Gujarati Top News : આજે 29 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 29 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : રાજકોટમાં લોકોના જીવ જોખમાય તેવી રીતે ફટાકડા ફોડતા હોવાનો વીડિયો સામે આવ્યો તથા વીરપુરમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી થઇ રહી છે. જેમાં વીરપુરના લોકો ઘરે ઘરે રંગોળી કરી અને તોરણ બાંધ્યા તેમજ ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. જેમાં નવનિયુક્ત મંત્રીઓને ખાતા ફાળવણી બાદ પહેલી બેઠક છે તેમજ બોટાદમાં કોંગ્રેસ બાદ હવે આપ પણ મહાપંચાયત કરશે. જેમાં 31 ઓક્ટોબરે બોટાદમાં આમ આદમી પાર્ટીની મહાપંચાયત છે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
રાજકોટમાં લોકોના જીવ જોખમાય તેવી રીતે ફટાકડા ફોડતા હોવાનો વીડિયો સામે આવ્યો
રાજકોટમાં લોકોના જીવ જોખમાય તેવી રીતે ફટાકડા ફોડતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વીડિયો બાદ પોલીસે બંને યુવાનની અટકાયત કરી હતી. જેમાં પોલીસે કાયદાનું ભાન કરાવતા માફી માંગતા વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યા છે. અગાઉ યુવક ચાલુ કારમાં ફટાકડા ફોડી રહ્યો હતો. જેમાં ચાલુ કારમાં ફટાકડા ફોડી રોડ ઉપર ગમે ત્યાં ફેંકતો હતો.
મહીસાગરમાં હિટ એન્ડ રનની ઘટના મામલે મોટો ખુલાસો થયો
મહીસાગરમાં હિટ એન્ડ રનની ઘટના મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં કારચાલક મનીષ પટેલ શિક્ષક હોવાનું સામે આવ્યું છે. તેમાં બાઈકચાલકને ઢસડનાર કારચાલક લુણાવાડાના કાકચિયાનો વતની છે. કારમાંથી દારૂ સહિત અન્ય સામાનના વીડિયો વાયરલ થયા છે. જેમાં કારચાલકે નિર્દયતાથી બાઈકસવારને 4થી 5 કિમી ઢસેડ્યો હતો. બાઈક પર સવાર બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ ફંગોળાયો હતો. બાઈકચાલકને ગંભીર ઈજા પહોંચતા વડોદરા હોસ્પિટલ રિફર કરાયો છે.
રાજ્યમાં 24 કલાકમાં 136 તાલુકામાં માવઠું પડ્યુ
રાજ્યમાં 24 કલાકમાં 136 તાલુકામાં માવઠું પડ્યુ છે. જેમાં ડીસામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં વરસાદ છે. તથા સૂત્રાપાડા, પાટણ વેરાવળમાં 2 ઇંચ વરસાદ તથા તાલાલા, બાવળા, રાધનપુરમાં 2 ઇંચ વરસાદ સાથે 14 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમાં 40 તાલુકામાં અડધાથી 1 ઇંચ સુધીનો વરસાદ છે. જેમાં અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ ખાબક્યો છે.
વીરપુરમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી
વીરપુરમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી થઇ રહી છે. જેમાં વીરપુરના લોકો ઘરે ઘરે રંગોળી કરી અને તોરણ બાંધ્યા છે. તથા વિવિધ ચોકમાં અવનવા જલારામ બાપાના ફ્લોટ તૈયાર કરાયા છે. જલારામ બાપાની શોભાયાત્રા પણ કાઢવામાં આવશે. દેશ-વિદેશમાંથી બાપાના લાખો ભક્તો દર્શને આવ્યા છે. તેમજ જન્મ જયંતિ ઉજવવા વીરપુરમાં અનેરો ઉત્સાહ છે.
ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. જેમાં નવનિયુક્ત મંત્રીઓને ખાતા ફાળવણી બાદ પહેલી બેઠક છે. તથા રાજ્યમાં થયેલા કમોસમી વરસાદની બેઠકમાં સમીક્ષા થશે. તથા મંત્રીઓને મોકલાયેલા વિસ્તારોમાં સ્થિતિનો રિપોર્ટ લેવાશે. તેમજ ખેડૂતોને વળતર આપવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે. તથા એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે પણ ચર્ચા થશે. નવા મંત્રીઓની કામગીરી અને 100 દિવસના એજન્ડા પર ચર્ચા થશે.
બોટાદમાં કોંગ્રેસ બાદ હવે આપ પણ મહાપંચાયત કરશે
બોટાદમાં કોંગ્રેસ બાદ હવે આપ પણ મહાપંચાયત કરશે. જેમાં 31 ઓક્ટોબરે બોટાદમાં આમ આદમી પાર્ટીની મહાપંચાયત છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદભાઈ કેજરીવાલ ગુજરાત આવશે. તથા સુરતમાંથી આપના 15 સભ્યોની ટીમ સૌરાષ્ટ્ર રવાના થઇ છે. સુરેન્દ્રનગરના ગામોમાં ખેડૂતોનો રિવ્યૂ લઈ રહી છે. જેમાં નવેમ્બરના અંતમાં અરવિંદ કેજરીવાલ સુરત આવી શકે છે. સુરત મનપાની ચૂંટણીને લઈને અરવિંદભાઈ કેજરીવાલ આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Rashifal 29 October 2025: આ રાશિઓ માટે લાભદાયી દિવસ, કેન્દ્ર યોગ દ્વારા થશે પ્રગતિ


