Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 24 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : મહેસાણામાં આજે વાયુસેનાનો એર શો યોજાશે. વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાશે. જેમાં ભારતીય વાયુસેનાની ટીમ આકાશમાં ત્રિરંગો લહેરાવશે તથા પોરબંદરના ભાણવડમાં જંગલ સફારીમાં સિંહો દેખાયા છે. જેમાં જંગલ સફારીમાં પ્રથમ વખત 11 બાળ સિંહો જોવા મળ્યા છે તેમજ વરસાદની સ્થિતિને લઈ હવામાન વિભાગની આગાહી છે.
gujarati top news   આજે 24 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 24 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : મહેસાણામાં આજે વાયુસેનાનો એર શો યોજાશે. વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાશે. જેમાં ભારતીય વાયુસેનાની ટીમ આકાશમાં ત્રિરંગો લહેરાવશે તથા પોરબંદરના ભાણવડમાં જંગલ સફારીમાં સિંહો દેખાયા છે. જેમાં જંગલ સફારીમાં પ્રથમ વખત 11 બાળ સિંહો જોવા મળ્યા છે તેમજ વરસાદની સ્થિતિને લઈ હવામાન વિભાગની આગાહી છે. જેમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ તથા વલસાડ જિલ્લાના વાપી GIDCમાં આગનો બનાવ બન્યો છે. જેમાં મોડી રાત્રે વાપી GIDCમાં આવેલી રામા પેપરમીલમાં આગ લાગી હતી જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

મહેસાણામાં આજે વાયુસેનાનો એર શો યોજાશે

મહેસાણામાં આજે વાયુસેનાનો એર શો યોજાશે. વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાશે. જેમાં ભારતીય વાયુસેનાની ટીમ આકાશમાં ત્રિરંગો લહેરાવશે. સૂર્યકિરણ ટીમ 9 જેટ્સ દ્વારા એર શો પ્રસ્તુત કરશે. યુવાનોને સશસ્ત્રદળોમાં જોડાવવા પ્રેરિત કરવાનો હેતુ છે. તથા એશિયાની ગૌરવશાળી ટીમ સૂર્યકિરણ એરોબેટિક છે. સૂર્યકિરણની ટીમ 700થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય શો કરી ચુકી છે. તેમજ જેટ્સ 900થી 1 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરે છે.

Advertisement

પોરબંદરના ભાણવડમાં જંગલ સફારીમાં સિંહો દેખાયા

પોરબંદરના ભાણવડમાં જંગલ સફારીમાં સિંહો દેખાયા છે. જેમાં જંગલ સફારીમાં પ્રથમ વખત 11 બાળ સિંહો જોવા મળ્યા છે. બરડા જંગલમાં ગત વર્ષે જંગલ સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નાના બાળ સિંહો સાથે 17 થી 18 સિંહો ફરતા દેખાયા છે. સિંહોનું ટોળું જોવા મળતાં લોકોમાં ખુશી જોવા મળી છે.

વરસાદની સ્થિતિને લઈ હવામાન વિભાગની આગાહી

વરસાદની સ્થિતિને લઈ હવામાન વિભાગની આગાહી છે. જેમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. આગામી 48 કલાકમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના છે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શકયતા છે.

વલસાડ જિલ્લાના વાપી GIDCમાં આગનો બનાવ બન્યો

વલસાડ જિલ્લાના વાપી GIDCમાં આગનો બનાવ બન્યો છે. જેમાં મોડી રાત્રે વાપી GIDCમાં આવેલી રામા પેપરમીલમાં આગ લાગી હતી. રામા પેપરમીલમાં આગ લાગતા ભાગદોડ મચી છે. આગ લાગતા કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે. તથા આગ લાગવાનું કારણ અકબંધ છે. તેમજ આગ લાગતા વાપી, GIDC, નોટિફાઈડ, વાપી પાલિકા, અન્ય ખાનગી કંપનીના મળી 8 જેટલાં ફાયરો સ્થળ પર પહોંચ્યા છે. આગ લાગતા આજીબાજુમાં આવેલ કેમિકલ કંપનીના સંચાલકોના જીવ અધ્ધર થયા છે. કંપનીમાં પેપરનો રો મટીરીયલ અને બનેલ માલ બળીને ખાખ થયો છે.

આ પણ વાંચો: Rashifal 24 October 2025: ગુરુ-ચંદ્ર નવમ પંચમનો યુતિ આ રાશિઓને મોટો ફાયદો કરાવશે, જાણો આજનું રાશિફળ

Tags :
Advertisement

.

×