Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 2 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે 2 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : ગુજરાત યુનિવર્સિટીમાં NSUI ફરીવાર ઘેરાવ કરશે. ફી વધારાને લઈને NSUI ફરી એકવાર મોરચો માંડશે તથા ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર છે. અંબાજી જતા રસ્તાઓ ભક્તોની ભીડથી...
gujarati top news   આજે 2 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 2 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : ગુજરાત યુનિવર્સિટીમાં NSUI ફરીવાર ઘેરાવ કરશે. ફી વધારાને લઈને NSUI ફરી એકવાર મોરચો માંડશે તથા ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર છે. અંબાજી જતા રસ્તાઓ ભક્તોની ભીડથી ઉભરાયા તેમજ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલના તંત્ર પર આરોપ છે. જેમાં પાટણના ચીફ ઓફિસર પર ધારાસભ્યનો આક્ષેપ તેમજ વડોદરાની શાંતિ ભંગ કરવાના કાવતરામાં મોટો ખુલાસો થયો છે. જેમાં શહેરમાં તણાવ ફેલાવવાનું કાવતરું માસૂમ ચેમ્બર્સમાં ઘડાયું હતુ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI ફરીવાર ઘેરાવ કરશે

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI ફરીવાર ઘેરાવ કરશે. ફી વધારાને લઈને NSUI ફરી એકવાર મોરચો માંડશે. જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં NSUIના કાર્યકરો વિરોધ કરશે. ગુજ. યુનિ.એ PHDની ફીમાં 5 હજારનો વધારો કર્યો છે.

Advertisement

ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર

ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર છે. અંબાજી જતા રસ્તાઓ ભક્તોની ભીડથી ઉભરાયા છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો અંબાજી ઉમટી રહ્યા છે. અંબાજી જતા રસ્તા પર અનેક સેવા કેમ્પ કાર્યરત છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સેવા કેમ્પની મુલાકાત લેશે. અંબાજીના મહામેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. તેમજ પ્રથમ દિવસે 3.71 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે. મંદિરમાં પ્રથમ દિવસે 29.44 લાખના દાનની આવક થઇ છે. તેમજ 3.35 લાખ પેકેટ મોહનથાળ, 4751 પેકેટ ચીકી વિતરણ સાથે
433 બસ ટ્રીપમાં 22,516 યાત્રાળુએ મુસાફરી કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા 1192 લોકોને સારવાર અપાઈ છે.

પાટણ ધારાસભ્ય કિરીટ પટેલના તંત્ર પર આરોપ

પાટણ ધારાસભ્ય કિરીટ પટેલના તંત્ર પર આરોપ છે. જેમાં પાટણના ચીફ ઓફિસર પર ધારાસભ્યનો આક્ષેપ છે. કિરીટ પટેલે જણાવ્યું છે કે ચીફ ઓફિસર બેવડી નીતિ વાપરે છે. પાટણમાં રખડતા ઢોરે 5થી વધુ લોકોના જીવ લીધા છે. આગની ઘટનામાં ફાયર વિભાગે 1 કલાક મોડું પહોંચે છે. પાટણના રસ્તા પરના ખાડામાં લોકોના જીવ ગયા છે. અગાઉ બેનર ઉતારવાને લઈને બંને સામસામે આવ્યા હતા. જેમાં કિરીટ પટેલના જન્મદિવસવાળા બેનર ઉતારતા મામલો ગરમાયો હતો.

વડોદરાની શાંતિ ભંગ કરવાના કાવતરામાં મોટો ખુલાસો થયો

વડોદરાની શાંતિ ભંગ કરવાના કાવતરામાં મોટો ખુલાસો થયો છે. જેમાં શહેરમાં તણાવ ફેલાવવાનું કાવતરું માસૂમ ચેમ્બર્સમાં ઘડાયું હતુ. અત્યાર સુધીમાં એક સગીર સહિત કુલ 10 આરોપીઓ ઝડપાયા છે. મુખ્ય સૂત્રધાર જુનેદ સિંધીને અજમેરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. જુનેદની માતા સાદેકા સિંધીની પણ સંડોવણી બહાર આવતા ધરપકડ કરાઇ છે. કોર્ટમાં રજુ કરતા ચારેય આરોપીના 3 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસ ફંડિંગ નેટવર્ક અને માસ્ટરમાઈન્ડ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરશે. નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશ સવારી પર ઇંડા ફેંકવાનું કાવતરું હતુ.

Tags :
Advertisement

.

×