ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarati Top News : આજે 12 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે 12 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : આણંદ અમૂલ નિયામક મંડળની ચૂંટણી બાદ અમૂલ ડેરીમાં સવારે 9 કલાકથી મતગણતરી શરૂ થશે તથા કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવશે. જેમાં જૂનાગઢની પ્રશિક્ષણ શિબિરમાં માર્ગદર્શન આપશે...
07:27 AM Sep 12, 2025 IST | SANJAY
આજે 12 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : આણંદ અમૂલ નિયામક મંડળની ચૂંટણી બાદ અમૂલ ડેરીમાં સવારે 9 કલાકથી મતગણતરી શરૂ થશે તથા કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવશે. જેમાં જૂનાગઢની પ્રશિક્ષણ શિબિરમાં માર્ગદર્શન આપશે...
Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

આજે 12 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આણંદ અમૂલ નિયામક મંડળની ચૂંટણી બાદ અમૂલ ડેરીમાં સવારે 9 કલાકથી મતગણતરી શરૂ થશે તથા કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવશે. જેમાં જૂનાગઢની પ્રશિક્ષણ શિબિરમાં માર્ગદર્શન આપશે તેમજ અમદાવાદમાં ફરી સામે રફ્તારનો કેર સામે આવ્યો છે. જેમાં ઝુંડાલ સર્કલ પાસે નબીરાએ આતંક મચાવ્યો તથા ગુજરાતમાં વધુ એક બ્રિજ દુર્દશાના કારણે ચર્ચામાં આવ્યો છે. જેમાં ગુજરાતના પહેલા થ્રી લેગ એલિવેટેડ બ્રિજની દયનીય દશા તેમજ અમદાવાદમાં કળિયુગી માતાએ બાળકને તરછોડ્યું છે. તરછોડાયેલા નવજાતની વ્હારે વિશ્વ ઉમિયાધામ આવ્યુ છે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

આણંદ અમૂલ નિયામક મંડળની ચૂંટણી બાદ અમૂલ ડેરીમાં સવારે 9 કલાકથી મતગણતરી શરૂ થશે

આણંદ અમૂલ નિયામક મંડળની ચૂંટણી બાદ અમૂલ ડેરીમાં સવારે 9 કલાકથી મતગણતરી શરૂ થશે. ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને અમૂલ ડેરીમાં મત ગણતરી યોજાશે. નિયામક મંડળમાં 8 બ્લોક અને એક વ્યક્તિગત બેઠક માટે 24 ઉમેદવારો વચ્ચે જંગ હતો. 831 મતદારોનો નિર્ણય આજે સ્પષ્ટ થશે. ભાજપના ઉમેદવારોમાં જીતનો આશાવાદ! કોંગ્રેસ પ્રેરિત વિશ્વાસ પેનલ પણ જીતવાની આશા લગાવી રહ્યુ છે. ત્યારે મતદારોના મિજાજ પર સૌની નજર છે. 4 બેઠકો પરના પરિણામો પર રસાકસી રહેશે. તથા નડિયાદ, બોરસદ, આણંદ અને માતર બેઠક પર સૌની નજર રહેશે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવશે

કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવશે. જેમાં જૂનાગઢની પ્રશિક્ષણ શિબિરમાં માર્ગદર્શન આપશે. જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખોને ચિંધશે નવી દિશા. જેમાં 3 કલાક સુધી રાહુલ પ્રશિક્ષણ શિબિરમાં હાજર રહેશે

અમદાવાદમાં ફરી સામે રફ્તારનો કેર સામે આવ્યો

અમદાવાદમાં ફરી સામે રફ્તારનો કેર સામે આવ્યો છે. જેમાં ઝુંડાલ સર્કલ પાસે નબીરાએ આતંક મચાવ્યો છે. તેમાં BMW બેફામ રીતે ચલાવીને બાઈકચાલકને ટક્કર મારી છે. અકસ્માત બાદ કાર મુકી નબીરો ફરાર થયો છે. તેમાં ઈજાગ્રસ્ત બાઈકચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતમાં વધુ એક બ્રિજ દુર્દશાના કારણે ચર્ચામાં આવ્યો

ગુજરાતમાં વધુ એક બ્રિજ દુર્દશાના કારણે ચર્ચામાં આવ્યો છે. જેમાં ગુજરાતના પહેલા થ્રી લેગ એલિવેટેડ બ્રિજની દયનીય દશા છે. પાલનપુરમાં બ્રિજમાં તિરાડો પડતા ટ્રાફિક બંધ કરી દેવાયો છે. તેમાં સુરક્ષાના કારણોસર બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે. આબુ-અંબાજી જવા બ્રિજ પરથી વાહનોને જવાની મનાઈ છે. પાલનપુરમાં જમીનથી 17 ફૂટ ઊંચો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે. ભારતમાં બીજા ક્રમે છે પાલનપુરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે. થ્રી લેગ એલિવેટેડ બ્રિજ રૂપિયા 89.10 કરોડના ખર્ચે બન્યો છે. એક વર્ષ પહેલા જ આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. એક વર્ષમાં જ બ્રિજમાં તિરાડો પડતા કામગીરી પર સવાલ છે. બ્રિજના નિર્માણ વખતે દુર્ઘટના સર્જાતા બેના મોત થયા હતા. રિપેરિંગ કામ કેટલા દિવસ ચાલશે તે હજુ નક્કી નથી.

અમદાવાદમાં કળિયુગી માતાએ બાળકને તરછોડ્યું

અમદાવાદમાં કળિયુગી માતાએ બાળકને તરછોડ્યું છે. તરછોડાયેલા નવજાતની વ્હારે વિશ્વ ઉમિયાધામ આવ્યુ છે. મંદિરના પ્રમુખ અને સમગ્ર ટીમે બાળકીની સંભાળ લીધી છે. વિશ્વ ઉમિયાધામે બાળકીની તમામ જવાબદારી લીધી છે. વિશ્વ ઉમિયાધામ મંદિરના ગેટ પાસે બાળકીને મૂકી માતા ફરાર થઇ છે.

આ પણ વાંચો: Rashifal 12 September 2025: કેન્દ્ર યોગથી આ રાશિના લોકોને લાભ મળશે, દેવી લક્ષ્મી બમણી કમાણી કરાવશે

Tags :
GujaratGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article