Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 5 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : રાજકોટ શહેર ભાજપ સંગઠન માટે આજે સેન્સ લેવાશે. સેન્સ લેવા માટે પ્રદેશમાંથી અમદાવાદના પૂર્વ મેયર બીજલબેન પટેલ અને પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર આવશે તથા અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છે. જેમાં મોડાસાના ઈસરોલ, જીવનપુર, ટીંટોઈ સહિતના પંથકમાં ધુમ્મસ છવાયું છે તથા માવઠાથી નુકસાન અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ખેડૂતો માટે આજે રાહત પેકેજ જાહેર થઈ શકે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
gujarati top news   આજે 5 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 5 નવેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : રાજકોટ શહેર ભાજપ સંગઠન માટે આજે સેન્સ લેવાશે. સેન્સ લેવા માટે પ્રદેશમાંથી અમદાવાદના પૂર્વ મેયર બીજલબેન પટેલ અને પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર આવશે તથા અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છે. જેમાં મોડાસાના ઈસરોલ, જીવનપુર, ટીંટોઈ સહિતના પંથકમાં ધુમ્મસ છવાયું છે તથા વલસાડના પીઠા ગામે DRIના દરોડામાં પ્રોહિબિટેડ કેમિકલ ઝડપાયું છે. જેમાં શોપિંગ સેન્ટરમાં આવીલી દુકાનોમાંથી કેમિકલનો જથ્થો જપ્ત કરાયો તેમજ અમરેલીના રાજુલામાં ગુમ યુવકના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. જેમાં 25 દિવસથી લાપતા સુરેશ સભાડીયાનો મૃતદેહ મળ્યો હતો તથા માવઠાથી નુકસાન અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ખેડૂતો માટે આજે રાહત પેકેજ જાહેર થઈ શકે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

રાજકોટ શહેર ભાજપ સંગઠન માટે આજે સેન્સ લેવાશે

રાજકોટ શહેર ભાજપ સંગઠન માટે આજે સેન્સ લેવાશે. સેન્સ લેવા માટે પ્રદેશમાંથી અમદાવાદના પૂર્વ મેયર બીજલબેન પટેલ અને પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર આવશે. પ્રમુખ નિમણૂક થયા બાદ 8 માસ વિતવા છતાં સંગઠન માળખું તૈયાર નથી. જેમાં આજે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંગઠન એક હોદ્દા માટે 3 - 3 નામ પ્રદેશમાં મોકલવાના રહશે. તથા પ્રદેશ સંગઠનના નામો જાહેરત કરવામાં આવશે.

Advertisement

અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ

અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છે. જેમાં મોડાસાના ઈસરોલ, જીવનપુર, ટીંટોઈ સહિતના પંથકમાં ધુમ્મસ છવાયું છે. તેમજ હાઇવે રોડમાં પણ વિઝિબીલીટીઘટતાં વાહનચાલકો પરેશાન થયા છે.

વલસાડના પીઠા ગામે DRIના દરોડામાં પ્રોહિબિટેડ કેમિકલ ઝડપાયું

વલસાડના પીઠા ગામે DRIના દરોડામાં પ્રોહિબિટેડ કેમિકલ ઝડપાયું છે. જેમાં શોપિંગ સેન્ટરમાં આવીલી દુકાનોમાંથી કેમિકલનો જથ્થો જપ્ત કરાયો છે. DRI દ્વારા મોટી માત્રામાં કેમિકલ અને અન્ય મુદ્દામાલ કબ્જે કરાયો છે. તેમજ DRI દ્વારા 4 વ્યક્તિઓની અટકાયત કરવામા આવી છે. તથા દવા બનાવવા વપરાતા ડ્રગ માટેનું કેમિકલ હોવાની પ્રાથમિક માહિતી છે.

અમરેલીના રાજુલામાં ગુમ યુવકના મૃતદેહનો ભેદ ઉકેલાયો

અમરેલીના રાજુલામાં ગુમ યુવકના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. જેમાં 25 દિવસથી લાપતા સુરેશ સભાડીયાનો મૃતદેહ મળ્યો હતો. તથા મૃતકની ગળે ટૂંપો આપીને હત્યા કારાઈ હોવાનો ખુલાસો થયો છે. તેમજ રાજુલા પોલીસે આરોપી રાજદીપસિંહ રાઠોડની ધરપકડ કરી છે. તથા આરોપી રાજદીપસિંહ રાઠોડે પોલીસ તપાસમાં કબૂલાત કરી છે. રાજદીપસિહ રાઠોડની પત્ની સાથે આડા સબંધમાં હત્યા કરી છે.

માવઠાથી નુકસાન અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા

માવઠાથી નુકસાન અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ખેડૂતો માટે આજે રાહત પેકેજ જાહેર થઈ શકે છે. તેમજ CM ભૂપેન્દ્રભાઈની અધ્યક્ષતામાં મોટી બેઠક મળી શકે છે. SDRFના નિયમોથી પર જઈને વિશેષ પેકેજ જાહેર કરાશે. ઈતિહાસનું સૌથી મોટુ રાહત પેકેજ જાહેર થવાની સંભાવના છે. પ્રતિ હેક્ટર સહાય અને વિસ્તાર પ્રમાણે સહાય માટે તૈયારીઓ છે. અન્ય વિભાગો સાથે પણ સંકલન કરવા સુચનાઓ અપાઈ છે. તથા CMની બેઠક બાદ સહાય પેકેજને લઈને વહિવટી વિભાગ એક્શનમાં છે.

આ પણ વાંચો: Rashifal 5 November 2025: માલવ્ય રાજયોગથી આ રાશિઓ માટે આજનો દિવસ શુભ અને લાભદાયી રહેશે

Tags :
Advertisement

.

×