Gujarati Top News : આજે 5 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
- આજે 5 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : વોટ ચોરીને લઈ ગુજરાત કોંગ્રેસ મેદાને છે જેમાં થરાદમાં કોંગ્રેસનું જન આક્રોશ કાર્યકર્તા સંમેલન તથા રાજકોટમાં મોડી રાત્રે રૈયા ધાર વિસ્તારમાં બબાલ થઇ તેમજ અમદાવાદ રાજપૂત સમાજ દ્વારા ગરબાનું આયોજન થયુ તથા રાજકોટની ગાંધીગ્રામ પોલીસ ફરી વિવાદમાં આવી જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
વોટ ચોરીને લઈ ગુજરાત કોંગ્રેસ મેદાને
વોટ ચોરીને લઈ ગુજરાત કોંગ્રેસ મેદાને છે. જેમાં થરાદમાં કોંગ્રેસનું જન આક્રોશ કાર્યકર્તા સંમેલન છે. તેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા હાજર રહેશે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો પણ હાજર રહેશે. દેશભરમાં કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલી “વોટ ચોરી” ઝુંબેશ વેગ પકડી રહી છે. ગુજરાતમાં પણ સંગઠન સૃજન અભિયાનની સફળતાને પગલે, સંગઠનની અસરકારકતાના પુરાવા રૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘વોટ ચોરી સહી ઝુંબેશ’ અને ‘મિસકોલ અભિયાન’ની શરૂઆત કરવામાં આવી છે. આ સહી ઝુંબેશનો પ્રારંભ અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા ખાતેથી કરવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યકરોએ ઘરે-ઘરે જઈને ‘વોટ ચોરી’ અંગે લોકોને માહિતગાર કર્યા અને તેમની સહીઓ એકત્રિત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ‘વોટ ચોરી’ના નારા લગાવ્યા હતા. ગુજરાત કોંગ્રેસ દ્વારા 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી આ અભિયાન ચાલુ રહેશે.
રાજકોટમાં મોડી રાત્રે રૈયા ધાર વિસ્તારમાં બબાલ થઇ
રાજકોટમાં મોડી રાત્રે રૈયા ધાર વિસ્તારમાં બબાલ થઇ છે. રાણીમાં રૂડીમાં ચોક ખાતે મોડી રાત્રે બબાલ થઇ છે. ગાડી પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. તેમાં રાત્રે લોકોના ટોળા પણ એકત્ર થયા છે. પોલીસને જાણ થતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે.
યુવકને પણ માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તો સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો છે.
અમદાવાદ રાજપૂત સમાજ દ્વારા ગરબાનું આયોજન થયુ
અમદાવાદ રાજપૂત સમાજ દ્વારા ગરબાનું આયોજન થયુ છે. રાજપૂત સમાજની મહિલાઓએ મસાલ યાત્રા કાઢી છે. રાજપૂત સમાજની મહિલાઓએ તલવારબાજી પણ કરી છે. રાજપૂતોનું શાન અને સંસ્કાર તલવાર બાજી છે. ગોતા ખાતે રાજપૂત ભવનમાં રાસ ગરબાનું આયોજન થયુ છે. 30 જેટલી ક્ષત્રિયાણીઓએ તલવાર બાજી કરી છે. ક્ષત્રિયાણીઓએ પારંપરિક ડ્રેસ સાથે તલવારબાજી કરી છે.
રાજકોટની ગાંધીગ્રામ પોલીસ ફરી વિવાદમાં આવી
રાજકોટની ગાંધીગ્રામ પોલીસ ફરી વિવાદમાં આવી છે. પોલીસ સ્ટેશનમાં જ આરોપી યુવકના વાળ ખેંચાયા છે. 15 દિવસ પહેલા એક વ્યક્તિને છરીના ઘા મરાયા હતા. છરીના ઘા મારનારા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તથા પોલીસ સ્ટેશનમાં યુવકના વાળ ખેંચતો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ તપાસના આદેશ અપાયા છે.