Gujarati Top News : આજે 31 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 31 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. જેમાં એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું તથા સરદાર પટેલના પૌત્ર ગૌતમભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમાં જણાવ્યું છે કે હિન્દુસ્તાનમાં શું થયું હતું તે જાણવું જોઈએ. સ્વરાજ પ્રાપ્તિનો ઈતિહાસ જાણવો જોઈએ તેમજ
જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. જેમાં એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદના નારણપુરામાં રન ફોર યુનિટીનું આયોજન છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રન ફોર યુનિટીને લીલીઝંડી આપી છે. તથા
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે.
સરદાર પટેલના પૌત્ર ગૌતમભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું
લૌહપુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિ છે. રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી છે. જેમાં સરદાર પટેલના પૌત્ર ગૌતમભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમાં જણાવ્યું છે કે હિન્દુસ્તાનમાં શું થયું હતું તે જાણવું જોઈએ. સ્વરાજ પ્રાપ્તિનો ઈતિહાસ જાણવો જોઈએ. સરદાર પટેલના અમૂલ્ય યોગદાનને તેમણે યાદ કર્યુ છે. તથા PMની સરદાર પટેલના પરિવાર સાથે મુલાકાત થઇ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે. કેવડિયામાં એકતા દિવસની ઉજવણીમાં સામેલ થશે. તથા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે તથા પરેડનું નિરીક્ષણ કરશે. વિવિધતામાં એકતાની થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. તાલીમાર્થી અધિકારીઓ સાથે PM મોદી વાર્તાલાપ કરશે.
સરદાર પટેલના પરિવારને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મળ્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં સરદાર પટેલના પરિવારને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે. તથા કેવડિયામાં સરદાર પટેલના પરિવાર સાથે વાર્તાલાપ કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા X પર PM મોદીએ તસવીર શેર કરી છે. તથા PM Modiએ જણાવ્યું છે કે સરદાર પટેલના યોગદાનને યાદ કરવું આનંદદાયક છે.
મહેસાણાનો ધરોઈ ડેમમાં પાણીનો સંગ્રહ 100 ટકા થયો
મહેસાણાનો ધરોઈ ડેમમાં પાણીનો સંગ્રહ 100 ટકા થયો છે. તેમજ ડેમની હાલની જળસપાટી 189.590 મીટર નોંધાઈ છે. ડેમમાં પાણીની આવક 2 હજાર 455 ક્યુસેક થઇ છે. તથા ડેમમાંથી પાણીની કુલ જાવક 2 હજાર 455 ક્યુસેક થઇ છે. તેમજ ડેમના સ્પિલવે મારફતે 2 હજાર 55 ક્યુસેક પાણી છોડાયું છે. સ્પિલવેનો એક ગેટ 0.44 મીટર સુધી ખોલવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Rashifal 31 October 2025: આ રાશિના લોકો આજે રુચક યોગથી લાભ મેળવશે