ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarati Top News : આજે 13 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે, પોતાના મતવિસ્તારની સમસ્યાનો લાવશે ઉકેલ
06:46 AM Sep 13, 2025 IST | Mujahid Tunvar
અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે, પોતાના મતવિસ્તારની સમસ્યાનો લાવશે ઉકેલ

Gujarati Top News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે એટલે 13 સપ્ટેમ્બરનાં રોજ 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવવાના છે. પોતાનાં મતવિસ્તાર ગાંધીનગર (Gandhinagar), બાવળા, સાણંદમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સંબંધિત અધિકારીઓ, નેતાઓ સાથે બેઠક કરશે.

અમિતભાઈ શાહ પોતાના મતવિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાને લઈને સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરીને સમસ્યાનો ઉકેલ લાવવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપશે. જણાવી દઈએ કે, ગાંધીનગક, બાવળા અને સાણંદમાં પાણી ભરાવવાની મોટી સમસ્યા છે. આ સમસ્યાને લઈને અનેક વખત રજૂઆતો કરવા છતાં તેનો ઉકેલ લાવી શકાયો નથી.

આ પણ વાંચો-Sangram Sikarwar : અમદાવાદમાં પોલીસ, અપરાધી અને ફાયરિંગ !

આ મુદ્દો અમિત શાહ સુધી પહોંચતા અંતે તેમને પોતાના સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરીને તેનો ઉકેલ લાવવાનું કામ હાથ ધર્યું હોવાની માહિતી સામે આવી રહી છે.

તે ઉપરાંત ગાંધીનગરમાં યોજાવવા જઈ રહેલા રાજભાષા સંમેલનમાં પણ અમિત શાહે ભાગ લેશે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખની કરશે લોન્ચિંગ

ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક નવી શરૂઆત કરવા જઈ રહી છે. જે રીતે કોંગ્રેસ-બીજેપીની વિદ્યાર્થી પાંખ NSUI-ABVP સક્રિય છે, તેવી જ રીતે હવે આમ આદમી પાર્ટી પણ પોતાની વિદ્યાર્થી પાંખનું સંગઠન લોન્ચ કરવા જઈ રહી છે. જેથી ગ્રાઉન્ડ લેવલે તેમને ફાયદો થઈ શકે. ASAPના નામે પ્રદેશ કક્ષાનું વિદ્યાર્થી સંગઠન લોન્ચ કરવામાં આવશે. ASAPનું આખું નામ છે, એસોસિયેશન ઓફ સ્ટુડન્ટ્સ ફોર અલ્ટરનેટિવ પોલિટિક્સ..

જણાવી દઈએ કે, AAP ફ્રન્ટલ સંગઠન મહામંત્રી સામત ગઢવીના હસ્તે લોન્ચિંગ કરાવવામાં આવી રહ્યું છે.

ત્રિપુરાના CM ગુજરાતની મુલાકાત

ત્રિપુરાના મુખ્યમંત્રી ડો.માનિક સહા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્રિપુરાના CM ઇન્ટરનેશનલ ફોરેન્સિક ઓન્ટોલોજી કોન્ફરન્સમાં હાજરી આપવા માટે રાજ્યમાં આવી રહ્યાં છે. તેઓ ગાંધીનગર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કાર્યક્રમમાં પોતાની હાજરી આપશે.

CM ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાત

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ અર્બન ઇનોવેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટમાં હાજર રહેશે. ગ્રામીણ વિસ્તારોના વિકાસને લઈને આ કાર્યક્રમમાં તેઓ સંબોધન કરશે. તે ઉપરાંત ગ્રામીણ વિસ્તારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે ફોક્સ કરવા માટેની નવી દિશા નક્કી કરવામાં આવશે.

સીઆર પાટીલ નવસારી સિવિલ હોસ્પિલની મુલાકાત

નવસારી સિવિલ હોસ્પિટલ તેમજ વાંસદા કોટેજ હોસ્પિટલ અને ચીખલી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ દ્વારા વિવિધ સાધનોનું વિતરણ સી આર પાટિલના હસ્તે કરવામાં આવશે. આ દરમિયાન તેઓ સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ લેશે.

આ પણ વાંચો- PM Narendra Modi આજે મણિપુરની મુલાકાતે : જાતિય હિંસા બાદ પ્રથમ પ્રવાસ, શાંતિ અને વિકાસની પહેલ

Tags :
AAPAMITSHAHCMBhupendraPatelGujarati Top News
Next Article