 27 નવેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : સોમનાથમાં 'કાર્તિકી પૂર્ણિમા મેળો 2025'નો પ્રારંભ થશે. વરસાદના લીધે કાર્તિકી પૂર્ણિમાનો મેળો મુલતવી રાખ્યો હતો. જેમાં 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી કાર્તિકી પૂર્ણિમા મેળો ચાલશે તથા મહીસાગરમાં AAPની ગુજરાત જોડો જનસભા યોજાશે. સંતરામપુરના પ્રતાપપુરા મેદાનમાં આયોજન થયુ છે તેમજ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સુરતના પ્રવાસે છે. જેમાં એક્સપ્રેસ હાઈવેનું નિરીક્ષણ કરશે તથા રાજકોટમાં ભારતીય ક્રિકેટ ચેતેશ્વર પૂજારાના સાળાના આપધાતનો મામલો સામે આવ્યો છે. જેમાં જીત પાબારી ગળેફાંસો ખાઇ આપઘાત બાદ પોલીસ તપાસ શરૂ કરી જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
સોમનાથમાં 'કાર્તિકી પૂર્ણિમા મેળો 2025'નો પ્રારંભ થશે
સોમનાથમાં 'કાર્તિકી પૂર્ણિમા મેળો 2025'નો પ્રારંભ થશે. વરસાદના લીધે કાર્તિકી પૂર્ણિમાનો મેળો મુલતવી રાખ્યો હતો. જેમાં 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી કાર્તિકી પૂર્ણિમા મેળો ચાલશે. જૂનાગઢ આઈજી નિલેશકુમાર ઝાઝડિયા મેળો ખુલ્લો મુકશે. તથા 150+ વાનગીઓ સાથે ફૂડ બજાર, બાળકો માટે મોટી રાઇડ્સ હશે. 5 દિવસ ટોચના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
મહીસાગરમાં AAPની ગુજરાત જોડો જનસભા યોજાશે
મહીસાગરમાં AAPની ગુજરાત જોડો જનસભા યોજાશે. સંતરામપુરના પ્રતાપપુરા મેદાનમાં આયોજન થયુ છે. જેમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહેશે. તથા યુવરાજસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ સોલંકી હાજર રહેશે. ચૈતર વસાવાએ MLA જીગ્નેશ મેવાણીને ટેકો આપ્યો છે. જીગ્નેશ મેવાણીના 'પટ્ટાવાળા' નિવેદનને સમર્થન છે. ચૈતર વસાવાએ જણાવ્યું છે કે આ કોઈ વ્યક્તિગત વિરોધ જ નથી. બે પાંચ ટકા પોલીસ અધિકારીઓ જ ભ્રષ્ટ છે. ભ્રષ્ટ અધિકારીઓને અટકાવવા જોઈએ.
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સુરતના પ્રવાસે
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સુરતના પ્રવાસે છે. જેમાં એક્સપ્રેસ હાઈવેનું નિરીક્ષણ કરશે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હાજર રહેશે. સિયાલજ ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે પર હેલિપેડ બનાવાયું છે.
ક્રિકેટ ચેતેશ્વર પૂજારાના સાળાના આપધાતનો મામલો સામે આવ્યો
રાજકોટમાં ભારતીય ક્રિકેટ ચેતેશ્વર પૂજારાના સાળાના આપધાતનો મામલો સામે આવ્યો છે. જેમાં જીત પાબારી ગળેફાંસો ખાઇ આપઘાત બાદ પોલીસ તપાસ શરૂ કરી છે. જીત આપઘાત બાદ જીત મોબાઈલ ફોન ભેદી રીતે ગુમ છે. માલવિયા નગર પોલીસ દ્વારા મોબાઈલ શોધખોળ શરૂ કરી છે. માલવિયાનગર પોલીસ આજે જીત પાબારી જે રૂમમાં આપઘાત કર્યો ત્યાં પંચનામુ કરવા જશે. તથા પ્રાથમિક તપાસમાં ડિપ્રેશનમાં પગલું ભર્યાની આશંકા છે.
વલસાડના ધરમપુરમાં રાજ્ય સરકારની ચિંતન શિબિર
વલસાડના ધરમપુરમાં રાજ્ય સરકારની ચિંતન શિબિર છે. જેમાં મંત્રીઓ અને અધિકારીઓ ચિંતન શિબિર માટે રવાના થયા છે. તેમાં અમદાવાદથી વંદે ભારત ટ્રેન મારફતે તમામ મંત્રીઓ રવાના થયા છે. જેમાં ધરમપુરમાં સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. જેમાં 27, 28 અને 29 ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન છે. ચિંતન શિબિરમાં પાંચ જૂથ બનાવી વિવિધ વિષયો પર ચર્ચા થશે. પોષણ અને જાહેર આરોગ્ય બાબતે પણ ચિંતન થશે. જાહેર સલામતીના વિષય ઉપર પણ ચિંતન થશે. હરિત ઉર્જા અને પર્યાવરણ વિષય પર ચર્ચા થશે. સેવાક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ અંગે ચિંતન થશે. શાસનમાં AIના પડકારોનો સામનો કરવા સંદર્ભે ચર્ચા થશે. કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરી સોમનાથન માર્ગદર્શન આપશે. મંત્રી સહિત અધિકારીઓ કેટલીક રમતોમાં પણ ભાગ લેશે.
આ પણ વાંચો: Rashifal 27 November 2025: આજે વસુમાન યોગનો શુભ સંયોગ છે, જે આ રાશિઓને કરાવશે લાભ


