Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 30 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : PM મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં PM Modi ભાગ લેશે. તથા ગાંધીનગરમાં MLA કવાટર્સમાંથી કપલ પકડાયું છે. જેમાં વાંસદાના MLAના ક્વાટર્સમાં યુવક-યુવતી હતા. તેમાં પોલીસે યુવક અને યુવતીના નિવેદન નોંધ્યા તેમજ ભૂતિયા વિદ્યાર્થીથી ચાલતી શાળાનો મુદ્દો ફરી ગૂંજ્યા છે. રાજ્યમાં નવા શિક્ષણ મંત્રી નિમાતા મુદ્દો ચર્ચાયો છે.
gujarati top news   આજે 30 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 30 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : PM મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં PM Modi ભાગ લેશે. તથા ગાંધીનગરમાં MLA કવાટર્સમાંથી કપલ પકડાયું છે. જેમાં વાંસદાના MLAના ક્વાટર્સમાં યુવક-યુવતી હતા. તેમાં પોલીસે યુવક અને યુવતીના નિવેદન નોંધ્યા તેમજ ભૂતિયા વિદ્યાર્થીથી ચાલતી શાળાનો મુદ્દો ફરી ગૂંજ્યા છે. રાજ્યમાં નવા શિક્ષણ મંત્રી નિમાતા મુદ્દો ચર્ચાયો છે તથા હિંમતનગરમાં HUDA સામે 11 ગામના લોકો મેદાને ઉતર્યા છે. જેમાં ડ્રાફ્ટ પ્લાન જાહેર થતા 11 ગામના મિલકત ધારકોનો વિરોધ છે તેમજ અમરેલી જાફરાબાદ બાદ રાજુલા પંથકમાં વરસાદ છે. જેમાં રાજુલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ આવ્યો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

PM મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

PM મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં PM Modi ભાગ લેશે. તથા એકતાનગરમાં 1140 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે. તથા રૂ.150નો સ્મારક સિક્કો, ટપાલ ટિકિટ બહાર પાડશે. આજે સાંજે ઈ-બસોને લીલીઝીંડી દેખાડશે. તથા 31 ઓક્ટોબરે સવારે 8 વાગ્યે પુષ્પાંજલિ અર્પણ કરશે. એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે, પરેડનું નિરીક્ષણ કરશે. વિવિધતામાં એકતાની થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. તેમજ તાલીમાર્થી અધિકારીઓ સાથે વાર્તાલાપ કરશે.

Advertisement

ગાંધીનગરમાં MLA કવાટર્સમાંથી કપલ પકડાયું

ગાંધીનગરમાં MLA કવાટર્સમાંથી કપલ પકડાયું છે. જેમાં વાંસદાના MLAના ક્વાટર્સમાં યુવક-યુવતી હતા. તેમાં પોલીસે યુવક અને યુવતીના નિવેદન નોંધ્યા છે. યુગલ 18 વર્ષથી વધુની ઉંમરના અને સહમતિથી આવ્યા હતા. પોલીસે યુગલના સ્ટેટમેન્ટ નોંધીને જવા દીધા છે. પોલીસને બાતમી મળતા તપાસ હાથ ધરી હતી. સેક્ટર 21 ખાતે જૂના MLA કવાટર્સની ઘટના છે. વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલનું ક્વાટર્સ છે. MLA ક્વાટર્સમાં યુગલ કેવીરીતે આવ્યું તેને લઈ સવાલ છે.

ભૂતિયા વિદ્યાર્થીથી ચાલતી શાળાનો મુદ્દો ફરી ગૂંજ્યા

ભૂતિયા વિદ્યાર્થીથી ચાલતી શાળાનો મુદ્દો ફરી ગૂંજ્યા છે. રાજ્યમાં નવા શિક્ષણ મંત્રી નિમાતા મુદ્દો ચર્ચાયો છે. ભૂતિયા વિદ્યાર્થીઓથી ચાલતી શાળા સામે કાર્યવાહીની માગ છે. શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત છે. ડમી શાળાઓ અને ટ્યુશન સામે યોગ્ય કાર્યવાહીની માગ છે. તેમજ ટ્યુશન ક્લાસીસ સમિતિમાં શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ સમાવવા માગ છે.

હિંમતનગરમાં HUDA સામે 11 ગામના લોકો મેદાને ઉતર્યા

હિંમતનગરમાં HUDA સામે 11 ગામના લોકો મેદાને ઉતર્યા છે. જેમાં ડ્રાફ્ટ પ્લાન જાહેર થતા 11 ગામના મિલકત ધારકોનો વિરોધ છે. HUDA હટાવો સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વિરોધ કરશે. તેમાં હિંમતનગરના તમામ ખેડૂતોનું પણ 11 ગામના લોકોને ટેકો છે. HUDA એટલે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી જેમાં HUDAથી હડિયોલ ગામની 1600થી 2000 એકર જમીન જશે. તેથી 11 ગામના ખેડૂતોની 40 ટકા જેટલી જમીન કપાતમાં જશે. જમીન લીધા બાદ એકપણ રૂપિયો ખેડૂતોને વળતર નહીં મળે.

અમરેલી જાફરાબાદ બાદ રાજુલા પંથકમાં વરસાદ

અમરેલી જાફરાબાદ બાદ રાજુલા પંથકમાં વરસાદ છે. જેમાં રાજુલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ આવ્યો છે. તેમજ ભેરાઇ, રામપરા, કડિયાળી, હિંડોરણામાં વરસાદ સાથે પીપાવાવ અને વડલી સહિતના ગામોમાં વરસાદ છે. વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો છે.

આ પણ વાંચો: Rashifal 30 October 2025: ગજકેસરી યોગ રચાતા આ રાશિઓને થશે મોટો લાભ

Tags :
Advertisement

.

×