Gujarat News : આજે 30 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 30 નવેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : અમદાવાદ એરપોર્ટ પર સોલર રેડિએશનની અસર થઇ છે. જેમાં અમદાવાદ એરપોર્ટ આવતી 41 ફ્લાઇટ મોડી પડી છે તથા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખના ભાઈ દારૂ વેચતા ઝડપાયા છે તેમજ પાલતુ શ્વાનો માટે અમદાવાદ બાદ ગાંધીનગર મહાનગરપાલિકા નિયમો લાગુ કરશે તથા જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર અકસ્માત થયો છે. જેમાં સોયલ ટોલનાકા નજીક 2 એસટી બસ વચ્ચે અકસ્માત થયા તેમજ મોરબીમાં લેક્ષસ સિરામિક લેબર ક્વાર્ટરમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. નરેન્દ્ર ધ્રુમેલ નામના આરોપીએ માર મારતા મહિલાનું મોત થયું જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
અમદાવાદ એરપોર્ટ પર સોલર રેડિએશનની અસર થઇ
અમદાવાદ એરપોર્ટ પર સોલર રેડિએશનની અસર થઇ છે. જેમાં અમદાવાદ એરપોર્ટ આવતી 41 ફ્લાઇટ મોડી પડી છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટના શેડ્યૂલ પર પણ મોટી અસર થઈ છે. જેમાં 2 ફ્લાઇટ તેમજ દિલ્હીથી આવતી એક ફ્લાઇટ લેટ થઇ છે. સ્પાઇસજેટની 41 અને ઇન્ડિગોની 21 ફ્લાઇટ અસરગ્રસ્ત થઇ છે. મુંબઈ, ગોવા, લખનઉ, રાયપુરની ફ્લાઇટ્સ 2 કલાક મોડી થઇ છે.
નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખના ભાઈ દારૂ વેચતા ઝડપાયા
નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખના ભાઈ દારૂ વેચતા ઝડપાયા છે. જેમાં AAP જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂ વેચતા ઝડપાયા છે. વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ વસાવા દારૂની 11 બોટલ સાથે પકડાયા છે. AAP જિલ્લા પ્રમુખનો ભાઈ ઝડપાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ અગાઉ પણ ભદ્રેશ દારૂની હેરાફેરીમાં ઝડપાઈ ચુક્યો છે. નર્મદા જિલ્લા LCBએ બાતમીના આધારે રેડ કરી ઝડપી પાડ્યો હતો.
પાલતુ શ્વાનો માટે અમદાવાદ બાદ ગાંધીનગર મહાનગરપાલિકા નિયમો લાગુ
પાલતુ શ્વાનો માટે અમદાવાદ બાદ ગાંધીનગર મહાનગરપાલિકા નિયમો લાગુ કરશે. ગાંધીનગર મહાનગરપાલિકાનો પાલતુ શ્વાન રજીસ્ટ્રેશન ફરજિયાત બનશે. પાલતુ શ્વાન માટે રૂપિયા 209 રજિસ્ટ્રેશન ફી સાથે માલીકોની વિગતો આપવી ફરજિયાત રહેશે. જાહેરમાં ગંદકી કરતા પાલતુ શ્વાનના માલિકોને રૂપિયા 500 દંડ ભરવો પડશે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર અકસ્માત થયો
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર અકસ્માત થયો છે. જેમાં સોયલ ટોલનાકા નજીક 2 એસટી બસ વચ્ચે અકસ્માત થયા છે. એક બસે બીજી બસને પાછળથી ટક્કર મારી છે. અકસ્માતમાં બાળકો, મહિલાઓ સહિત પાંચથી છ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. તથા ઇજાગ્રસ્તોને જામનગરની જીજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે.
મોરબીમાં લેક્ષસ સિરામિક લેબર ક્વાર્ટરમાં હત્યાનો ભેદ ઉકેલાયો
મોરબીમાં લેક્ષસ સિરામિક લેબર ક્વાર્ટરમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. નરેન્દ્ર ધ્રુમેલ નામના આરોપીએ માર મારતા મહિલાનું મોત થયું હતું. જેમાં મૃતક મહિલા અને આરોપી નરેન્દ્ર ધ્રુમેલ વચ્ચે પ્રેમ સંબંધ હતા. તથા આરોપી નરેન્દ્રએ પટ્ટા અને લાકડથી મહિલાને માર માર્યો હતો. પોલીસની આકરી પૂછપરછમાં ભાંગી પડેલા આરોપીએ કબૂલાત કરી છે. કબૂલાત બાદ હાર્ટ એટેક આવતા પોલીસ કસ્ટડીમાં આરોપીનું મોત થયુ છે. ત્રણ મહિના પહેલા જ બંને મોરબી આવીને લિવઈનમાં રહેતા હતા.
આ પણ વાંચો: Rashifal 30 November 2025: જાણો આજનું તમારુ રાશિફળ, કેવો રહેશે રવિવાર


