Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 28 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. જેમાં ગુજરાત પર એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. આજે રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ તથા ભાવનગરમાં વરસાદે તારાજી સર્જી છે. જેમાં વરસાદના કારણે મહુવા, પાલિતાણા, સિહોર અને તળાજામાં ભારે નુકસાન થયુ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે.
gujarati top news   આજે 28 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 28 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. જેમાં ગુજરાત પર એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. આજે રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ તથા ભાવનગરમાં વરસાદે તારાજી સર્જી છે. જેમાં વરસાદના કારણે મહુવા, પાલિતાણા, સિહોર અને તળાજામાં ભારે નુકસાન થયુ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. કમલમ ખાતે નવા વર્ષનું દિવાળી સ્નેહમિલન યોજાશે તથા ગીર ગઢડાના રાવલ ડેમના દરવાજા ખોલાતા એલર્ટ અપાયુ તેમજ કચ્છના નખત્રાણા-ભુજ માર્ગ પર અકસ્માતમાં 2 લોકોના મોત તથા સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજના દુકાનદારોનો વિરોધ છે. જેમાં પડતર પ્રશ્નોનો ઉકેલ નહી આવતા કલેક્ટરને આવેદન આપશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો

રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. જેમાં ગુજરાત પર એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. આજે રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. મેઘકહેરથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છિનવાયો છે. તેમજ મંત્રીઓ આજથી અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 120 ટકા વરસાદ થયો છે. તથા ચોમાસાની સત્તાવાર વિદાય છતાં વરસાદી માહોલ છે.

Advertisement

ભાવનગરમાં વરસાદે તારાજી સર્જી છે

ભાવનગરમાં વરસાદે તારાજી સર્જી છે. જેમાં વરસાદના કારણે મહુવા, પાલિતાણા, સિહોર અને તળાજામાં ભારે નુકસાન થયુ છે. તેમજ આજે કૃષિ મંત્રી જીતુ વાધાણી સિહોર અને મહુવાની મુલાકાત લેશે. તથા કૃષિ મંત્રી ખેડૂતો સાથે વાતચીત કરશે. તથા ભાવનગરના મહુવામાં છેલ્લા 48 કલાકમાં 14 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે

ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. કમલમ ખાતે નવા વર્ષનું દિવાળી સ્નેહમિલન યોજાશે. જેમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા હાજર રહેશે.

ગીર ગઢડાના રાવલ ડેમના દરવાજા ખોલાતા એલર્ટ અપાયુ

ગીર ગઢડાના રાવલ ડેમના દરવાજા ખોલાતા એલર્ટ અપાયુ છે. રાવલ ડેમના 3 દરવાજા 1 ફૂટ ખોલીને પાણી છોડાયું છે. તેમાં ઉના, ગીર ગઢડા તાલુકાના 17 ગામને એલર્ટ કરાયા છે. ડેમમાંથી 3708 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. તેથી ચિખલકુબા, જસાધાર, ધોકડવા, મોહબતપરા, કાંધી, મોડા સમઢીયાળા, પડાપાદર, પાતાપુરમાં એલર્ટ છે. તેમજ ઉમેજ, સામતેર, કાણકબરડા, રામેશ્વર, ખત્રીવાડા તથા ગરાળ, મોઠા, સંજવાપુર, માણેકપુર, સનખડાને એલર્ટ છે.

કચ્છના નખત્રાણા-ભુજ માર્ગ પર અકસ્માતમાં 2 લોકોના મોત

કચ્છના નખત્રાણા-ભુજ માર્ગ પર અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. કાર વૃક્ષ સાથે અથડાતા કારમાં સવાર બે લોકોના મોત થયા છે. દેશલપર વાંઢાઈ-માજીરાઈ વચ્ચે દાદા-દાદી વાડી પાસે અકસ્માત થયો છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. માર્ગની હાલત ખરાબ હોવાથી અકસ્માત સર્જાતા હોવાનો દાવો છે.

સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજના દુકાનદારોનો વિરોધ

સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજના દુકાનદારોનો વિરોધ છે. જેમાં પડતર પ્રશ્નોનો ઉકેલ નહી આવતા કલેક્ટરને આવેદન આપશે. તથા કમિશનમાં વધારો, અનાજમાં ઘટ, સહિતના પ્રશ્નોની રજૂઆત કરશે. આગામી 1 નવેમ્બરથી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: Rashifal 28 October 2025: શુભ યોગથી આ રાશિના લોકો આજે મળશે લાભ, જાણો આજનું રાશિફળ

Tags :
Advertisement

.

×