Gujarati Top News : આજે 1 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 1 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી યોજાઈ છે. માતાજીને ઘીનો અભિષેક કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા તથા ખેડામાં નવા ફાગવેલ તાલુકાના મુખ્ય મથકને લઈ વિરોધ થયો છે. ઉગ્ર આંદોલન કરતા ફાગવેલવાસીઓ સામે તંત્ર ઢીલું પડ્યું અને આજથી ઘણા નિયમો બદલાઈ રહ્યા છે અને નવા નિયમો લાગુ થયા છે તથા આજથી ઘણા નિયમો બદલાઈ રહ્યા છે અને નવા નિયમો લાગુ થયા છે. જે સામાન્ય લોકોના જીવન અને નાણાકીય આયોજન પર સીધી અસર કરી શકે છે. જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી યોજાઈ
ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી યોજાઈ છે. માતાજીને ઘીનો અભિષેક કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. દર વર્ષે નવરાત્રિની નોમના દિવસે માતાજીની પલ્લી નીકળે છે. માતાજીની પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો છે.
પલ્લી બાદ રૂપાલ ગામના રસ્તાઓ પર ઘી નદી વહી છે. ગાંધીનગરથી 15 કિલોમીટર દૂર રૂપાલ ગામ આવેલું છે.
ખેડામાં નવા ફાગવેલ તાલુકાના મુખ્ય મથકને લઈ વિરોધ થયો
ખેડામાં નવા ફાગવેલ તાલુકાના મુખ્ય મથકને લઈ વિરોધ થયો છે. ઉગ્ર આંદોલન કરતા ફાગવેલવાસીઓ સામે તંત્ર ઢીલું પડ્યું છે. બાલાસિનોર અને કપડવંજના ધારાસભ્યો ફાગવેલ પહોંચ્યા છે. માનસિંહ ચૌહાણ અને રાજશ ઝાલાએ લોકો સાથે બેઠક કરી છે. ક્ષત્રિયવીર ભાથીજી મહારાજના દર્શન કરીને જાહેર બેઠક કરી છે. મંદિર પટાંગણમાં જ ધારાસભ્યઓનું ફાગવેલવાસીઓને આશ્વાસન છે. ફાગવેલ તાલુકા સાથે મુખ્ય મથક પણ બનશે તેવી હૈયાધારણા આપી છે. મુખ્ય મથક કાપડીવાવને બદલે હવે ફાગવેલ બને તેવી શક્યતા છે. ધારાસભ્યોએ હૈયાધારણા આપતા ફાગવેલવાસીઓએ ઉજવણી છે.
આજથી ઘણા નિયમો બદલાઈ રહ્યા છે અને નવા નિયમો લાગુ થયા છે
આજથી ઘણા નિયમો બદલાઈ રહ્યા છે અને નવા નિયમો લાગુ થયા છે. જે સામાન્ય લોકોના જીવન અને નાણાકીય આયોજન પર સીધી અસર કરી શકે છે. ટ્રેન ટિકિટ, UPI, પેન્શન યોજનાઓ, ઓનલાઈન ગેમિંગ, LPG અને બેંકિંગ જેવી બાબતો માટેના નિયમો બદલાયા છે. ઓઈલ કંપનીઓ 1 ઓક્ટોબરથી LPG અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરશે. ટ્રેન ટિકિટ બુકિંગમાં રેલ મુસાફરો માટે એક નવો નિયમ અમલમાં આવશે. જેમનું આધાર કાર્ડ ચકાસેલું છે તેઓ જ રિઝર્વેશન ખુલવાના 15 મિનિટ પહેલા ટિકિટ બુક કરી શકશે. આ નિયમ હવે સામાન્ય રિઝર્વેશન પર પણ લાગુ થશે. જો કે, રેલવે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારાઓ માટે સુવિધા એ જ રહેશે. આ સિવાય રેલવેના અધિકૃત એજન્ટ રિઝર્વેશન ખુલવાની પહેલી 10 મિનિટ સુધી ટિકિટ બુક કરી શકશે નહીં. ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ પર કડક કાર્યવાહી કરવાના પગલામાં સરકારે ઓનલાઈન ગેમિંગ બિલ 2025 ને મંજૂરી આપી છે જે આજથી અમલમાં આવ્યું છે.
રાજ્યના 2 IPS અધિકારીઓની બદલી અને નિયુક્તિઓ થઇ
રાજ્યના 2 IPS અધિકારીઓની બદલી અને નિયુક્તિઓ થઇ છે. વેઇટિંગ ફોર પોસ્ટિંગ રહેલા IPS ધર્મેન્દ્ર શર્માને બોટાદના એસપી બનાવાયા છે. હાલમાં નિયુક્તિ થયેલા બોટાદ એસપી ચિંતન તૈરૈયાની બદલી કરાઇ છે. IPS ચિંતન તૈરૈયાને નવા બનેલા વાવ થરાદ જિલ્લાના એસપી તરીકે બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Rashifal 1 October 2025: આજે બુધના સીધા ગોચરથી આ રાશિઓને ફાયદો થશે